________________
પરિશિષ્ટ-૩
૫૧
ઉદાહરણોના રાશિ નીચે દબાઈ જાય છે અને આથી તે કેવળ સવિશેષ મર્મજ્ઞ વાચકો માટે જ છે.
હૉલ, એફ.ડબલ્યુ. : Companion to Classical Texts, ઑક્સફર્ડ, ૧૯૧૩. આ પુસ્તક વિષયની ઉત્તમ પ્રસ્તાવનારૂપ છે. આમાં ગ્રીક અને લેટિન ગ્રંથોના ઇતિહાસનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો છે, અને એ ગ્રંથોને લાગુ પડતા પાઠસમીક્ષાના સિદ્ધાંતોની ચર્ચા પૃ.૧૦૮ થી ૧૯૮માં કરવામાં આવી છે.
બ.
ઉપર ‘અ’માં ઉલ્લેખેલી કૃતિઓ ઉપરાંત પ્રસ્તુત પુસ્તકને તૈયાર કરવામાં નીચેના ગ્રંથોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે -
કોનો, સ્ટેન. : Karpurmanjari, હાર્વર્ડ, ૧૯૦૧ (હાર્વર્ડ ઓરિયેન્ટલ સિરીઝ ૪) ડે,એસ.કે. : Udyogaparvan (મહાભારતના સમીક્ષાત્મક સંપાદનમાં), પૂના, ૧૯૩૯-૪૦. પીશલ આર. : śakuntala - દ્વિતીય આવૃત્તિ, હાર્વર્ડ, ૧૯૨૧ (હા.ઓ.સી.૧૬) બ્યૂલર, જી. : Indische Palaeographie, સ્ટ્રાસબર્ગ, ૧૮૯૬. આનું ફલીટ દ્વારા સંશોધિત અંગ્રેજી ભાષાન્તર Indian Antiquary, ૧૯૦૪માં પૂરવણીરૂપે પ્રસિદ્ધ થયું છે, જોકે એમાં ‘Plate’ આપી નથી.
ભાંડારકર, આર.જી. : Mahavimadhava, દ્વિતીય આવૃત્તિ, મુંબઈ, ૧૯૦૫. મલ્લ, ટોડર. : Mahaviracrita, ઑક્સફર્ડ, ૧૯૨૮.
વિન્ટરનિટ્ઝ : History of Indian Literature, કલકત્તા.