________________
ભારતીય પાઠ-સમીક્ષા
અધ્યયન કરવું જોઈએ અને તે તપાસનાં પરિણામ વાચક સમક્ષ પ્રસ્તુત કરવાં જોઈએ. સંપાદકે યાદ રાખવું ઘટે કે તેણે અહીં તેની અતિશય વિસ્તૃત વિગતભરી તપાસના કેવળ નમૂના પ્રસ્તુત કરવાના છે, અને આથી ઉદાહરણોની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ, અને એવાં ઉદાહરણો પસંદ કરવાં જોઈએ, જે વૈશિસ્ત્રયુક્ત તેમજ મહત્ત્વપૂર્ણ હોય. આ રીતે તેણે બે હસ્તપ્રતો અર્થાત્ બે રૂપાન્તરોના કેવળ મૂળસ્રોતોનો માત્ર ઉલ્લેખ કરવાનો નથી, પરંતુ તેણે એ પણ અકાટ્ય પ્રમાણોને આધારે સાબિત કરવું જોઈએ કે એક હસ્તપ્રત બીજીની કેવળ પ્રતિલિપિ જ નથી પરંતુ તે સંચરણ-પ્રવાહમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તે જ રીતે વિભિન્ન રૂપાન્તરોમાં સંમિશ્રિત હસ્તપ્રતો (conflated manuscripts) મોજૂદ હોય તો આવા સંમિશ્રણના પ્રસંગો દર્શાવવા જોઈએ.
અત્યાર સુધી તો સંપાદકે પોતે જે હસ્તપ્રતોની સામગ્રીનો ઉપયોગ કર્યો તેમનું સ્વરૂપ અને પાઠ-નિર્માણમાં તેમની તુલનાત્મક પ્રામાણિકતા વિષે કેવળ પોતાનો નિર્ણય દર્શાવ્યો છે. પરંતુ હવે તેણે તેની સમક્ષની સામગ્રીને સવિશેષ ખ્યાલમાં રાખી જે સમીક્ષા, સિદ્ધાંતોનું અનુસરણ ક્યું હોય તેમનું નિરૂપણ કરવું જોઈએ. આમ કરતાં સંપાદકે તેના પુસ્તકના આ ભાગને પાઠ-સમીક્ષાના સિદ્ધાંતોનું પાઠ્યપુસ્તક હરગીજ બનાવવાનું નથી, પરંતુ પ્રસ્તુત સંપાદનને લક્ષમાં રાખીને પાઠ-સમીક્ષાના જે સામાન્ય સિદ્ધાંતોનો વિનિયોગ કર્યો હોય તે જ કેવળ દર્શાવવાના છે. જો સંપાદક પાઠ-સમીક્ષાના સુપ્રતિષ્ઠિત પ્રશિષ્ટ સિદ્ધાંતોથી દૂર હટે, તો જે સામગ્રીને કારણે તેણે તેમ કરવું પડતું હોય તે સામગ્રીનું વિશિષ્ટ સ્વરૂપ તેણે સ્પષ્ટ કરવું જોઈએ. સિદ્ધાંતોને લાગુ પાડવામાં કોઈ મુશ્કેલીઓ હોય તો તે પણ તેણે દર્શાવવી જોઈએ. પોતે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોનું મૂલ્યાંકન કર્યા બાદ સંપાદકે તેણે પાઠનું નિર્ધારણ કઈ રીતે કર્યું તે પણ જણાવવું જોઈએ. આ રીતે પ્રાપ્ત થયેલ “સંચરિત પાઠ” (મૂલાદર્શનો પાઠ : transmited text) માં જો તેણે સંશોધન કર્યું હોય તો જે કારણોને લીધે તેણે મૂળ પાઠને સ્થાને અનુમાનિત પાઠ સ્વીકારવો પડ્યો હોય તે કારણો દર્શાવવાં જોઈએ. જો પાડ્યગ્રંથમાં લંબાણભર્યા પ્રક્ષેપો હોય તો સંપાદકે અહીં પ્રસ્તાવનામાં તેમનો પાઠ્યગ્રંથમાં સમાવેશ ન કરવા માટેનાં પોતાનાં કારણો સ્પષ્ટપણે દર્શાવી તેમની ચર્ચા કરવી જોઈએ. ટૂંકા પ્રક્ષેપોની ખાસ ચર્ચા કરવી જરૂરી નથી. - પાઠ્યગ્રંથનાં બીજાં પણ સંપાદનો પૂર્વે થયેલાં હોય તો સંપાદકે તેણે પોતે ઉપયોગમાં લીધેલી સામગ્રીના પ્રકાશમાં તે પૂર્વસંપાદનોની મર્યાદાઓ દર્શાવી તેમની ચર્ચા કરવી ઘટે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે તેમનું નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ.
જ્યારે પણ શક્ય હોય ત્યારે સંપાદકે આ પછી ગ્રંથલેખક અને તેની કૃતિ તથા તેને નામે ચડેલી અન્ય કૃતિઓના ઉપલબ્ધ ઇતિહાસનો ઉલ્લેખ કરવો જોઈએ. તે સાથે લેખકના સાહિત્યિક ગુણદોષ, તેની વિશિષ્ટતાઓ, તેની સ્વભાવગત લાક્ષણિકતાઓ આદિનું.