Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 152
________________ • પરિશિષ્ટ-૩ પ્રવાસીઓને તે કિંમતી પત્રો વેચ્યાં હતાં. તેઓએ એ હકીકત કાળજીપૂર્વક છુપાવી હતી કે તેમણે કાશ્મરમાંના રશિયન કોન્સલ એમ. પેટ્રોવસ્કીના એજન્ટોને તે ખંડિત સામગ્રીનો વધુ મોટો ભાગ વેચી દીધો હતો. એમ. પેટ્રોવસ્કીની દરમ્યાનગીરીને લીધે આ સંગ્રહને પાછળથી સેન્ટ પ્રિટર્સબર્ગ મોકલવામાં આવ્યો અને ત્યાં રશિયન વિદ્વાન સર્જ ડી’ઓલ્ડનબર્ગે આ અવશેષોનું સંપાદન કર્યું. આમનો સંબંધ સર્વપ્રથમ એમ. પેટ્રોવસ્કી સાથે હોવાને કારણે આ હસ્તપ્રત એના નામથી ઓળખાવા લાગી. વેબર હસ્તપ્રતો : ૧૪૩ મોરેવિઆના રહેવાસી ધર્મગુરુ રેવ. એફ.વેબરને લડાખમાંના લેહમાં એક અફઘાન વેપારી પાસેથી કેટલીક હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. એ વેપારીને આ હસ્તપ્રતો, જમીનમાં દટાયેલા ખજાનાની શોધ કરતાં, કુઈગર નામના સ્થળની નજીકમાં એક ખંડિયર મકાનમાંથી મળી આવી હતી. કુઈગર ચીનની સરહદની અંદર યારખંડની લગભગ ૬૦ માઈલ દક્ષિણે આવેલું છે. આ હસ્તપ્રતોમાં નવ (સંભવતઃ અગિયાર) જુદી જુદી હસ્તપ્રતોના જૂથનો સમાવેશ થયેલો જણાય છે. સઘળી હસ્તપ્રતો બે પ્રકારના કાગળ પર લખાયેલી છે. હસ્તપ્રતો બે વર્ગમાં વહેંચાઈ જાય છેઃ ભારતીય (નં. ૧ થી ૪) અને મધ્ય એશિયાઈ (નં. ૫ થી ૯). ભારતીય વર્ગની હસ્તપ્રતો બાવર હસ્તપ્રતની જેમ વાયવ્ય પ્રાન્તીય ગુપ્ત લિપિમાં લખાયેલી છે. જ્યારે મધ્ય એશિયાઈ વર્ગની હસ્તપ્રતો મધ્ય એશિયાઈ નાગરી લિપિમાં લખાયેલી છે. હોર્નલેના મત અનુસાર આ હસ્તપ્રતોનો કોઈ પણ ભાગ આશરે ઈ.સ.૭૦૦થી મોડો હોઈ શકે નહિ. તેમાં જોવા મળતા ત્રિપાંખિયા ‘ય’ પરથી હોર્નલ તેમનો સમય ઈ.સ.૫૦૦ની આસપાસ હોવાનું માને છે; અર્થાત્ આ હસ્તપ્રતો બાવર હસ્તપ્રતની સમકાલીન અથવા સહેજ પૂર્વવર્તી છે. ' બ. સમીક્ષાત્મક સંપાદનો - હરિવંશપુરાણ - (પુષ્પદન્તવિરચિત)- સંપાદક - લુડવિગ આલ્સડોર્ફ, ૧૯૩૬. આ સંપાદન A: B', અને C એ ત્રણ હસ્તપ્રતોને આધારે કર્યું છે. ગ્રંથ બે વાચનાઓમાં વિભક્ત છે A હસ્તપ્રત એક વાચના દર્શાવે છે, B અને C બીજી વાચના દર્શાવે છે. શાકુન્તલ (કાલિદાસ-વિચરિત)- (બંગાળી વાચના) સંપાદકઃ આર. પીશલ, પ્રથમ આવૃત્તિ ૧૮૭૭, દ્વિતીય આવૃત્તિ ૧૯૨૨. પ્રથમ આવૃત્તિ Z8, S'', N, R, I‰ હસ્તપ્રતો, ચંદ્રશેખરની ટીકા, C, Ca, અને શંકરની ટીકા S ને આધારે તૈયાર કરવામાં આવી હતી. આ બધી જ હસ્તપ્રતો બંગાળી લિપિમાં છે. બીજા અંકના પ્રારંભ સુધીના અંશ પૂરતી દેવનાગરી હસ્તપ્રત D ને પણ ઉપયોગમાં લીધી હતી. આ ઉપરાંત Y (ચેઝી ૧૮૩૦), B (શક, ૧૭૮૬), ‘B’ (સંવત ૧૯૨૬) અને B (શકે ૧૮૯૨) હસ્તપ્રતોનો

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162