Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 147
________________ ભારતીય પાઠ-સમીક્ષા એક સૌથી મહત્ત્વપૂર્ણ પ્રકાશન ડ્યૂડર્સે પોતે જ આ શ્રેણીમાં પ્રથમ મણકા તરીકે ઈ.સ. ૧૯૧૧માં ‘Bruchstuecke Buddhistischer Dramen' નામે સંપાદિત કર્યું છે. તાડપત્ર પર લખાયેલી આ હસ્તપ્રતોના અંશો લી કોકને મિન્ગાઈના એક ગુફા-મંદિરમાંથી મળી આવ્યા હતા. આ અંશોમાં કુલ ૧૪૪ ટુકડા હતા. તાડપત્રની લેખન સામગ્રી નિશ્ચિતપણે દર્શાવે છે કે આ અંશો ભારતમાંથી આવ્યા છે, જ્યાંથી તેઓ તુર્કાનમાં લઈ જવામાં આવેલા. લિપિના અભ્યાસ પરથી જણાય છે કે તેમની લિપિ ઉત્તરના ક્ષત્રપો અને કુશાનોના શિલાલેખોમાં જોવા મળતી લિપિથી અભિન્ન છે. આ રીતે આ અંશો વાસ્તવમાં આપણને પ્રાપ્ત થતા તાડપત્ર પરના સૌથી પ્રાચીન દસ્તાવેજો છે. અહીં સંપાદન થયેલા અંશોમાં અશ્વઘોષે રચ્યાં હોવાનું માનવામાં આવતાં બે નાટકોના અંશોનો સમાવેશ થાય છે. ગિલગિટ હસ્તપ્રતો : આ હસ્તપ્રતો ગિલગિટ પાસેના એક સ્તૂપમાં કોઈ ગોવાળિયાને અકસ્માત મળી આવેલી. ગિલગિટના વજીરે તેમનો કબજો લીધો તે પહેલાં તે હસ્તપ્રતોનો સારો એવો ભાગ અને હસ્તપ્રતો પરનાં બધાં જ રંગીન આવરણો સાહસિકોને હાથ લાગી ચૂક્યાં હતાં. આ રીતે નુકસાન (ક્ષતિ) પામેલાં પત્રોનો સમૂહ અત્યારે કાશ્મીરના દરબારના કબજામાં છે અને સરકારી સંરક્ષણમાં છે. પુરાલિપિશાસ્ત્રીય પ્રમાણોને આધારે આ હસ્તપ્રતોનો સમય સાતમી શતાબ્દીથી મોડો હોઈ શકે નહિ અને આથી ભારતમાંથી શોધાયેલી હસ્તપ્રતોમાં એ સૌથી પ્રાચીન છે. આ હસ્તપ્રતો સ્તૂપના ઘુમ્મટમાં જ મૂકવામાં આવેલી હતી. જે ભાષામાં આ હસ્તપ્રતોની રચના થઈ છે તે ‘મહાવસ્તુ’, ‘લલિતવિસ્તર’ ઇત્યાદિમાં જોવા મળતી ભાષા જેવી જ છે. એડગરટન આને ‘બૌદ્ધ સંસ્કૃત' એવું નામ આપે છે. આ હસ્તપ્રતોની મુખ્ય વિશેષતા એ છે કે એક પુસ્તકની પરિસમાપ્તિ અને બીજાના પ્રારંભ વચ્ચે સહેજ પણ જગ્યા છોડવામાં આવી નથી. આ વિશિષ્ટતાની દૃષ્ટિએ તેમને તિબેટનાં લાકડાંનાં કોતરકામ સાથે સરખાવી શકાય. આ હસ્તપ્રતોની શોધની સર્વપ્રથમ જાહે૨ાત ૨૪મી જુલાઈ, ૧૯૩૧માં ‘Statesman’ માં સર ઔરેલ સ્ટેઈને કરી હતી. ત્યાર બાદ એમ. હેકીને એ સ્થળની મુલાકાત લીધી અને ઈ.સ. ૧૯૩૨માં (JA 14-15) તેમના પર લેખ લખ્યો. ‘Gilgit Manuscripts' એ શીર્ષક હેઠળ આ હસ્તપ્રતો પર આધારિત સર્વપ્રથમ ગ્રંથનું સંપાદન કાશ્મીર સરકાર તરફથી ડૉ. નલિનાક્ષ દત્તે પ્રો.ડી.એમ. ભટ્ટાચાર્ય અને વિદ્યાવારિધિ શિવનાથ શર્માની સહાયથી ઈ.સ.૧૯૩૪માં કર્યું છે. ગોડ્સે હસ્તપ્રતો : આ હસ્તપ્રતોને ગોડફ્રે હસ્તપ્રતો એટલા માટે કહે છે કે આ હસ્તપ્રતો લડાખના બ્રિટિશ જોઈન્ટ કમિશ્નર કેપ્ટન એસ.એચ. ગોફ્રેને કેટલાક પઠાણ વેપારીઓ પાસેથી ૧૩૮

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162