________________
૧૧૨
ઈ.સ.
૧૯૩૬
૧૯૩૬
૧૯૩૬
૧૯૩૭
લેખક યા સંગ્રહકર્તા
૧૯૩૮
૧૯૩૮
૧૯૩૯
૧૯૪૦
૧૯૪૦
ઓરિએંટલ મેન્ચુસ્ક્રિપ્ટ્સ લાયબ્રેરી
એચ.આર.કાપડિયા
પી.કે.ગોડે
એલ.બી.ગાંધી તથા
સી.ડી. દલાલ
એચ.આઈ.પોલમેન
એસ.કે.બેલવલકર
હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન
એચ.ડી.શર્મા
પી.કે.ગોર્ડે
ઉજ્જૈન
પૂના
પૂના
પાટણ
ભારતીય પાઠ-સમીક્ષા
ગ્રંથસૂચિનું
પ્રકાશન સ્થળ
ઉજ્જૈન
અમેરિકા તથા કેનેડા
ન્યુ હેવન
પૂના
પૂના
પૂના
પૂના
પૂના
પૂના
એચ.આર.કાપડિયા
પૂના
પૂના
ઉપર્યુક્ત સારણી ભારતમાં યા પરદેશમાં સચવાયેલી સંસ્કૃત અને અન્ય ભાષાની હસ્તપ્રતોની ગ્રંથસૂચિના ઇતિહાસ અને વિકાસનું વિહંગાવલોકન કરાવે છે. આ ઇતિહાસ ૧૮૦૭ થી ૧૯૪૧ના આશરે ૧૩૫ વર્ષના ગાળાને આવરી લે છે. અહીં દર્શાવેલી પ્રકાશિત ગ્રંથસૂચિઓની યાદી કોઈ રીતે સંપૂર્ણ નથી. કારણ કે હસ્તપ્રતોની બધી જ પ્રકાશિત સૂચિઓ વિષે વિગતવાર માહિતી કોઈ એક સ્થળેથી પ્રાપ્ય ન હતી. તદુપરાંત આ નોંધો ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં ઉપલબ્ધ એવી આમાંની કેટલીક ગ્રંથસૂચિઓના જ પરીક્ષણ પર આધારિત છે. જેનું ખરેખર પરીક્ષણ કર્યું નથી તેવી ગ્રંથસૂચિઓની નોંધો ઑફ્રેટના Catalogus Catalogorum(૩ ભાગ)માંથી અને ૧૯૩૭માં મદ્રાસ યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલા New Catalogus Catalogorum · માંના Provisional Fasciculusમાંથી લેવામાં આવી છે, જો કે આ ગ્રંથસૂચિની પ્રસ્તુત યાદી કામચલાઉ-જ છે, તેમ છતાં તે યુરોપના ભારતીય વિદ્વાનોએ તૈયાર કરેલ ભારતીય હસ્તપ્રતોની ગ્રંથસૂચિના ઇતિહાસ અને વિકાસથી વાચકને પરિચિત કરવા પૂરતી છે. આ વિકાસ છતાં, જેને લીધે ભારતીય વિદ્વાનોને તેમની અમર રાષ્ટ્રીય સંપત્તિનું મહત્ત્વ સમજાયું છે તે હસ્તપ્રતોની વિસ્તૃત સૂચિઓ (Descriptive Catalogue) પ્રકાશિત કરવાના કાર્યમાં જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું અપાયું નથી. ભારતીય વિદ્યા (Indology) ના ક્ષેત્રમાં થનારું સર્વ પ્રકારનું સંશોધન આ હસ્તપ્રતો ૫૨ આધારિત છે અને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિના આ ક્ષીણ થતા સ્રોતોનો આપણે જેટલો વહેલો લાભ ઉઠાવીશું તેટલું આપણા સાહિત્ય અન ઇતિહાસને સમૃદ્ધ બનાવવાનું કાર્ય વધુ સારી રીતે પાર
પૂના
પૂના
વડોદરા