Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪૮ - ભારતીય પાઠ-સમીક્ષા c F જૂથ B D E થી જુદું પડે છે. ગ્રંથના શીર્ષકની બાબતમાં પણ B D E માં સુવર્ણપ્રમાસોત્તમસૂત્રના શીર્ષક જોવા મળે છે, જ્યારે A C F (અને G) – માં સુવf()માસોતમજૂરાગ શીર્ષક છે. તદુપરાંત મધ્ય એશિયામાંથી મળી આવેલા સંસ્કૃત ગ્રંથોના અંશોમાં આપણા આ પુસ્તકનો ભાગ મળે છે, જે પાઠનિર્ધારણની દૃષ્ટિએ તેમના સમય અને વિશેષ શુદ્ધિને કારણે અત્યંત મૂલ્યવાન છે. પ્રકરણ ૧૩ અને ૧૪ના અંશો માટે ઈ.સ. ૧૯૦૬-૦૮ દરમ્યાન સેનેટર, ઓટો ડોનર શોધી કાઢેલા અને જે.એન. રોટરે સંપાદિત કરેલા અંશ; હોર્નલેના Manuscript Remains of Buddhist Literature found in Eastern Turkestan, Vol. 1 માં એફ. ડબલ્યુ થોમસે સંપાદિત કરેલ અન્ય અંશ જે પાંચમા અને તેરમા પ્રકરણના અંશોને આવરી લે છે; ત્રીજા, છઠ્ઠા, સાતમા અને આઠમા પ્રકરણના અંશોને આવરી લેતા એન.ડી.મીરોનોવ દ્વારા સંપાદિત અંશો; આમને માટેનું સાંકેતિક ચિહ્ન અનુક્રમે R, H અને M છે. H M R સારા એવા પ્રમાણમાં G સાથે ઐક્ય ધરાવે છે. સહાયક સામગ્રી (testimonia) તરીકે સંપાદકે ચીની તથા તિબેટી અનુવાદોનો ઉપયોગ કર્યો છે : (૧) ચીની અનુવાદ – અનુવાદક : ધર્મક્ષેમ (ઈ.સ. ૪૧૪-૪૩૩ આશરે), ઈન્સિગ (આશરે ઈ.સ.૭00), (૨) તિબેટી અનુવાદ – તિબેટ ૧ (ઈ.સ. ૭૦૫-૫૫ના ગાળામાં),તિબેટ ર અને તિબેટ ૩ (૮૦૪-૧૬ના ગાળામાં). આ ઉપરાંત તુર્કીન હસ્તપ્રતોના બર્લિન સંગ્રહમાં સ્ટેન કોનો દ્વારા સંપાદિત ખોતાન-શક ભાષાન્તરનો અંશ પ્રાપ્ત થાય છે. “પાઠનિર્માણ'(constitutio textus)અર્થે આ સર્વ અભિસાઢ્યો (પ્રમાણો)ની મૂલવણી વિષે વધુ વિગતો નોબેલની પાંડિત્યપૂર્ણ પ્રસ્તાવનામાંથી પ્રાપ્ત કરી શકાય.

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162