________________
૧૪૩
ભારતીય પાઠ-સમીક્ષા -
સંતુલન આદિથી અંત સુધી, B નું કેવળ દશમા અંકના મધ્યભાગ સુધી જ; D નો ઉપયોગ છઠ્ઠા અંકના મધ્ય સુધી જ કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ તેને સ્થાને E નો ઉપયોગ કર્યો છે. G નો ઉપયોગ આઠમા અંકમાં (Eનો આ ભાગ નષ્ટ થયેલો છે) અને દશમા અંકમા (જ્યાં B ખંડિત થાય છે) થયો છે. બધી હસ્તપ્રતો પરસ્પર સ્વતંત્ર છે, તેમ છતાં AD અને B C ના અલગ વર્ગો બનતા જણાય છે. N હસ્તપ્રતનો B C સાથે વધુ મેળ બેસે છે અને E નો A D સાથે. આમ અહીં બે મુખ્ય વર્ગ બને છે - A D E અને B C N. G ને આ બંનેની મધ્યમાં મૂકી શકાય.
દ્વિતીય આવૃત્તિ માટે નીચેની વધારાની હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે : Bh, K^, K (શારદા લિપિમાં) અને ૦૧૭ - આમ સંતુલન (A), C, N, B, D (E, G), Bh, K. K, O એ નવ હસ્તપ્રતોને આધારે થયું છે. ભાંડારકરના મત પ્રમાણે આ નવેય હસ્તપ્રતો સ્વતંત્ર છે અન વંશવૃક્ષરૂપે એમની ગોઠવણી થઈ શકે તેમ નથી. તેમ છતાં K, K N O નો નાના વર્ગોમાં સમાવેશ થાય છે તથા K ૢ K, NO અને A B Bh C D મોટા વર્ગોમાં જગદ્ધરની ટીકા : Cj૧૮. આને આધારે આ હસ્તપ્રતોના વંશાનુક્રમની સ્થાપના શક્ય બનવી જોઈએ.
પરમાત્મપ્રકાશ (યોગીન્દુ-વિરચિત) : સંપાદક-એ. એન. ઉપાધ્યે, ૧૯૩૭. નીચેની હસ્તપ્રત સામગ્રીને આધારે સંપાદન - A* B૧૮ C૧૭ P૧૯ Q R૧૯ S T K M. *K' સંક્ષિપ્ત વાચના દર્શાવે છે જેમાંથી T(M) અને K ઊતરી આવેલી છે. *P વિસ્તૃત વાચના દર્શાવે છે, જેમાંથી એક તરફ P (R હસ્તપ્રત K અને બ્રહ્મદેવના પાઠ સાથે સંમિશ્રિત છે) અર્થાત્ બાલચંદ્રની ટીકાનો પાઠ તથા બીજી તરફ B C અને S અર્થાત્ બ્રહ્મદેવનો પાઠ ઊતરી આવેલ છે. અહીં છુ એ K અને B C S માંથી ઉતરી આવેલી મિશ્રપ્રત છે.
રામાયણ : આ મહાકાવ્યની અધિકૃત વાચના સાથે સંકળાયેલા પ્રશ્નોની સર્વપ્રથમ ચર્ચા સ્વ. પ્રો.યાકોબીએ કરી હતી અને તાજેતરમાં ડૉ. રુબેને તેમના ‘Studien’ માં તેની ચર્ચા કરી છે. લાહોરમાં International Academy of Indian Culture ના ડૉ. રઘુવીર આનું સમીક્ષાત્મક સંપાદન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રયોગરૂપે તેનું આંશિક પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં પ્રસ્તાવના (Prolegomena) કે સમીક્ષાત્મક સામગ્રીના તથા મહાકાવ્યની વિવિધ વાચનાઓના આંતર સંબંધના સાદા વિવરણનો પણ સમાવેશ કર્યો નથી. કદાચ છેલ્લા વોલ્યુમમાં તેનો સમાવેશ કરવા ધાર્યું હોય એ સંભવિત છે. વાયવ્યીય વાચનાનું સમીક્ષાત્મક સંપાદન લાહોરની ડી.એ.વી. કૉલેજના અધિકારી વર્ગ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ સુકથનકરે તેમના પાશ્ચાત્ય ટીકાકારોજેમનું સૂચન એવું હતું કે તે મહાકાવ્યની અંતિમ વાચનાનું નિર્માણ કરવાનો પ્રયાસ