Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 113
________________ ૧૦૪ ભારતીય પાઠ-સમીક્ષા ઈ.સ.૧૬૬૭માં આસ્ટર્ડમમાં પ્રકાશિત થયેલા, એથેનિસિયસ કિચરા, એસ.જે.ના China Illustrata ના ૧૬૨ અને ૧૬૩ પાના વચ્ચે જોવા મળશે, જો કે, સંસ્કૃતના પ્રથમ નમૂના ઈ.સ.૧૬૬૭ જેટલા વહેલા છાપવામાં આવ્યા હતા, તેમ છતાં સંસ્કૃત હસ્તપ્રતોની સર્વપ્રથમ સૂચિ ઈ.સ.૧૮૦૭માં એટલે કે કિચરનું China Illustrata બહાર પડ્યું ત્યાર પછી ૨૪૦ વર્ષે પ્રકાશિત થઈ. ઈ.સ. ૧૮૦૭થી માંડીને ભારતમાંની તથા બહારની સંસ્કૃત અને અન્ય હસ્તપ્રતોની સૂચિ તૈયાર કરવાના કાર્યનો વિકાસ પ્રસ્તુત નોંધની પાછળ જોડેલા ગ્રંથસૂચિઓના સૂચિપત્રને આધારે તૈયાર કરેલી નીચેની સારણી પરથી સ્પષ્ટ થશે. :ઈ.સ. | લેખક યા સંગ્રહકર્તા હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન | ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ ૧૮૦૭ | 'Sir William Jone' Works” ના સંપાદક ૧૮૨૮] એચ.એચ. વિલ્સન ૧૮૩૮ ફોર્ટ સેન્ટ વિલિયમ કલકત્તા ૧૮૪૬ 1 ઓટો બોટલિગ સેટ પિટર્સબર્ગ સેટ પિટર્સબર્ગ ૧૮૫૩ એ. વેબર બલિન બલિન ૧૮૫૭ ] વિલિયમ ટેલર ફોર્ટ સેન્ટ જ્યોર્જ મદ્રાસ ૧૮૫૯ ફિટ્ઝવર્ડ હોલ લંડન લંડન કલકત્તા કલકત્તા ૮. જુઓ બર્નિયર કૃત "Travels', પૃ.૩૩ર, પાદટીપ ૧-૩. ૯. એજન, કિર્ચર (જન્મ : ઈ.સ.૧૬૦૨ અને અવસાન ઈ.સ.૧૬૮૦ રોમમાં) એકવાર યુટર્સબર્ગમાં પૌર્વાત્ય ભાષાઓનાં પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. ભારતીય ચિત્રકલાને અનુસરનારાં અન્ય વિશિષ્ટ કોતરકામો માટે જુઓ, China Illustrata પૃ.૧૫૬-૧૬૨. ઑફેટ તેમના Catalogus Catalogorum માં તુટર્સબર્ગમાં પ્રો.જુલિયસ જોલીનાં કબજામાં તથા યુટર્સબર્ગમાં યુનિવર્સિટીમાં રહેલી હસ્તપ્રતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ Catalogue Catalogorum III 4.8) ૧૦. જુઓ Sir William Jones' Work લંડન, ૧૮૦૭નું વોલ્યુમ ૧૩, પૃ.૪૦૧૪૧૫. અહીં સર વિલિયમ જોન્સ અને લેડી જોન્સે પ્રસ્તુત કરેલી “સંસ્કૃત અને અન્ય પૌર્વાત્ય હસ્તપ્રતોની ગ્રંથસૂચિ' છાપવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162