________________
૯૮
ભારતીય પાઠ-સમીક્ષા
છેવટે તો એક જ સ્રોતમાં મળી જતી હોય છે.જેમાં પાઠ્યગ્રંથને કોઈ પ્રકારનું ‘સંરક્ષણ’ ન મળે તેવા સંચારણને અવ્યવસ્થિત સંચારણ કહે છે. આ પ્રકારમાં પરિણામે અશુદ્ધિ, મિશ્રણ, પ્રક્ષેપ આદિની તકો વધુ રહે છે. જેમાં પાઠની યોગ્ય સુરક્ષા માટે અનુકૂલ પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને પ્રતિલિપિ કરવાનું કાર્ય અધિકારી વર્ગની દેખરેખ નીચે કરવામાં આવે, જેઓ લહિયાઓના કાર્યનું નિરીક્ષણ કરતા રહે, તેને સંરક્ષિત સંચારણ કહેવાય.
સંચ(ચા)રિત પાઠ (Transmitted reading) : કેવળ હસ્તપ્રતો દ્વારા પ્રમાણિત પાઠ; મૂલાદર્શનો પાઠ.
સંતુલન (Collation) : કોઈ એક હસ્તપ્રતના સ્રોત યા સ્રોતોમાં શું રહેલું હશે તેનો નિર્ણય કરવામાં ઉપયોગી બને તેવાં હસ્તપ્રતમાં સમાયેલાં સઘળાં પ્રમાણોને એકત્રિત કરવાં તે.
સંભાવના (Probability): વિવિધ પ્રકારની સંભાવનાઓ વિષે જુઓ દસ્તાવેજીય સંભાવના, બહિરંગ સંભાવના, અંતરંગ સંભાવના. અનુલેખનીય સંભાવના. સંમિશ્રણ (Conflation): સ્વતંત્ર સંચરણ-પરંપરા (શાખા)ઓની વિભિન્ન હસ્તપ્રતોની પરસ્પર સરખામણી કરવામાં વિભિન્ન પરંપરાઓનું થતું મિશ્રણ યા એકીકરણ. આવા સંમિશ્રણને પરિણામે જે હસ્તપ્રત ઉત્પન્ન થાય તેને સંમિશ્રિત હસ્તપ્રત કહે છે.
સંમિશ્રિત હસ્તપ્રત (Conflated manuscript) : જુઓ મિશ્રપ્રત.
સંશોધક (Corrector) : જે વ્યક્તિ લહિયાએ તૈયાર કરેલી પ્રતિલિપિને ફરી વાંચી જાય અને આદર્શપ્રત સાથે તેને સરખાવી તેમાં પ્રવેશેલી લહિયાની ભૂલો સુધારી લે તે સંશોધક. ઘણીવાર તે લહિયો પોતે પણ હોઈ શકે.
સંશોધન (Emendatio) : પાઠસમીક્ષાની પ્રશિષ્ટ પદ્ધતિ અનુસાર પાઠસમીક્ષાનું તૃતીય સોપાન, જે દ્વાસ સંચરિત પાઠને શક્ય હોય ત્યાં સુધી તેના મૂળ સ્વરૂપે - લેખકે લખ્યું હોય તે સ્વરૂપે પહોંચાડી શકાય.
સંસ્કરણ (Recensio) : સમીક્ષાત્મક ચકાસણી. ઉપલબ્ધ પાઠને તેના મૂલાદર્શના પાઠ સુધી પહોંચાડવો તે.
સારગ્રાહી (Eclectic): બધી સામગ્રીને લક્ષમાં લેવી, વિભિન્ન સ્રોતોમાંથી પસંદગી કરવી. સ્વહસ્તલેખ (Autograph) : પાઠ્યગ્રંથની મૂળપ્રત,જે લેખકે સ્વયં લખી હોય અથવા લેખકે પોતે વાંચી જઈ પોતાને હાથે સુધારી લીધી હોય.
હસ્તપ્રત (Manuscript) : કોઈ પણ પાઠ્યગ્રંથની હસ્તલિખિત પ્રત.