________________ ભારતીય પાઠ-સમીક્ષા ' 'પુસ્તક પરિચય પ્રાચીન હસ્તપ્રતોને આધારે ગ્રંથનું સંપાદન ભારતીય વિદ્યાના અભ્યાસી માટે ઘણીવાર જટિલ સમસ્યારૂપે હોય છે. આ સંપાદન કાર્યમાં સંપાદકને પક્ષે જે સાવધાની તથા સજ્જતા અપેક્ષિત છે તે અંગે જરૂરી માર્ગદર્શન આ લઘુગ્રન્થમાં આપવામાં આવ્યું છે. ડૉ. એસ. એમ. કત્રે ભારતીય વિદ્યાના નામાંકિત અને યશસ્વી વિદ્વાન છે. તેમનું Introduction to Indian Textual Criticism આ વિષયની વિશદ છણાવટ કરતું આધારભૂત પુસ્તક છે. આ માનદ્ ગ્રંથનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. પાઠ સમીક્ષાનો વિષય ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક કક્ષાએ નિયત થયેલો છે. આ વિષયના વિદ્યાર્થીઓને આ પુસ્તક ઉપયોગી થશે તેવી ધારણા છે. ભારતીય પાઠ-સમીક્ષા 1364 કિંમતઃ રૂા. 50-00 આવરણ : રાજ ગ્રાફીક્સ અમદાવાદ. મો: 9879027600