________________
પરિશિષ્ટ-૩
૧૪૯
સંક્ષિપ્ત સંદર્ભસૂચિ
આ સૂચિનો હેતુ વિભિન્ન સાહિત્ય-પ્રકારો સાથે સંકળાયેલ વિવિધ પ્રકારની સમસ્યાઓના ઉકેલ અર્થે વિકસિત થયેલી પાઠસમીક્ષાની પદ્ધતિઓના અધ્યયન કાર્યમાં કેવળ પથપ્રદર્શક બનવાનો છે, તેથી આ સૂચિને સ્વતઃસંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો નથી. આ રીતે, ઉદાહરણ તરીકે, આમાં બાઈબલના અભ્યાસને લાગુ પાડીને થયેલા પાઠ-સમીક્ષાના ફલદાયી વિકાસનો કોઈ ઉલ્લેખ નથી.
એડગરટન એફ. : Panchtantra Reconstructed ૧૯૨૪, ન્યૂ હેવન, American
Oriental Series Nos. 3-4, આ એક ઉપયોગી પુસ્તક છે. અને ખાસ કરીને અમુક પ્રકારની સમસ્યાઓ માટે - જે સામાન્ય રીતે ગ્રીક અને લેટિન પ્રશિષ્ટ કૃતિઓ (Classics) માં જોવા મળતી નથી - પાઠસમીક્ષાના સિદ્ધાંતોનો પ્રયોગાત્મક વિનિયોગ શી રીતે કરવો તે વિષે પથપ્રદર્શક ગ્રંથ, સારાં ઉદાહરણોથી સમૃદ્ધ પુસ્તક. સ્વાભાવિક રીતે જ અહીં તારવેલા નિષ્કર્ષ વિવાદાસ્પદ હોવા છતાં મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને Pancatantra (હાર્વર્ડ
ઓરિએન્ટલ સિરીઝ, ૧૧-૧૪)માં હર્ટલનાં તારણોથી એ વિરુદ્ધ છે. જેબ, સર રિચાર્ડ સી. : લિઓનાર્ડ વ્હિલ્વે દ્વારા સંપાદિત A Companion to Greek
Studies (કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૧૬)માં પ્રગટ થયેલ Textual Criticism નામનો લેખ (પૃ.૭૨૦-૭૩૩), વિષયનો સુંદર પરિચય, અંગ્રેજી
વાચકો માટે અનિવાર્ય. પોસ્ટગેટ જે.પી. : (૧) સર જહોન એડવિન સેન્ડિસ દ્વારા સંપાદિત A Companion
to Latin Studies (કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ ૧૯૧૩)માં પ્રગટ થયેલ Textual Criticism (પૃ.૭૯૧-૮૦૫) નામનો લેખ, (૨) Encyclopaedia Britannica વોલ્યુમ-૨, પૃ.૬-૧૧માં “Textual Citicism' પરનો લેખ અંગ્રેજી
ભાષામાં પાઠસમીક્ષાનો કદાચ સૌથી વધુ ઓજસ્વી છતાં સંક્ષિપ્ત પરિચય. બર્ટ, થિયોડોર : Kritik und Herimeneutik, યુ ન, ૧૯૧૩ (Ivan Von Muller's
Handbuch der Altertunswissenschft 1). ગ્રીક અને લેટિન ભાષાના પ્રશિષ્ટ ગ્રંથો સાથે સંકળાયેલી પાઠસંબંધી સમસ્યાઓની ઘણી વિગતવાર ચર્ચા કરતો એક અત્યંત વ્યવસ્થિત નિબંધ, તે ખાસ કરીને વિષયના ઉચ્ચતર પાઠસમીક્ષકોની દષ્ટિએ લખાયેલ છે.
-