________________
પરિશિષ્ટ-૨
૧૧૩
પડશે. આથી એવી સબળ અપેક્ષા રાખવી જોઈએ કે પ્રાંતીય સરકારો, ભારતીય રાજ્યોના રાજાઓ, વિદ્વાનોની મંડળીઓ અથવા સાર્વજનિક ગ્રંથાલયો, જેમના કબજામાં ભારતમાંના હસ્તપ્રત-સંગ્રહો રહેલા છે, પોતાની સર્વ શક્તિ, સંપત્તિ અને ધ્યાન સામાન્ય રીતે તેમની હસ્તપ્રતોની સૂચિ તૈયાર કરવામાં તથા વિશેષ રીતે વિસ્તૃત સૂચિઓ'' તૈયાર કરવામાં કેન્દ્રિત કરશે.
૧૧. જુઓ Festchrift Prof. PV Kane. (૧૯૪૧)નાં પૃ.૭૩-૮૧.
અહીં કલકત્તાના પ્રો.ચિન્તાહરણ ચક્રવર્તીએ હસ્તપ્રતોના અધ્યયન' વિષે લખ્યું છે અને હસ્તપ્રતોની ઉચિત દેખરેખ અને તેમની શાસ્ત્રીય ઢબે ગ્રંથસૂચિ માટે સરકારને હાર્દિક અપીલ કરી છે. વળી હસ્તપ્રતોની નફાખોરી બદલ શિક્ષા કરવા નવો કાયદો ઘડવાનું પણ તેમણે સૂચન કર્યું છે. “Modern Review (સપ્ટેમ્બર, ૧૯૪૧)માં પ્રો. ચક્રવર્તીનાં કેટલાંક સૂચનોને ક્યારનુંય અનુમોદન આપવામાં આવ્યું છે.