________________
ભારતીય પાઠ-સમીક્ષા
આ વિસ્તૃત પરિચયમાં બીજી પણ એક વસ્તુનો સમાવેશ થવો જોઈએ અને તે છે હસ્તપ્રતોની પ્રામાણિકતા વિષે લેવામાં આવેલો નિર્ણય શાને આધારે છે તેનું સ્પષ્ટીકરણ.
ઘણી હસ્તપ્રતોમાં તે ગ્રંથના કોઈક વિભાગના પ્રારંભમાં લહિયા દ્વારા લખાયેલી પ્રશસ્તિઓ જોવા મળે છે. આ પ્રશસ્તિઓ ઘણીવાર કેટલીક ઐતિહાસિક માહિતી આપતી . હોય છે. પરંતુ પાઠ્યગ્રંથ સાથે તે સુસંગત હોતી નથી. આથી તેમનો સમાવેશ અહીં વિસ્તૃત અહેવાલમાં કરવો જોઈએ, સમીક્ષાત્મક સામગ્રીમાં નહિ.
જ્યારે આંશિકરૂપે સંતુલન આપવામાં આવ્યાં હોય ત્યારે પાઠ્યગ્રંથના વિભિન્ન અંશો માટે જે હસ્તપ્રતોનું સંતુલન કરવામાં આવ્યું હોય તે દર્શાવતી સારણી (Table) આપવી જોઈએ. જેથી વાચક પાઠ્યગ્રંથ અને સમીક્ષાત્મક સામગ્રી સંબંધી નોંધનો અભ્યાસ કરતી વેળાએ આ માહિતી સહેલાઈથી પ્રાપ્ત કરી શકે. સારણીરૂપે ગોઠવણી કરી હોવાથી તેના સંદર્ભ(નિર્દેશ) સરળ બને છે અને વાચક ઘણી બિનજરૂરી મહેનતમાંથી ઊગરી જાય છે.
હસ્તપ્રતોના વિસ્તૃત અહેવાલ બાદ સંપાદકે પાઠ્યગ્રંથની ઉપલબ્ધ તેમજ અધ્યયન માટે ઉપયોગમાં લીધેલી સહાયક સામગ્રી (testimonia) જેમ કે પ્રાચીન ટીકાઓ, સંક્ષેપો, રૂપાન્તરો, સુભાષિતસંગ્રહો વગેરેની વિગતવાર વિસ્તૃત માહિતી આપવી જોઈએ.
ત્યાર પછી હસ્તપ્રતોનો વંશાનુક્રમ પ્રમાણે દર્શાવેલ પારસ્પરિક સંબંધ શક્ય હોય તો વંશવૃક્ષ (stema codicum) રૂપે પ્રસ્તુત કરવો જોઈએ. કેટલીક હસ્તપ્રતો આજે ભલે અનુપલબ્ધ હોય, પરંતુ વર્તમાન હસ્તપ્રતોના સાઠ્ય પરથી અમુક સમય દરમ્યાન તેમનું અસ્તિત્વ કલ્પી શકાતું હોય છે. આવી લુપ્ત હસ્તપ્રતોની સંચરણ-પરંપરાઓ દર્શાવવા એવી કોઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી કરીને આ કાલ્પનિક લુપ્ત હસ્તપ્રતોને . નિશ્ચિતપણે જાણીતી, ઉપલબ્ધ યા અનુપલબ્ધ, હસ્તપ્રતોની સંચરણ-પરંપરાથી જુદી પાડી શકાય. આનો સૌથી સરળ માર્ગ એ છે કે આવી હસ્તપ્રતોના પ્રથમ પ્રકારને ટપકાં ટપકાં દ્વારા અને અન્ય પ્રકારને આડી સુરેખાઓ દ્વારા દર્શાવવું.
જે હસ્તપ્રતો આજે ઉપલબ્ધ નથી પરંતુ વર્તમાન હસ્તપ્રતોનો પારસ્પરિક સંબંધ દર્શાવવા જેમનું ભૂતકાળમાં કોઈ સમયે અસ્તિત્વ કલ્પી લેવું પડે, એવી લુપ્ત હસ્તપ્રતોને ગ્રીક મૂળાક્ષર દ્વારા (d, B, ) અથવા ફુદડીવાળા અક્ષરો દ્વારા (A*, B*, C*, a*, b* c*) દર્શાવવી જોઈએ. કુદડીવાળા અક્ષરો વાપરવાની પદ્ધતિ ભાષાશાસ્ત્રમાં સજાતીય સહવર્ગીય શબ્દો (cognate vocables) વચ્ચેનો સંબંધ દર્શાવવા પ્રચલિત છે. તેની સાથે આનો મેળ બેસતો હોવાથી અહીં પણ તેને સ્વીકારી શકાય.