________________
પરિશિષ્ટ-૨
૧૦૩
સમીક્ષાત્મક અધ્યયનનો ઇતિહાસ પ્રત્યેક ભારતીય વિદ્યાવિશારદ (Indologist) ને એટલો સુવિદિત છે કે આ ટૂંકી નોંધમાં તેનું પુનરાવર્તન કરવું અનાવશ્યક છે. અહીંની ચર્ચા ભારતમાં હસ્તપ્રતોની ગ્રંથસૂચિના ઇતિહાસ પૂરતી જ મર્યાદિત રહેશે; જો કે ભારતીય સંસ્કૃત વિદ્વાનોને જેનો પૂરો ખ્યાલ નથી તેવી એક હકીકત આપણે અહીં નોંધીએ, અને તે એ છે કે સંસ્કૃતમાં રસ પ્રદર્શિત કરનાર સર્વ પ્રથમ યુરોપીઅન એક જર્મન ઈસાઈ હતો. તેનો ઉલ્લેખ બર્નિયરે તેના પુસ્તક “Travels”માં તેના ચોથી ઓક્ટોબર ૧૯૬૭માં લખાયેલા પત્રમાં કર્યો છે. અને તેનું પૂરું નામ ફાધર હેનરિશ રોથ હતું. આ વિદ્વાને, યુરોપમાં કે બીજે ક્યાંય પણ પુસ્તકરૂપે કદી ન છપાયેલા યા કોતરાયેલા સંસ્કૃત ભાષાના પ્રથમ નમૂનાઓને બહાર આણ્યા. આ નમૂનાઓ યાન્સઝોન દ્વારા
૬. જુઓ – “Papers relating to the Collection and Preservation of the
Recerds of ancient Sanskrit Literature of India” એ ઈ. ગફ, કલકત્તા, ૧૮૭૮. લેજિસ્લેટિવ કાઉન્સિલના મંત્રી શ્રી સ્ટૉક્સ હસ્તપ્રતોને એકત્રિત કરવા અને તેમની સૂચિ બનાવવાની યોજના તૈયાર કરી. આ યોજનાને ભારત સરકારે તેમના સીમલા, તા.૩૧૧-૧૮૬૮ના હુકમ નં.૭૩૩૮-૪૮ દ્વારા મંજૂરી આપી. ભારત સરકારના આદેશ અનુસાર મુંબઈ સરકારે ૧૮૬૮ની દસમી ડિસેમ્બરે ડૉ. કિલહોર્ન અને ડૉ.બૂલરને માટે હસ્તપ્રતોની ખરીદી કરવા તા.૧-૧૧-૧૮૬૮ના રોજ અમુક પૈસાની જોગવાઈ કરી હતી. આ પૈસાની મદદથી ડૉ. બૂલરે એકત્રિત કરેલી હસ્તપ્રતો અત્યારે ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં “સરકારી હસ્તપ્રત ગ્રંથાલય'ના ઈ.સ.૧૮૬૬-૬૮ના સંગ્રહરૂપે સચવાયેલી છે. હસ્તપ્રતોની શોધના ઇતિહાસની વધુ માહિતી માટે જુઓ અગાઉ ઉલ્લેખ કરેલ ડૉ.
બેલવલકરની પ્રસ્તાવના (પરિચ્છેદ ૭ થી આગળ). ૭. કૉન્ટેબલનું સંપાદન, લંડન, ૧૮૯૧, પૃ.૩૨૯ પર બર્નિયર નોંધે છે – મારે ઈસાઈ રેવ.
ફાધર રોઆ સાથે પરિચય હતો. જન્મથી તેઓ જર્મન હતા અને આગ્રામાં ધર્મપ્રચારક (Missionary) હતા. તેમણે સંસ્કૃતના અભ્યાસમાં અત્યંત પ્રવિણ્ય પ્રાપ્ત કર્યું હતું. તેમનું પુરું નામ ફાધર હેનરિશ રોથ, એસ. જે. હતું. તે ગોવા ધર્મ પ્રચારક મંડળ (Mission) સાથે સંકળાયેલા હતા. ઈ.સ.૧૬૫૦-૧૬૬૦માં તેઓ ગોવાથી આગ્રા તરફ આવ્યા અને આ વર્ષો દરમ્યાન સંસ્કૃતનો અભ્યાસ કર્યો. રોથ આશરે ઈ.સ.૧૬૬પમાં આગ્રાથી રોમ પાછા ગયા. તેઓ ફાધર કિર્ચર માટે અંદર કોતરેલા અક્ષરોવાળી પાંચ તકતીઓ લઈ ગયા. આ તકતીઓને કિચરે તેમના China Illustrata માં પ્રકાશિત કરી, જેનો ઉલ્લેખ બર્નિયરે (પૃ.૩૩૨)કર્યો છે. પ્રથમ ચાર તકતીઓમાં સંસ્કૃતની વર્ણમાળા અને મૂળતત્ત્વો (દેવનાગરી મૂળાક્ષરો) લેટિન ભાષામાં સમજાવવામાં આવેલાં છે. પાંચમી તકતીમાં નવા શિખાઉ માણસોને મહાવરો થાય તે માટે Our Lord's Prayer અને Ave Maria (બાઈબલમાંથી)ને સંસ્કૃત તથા લેટિનમાં પ્રસ્તુત કર્યા છે.