________________
પરિશિષ્ટ-૧
૫
દસ્તાવેજીય સંભાવના (Documental Probability) : સંભાવનાનો એક પ્રકાર, જે દ્વારા એક શબ્દમાંના અમુક વર્ણોના બીજા શબ્દના વર્ણો સાથે દેખાવના સામ્યને આધારે એક શબ્દમાંથી બીજા શબ્દમાં પરિવર્તન કઈ રીતે થયું તે સમજાવી શકાય.
પાઠ (Text, reading) : ગ્રંથનું (લિખિત) સ્વરૂપ, લિખિત અંશ.
પાઠભેદ (Differentia) : પાઠોની ભિન્નતા, પાઠોની અસંગતિ, જે હસ્તપ્રતો અથવા રૂપાન્તરો (versions) સ્વતંત્ર હોવાનો સંકેત કરતી હોય.
પાઠાન્તર (Variant) : વિવિધ પાઠોમાંનો એક પાઠ, જે પાઠ આપણે જે ગ્રંથનું પાઠ-નિર્ધારણ કરી રહ્યા છીએ તેનો પાઠ હોઈ શકે.
પાઠાન્તર-ધારક (Variant-bearer) : જે હસ્તપ્રતના પાઠોને પ્રસ્તુત ગ્રંથના પાઠ-નિર્ધારણ માટે લક્ષમાં લેવામાં આવે તે હસ્તપ્રત.
પારસ્પરિક પાઠ (Traditional reading) : જેને હસ્તપ્રતો અને સહાયક સામગ્રી એ બંનેનું અનુમોદન મળતું હોય તેવો પાઠ.
પુનરાવૃત્તિ (Dittography) : જુઓ પુનર્લેખ
પુનર્લેખ (Dittography) : કોઈ એક અક્ષર, શબ્દ યા શબ્દસમૂહને ‘આકસ્મિક’ રીતે બે વાર લખવા તે.
પુષ્પિકા (Colophon) : હસ્તપ્રતનો અથવા તેના એક વિભાગનો અંતિમ અંશ, જેમાં કૃતિના એક વિભાગની, તેના એક ખંડની કે પછી સંપૂર્ણ કૃતિની પરિસમાપ્તિ દર્શાવવામાં આવી હોય.
પોથી : છુટાં પાનાંની બનેલી હસ્તપ્રત (A manuscript volume).
પ્રક્ષેપ : (Interpolation) : પાઠમાં (મૂળમાં ન હોય એવા) શબ્દો, પરિચ્છેદો પાછળથી ઉમેરવા તે.
પ્રચલિત (લોકપ્રચલિત) પાઠ (Vulgate) : કોઈ પણ કૃતિનો સામાન્ય રીતે પ્રાપ્ત થતો સાધારણીકૃત (normalized) પાઠ. મૂળ તો vulgate શબ્દ ઇ.સ. ચોથી સદ્દીના અંતમાં જેરોમ દ્વારા તૈયાર કરાયેલ બાઈબલના લેટિન રૂપાંતર માટે પ્રયોજાતો હતો. પણ લક્ષણા દ્વારા તે કોઈ પણ ગ્રંથના ‘સમીક્ષિત પાઠ’ વિરૂદ્ધ ‘લોકપ્રસિદ્ધ અને બહુજનસ્વીકૃત પાઠ’ માટે પ્રયોજાય છે. (લેટિન : vulgate).
પ્રતિલિપિ (Transcript) : આદર્શ પ્રતમાંથી બનાવેલી નકલ.
પ્રશસ્તિ : પાઠ્યગ્રંથના પ્રારંભમાં અથવા પાઠ્યગ્રંથનાં પ્રકરણોના આરંભમાં જોવા મળતાં પ્રશંસાત્મક પદ્યો.
બહિરંગ (બાહ્ય) સંભાવના (Extrinsic Probability) : આનો સંબંધ સંદર્ભીય અંતરંગ