________________
પરિશિષ્ટ-૧
દ્વારા વિભિન્ન હસ્તપ્રતોને તેમના મૂલસ્રોતોમાંથી ઊતરી આવેલી દર્શાવાય છે
અને તેમનો પારસ્પરિક સંબંધ સ્પષ્ટ થાય છે. વાચના (Recension): આ શબ્દ સામાન્ય રીતે સંચરણ દરમ્યાન મૂલાદર્શમાંથી પાક્યગ્રંથના
વિભિન્ન શાખાઓ – પરંપરાઓમાં થતા પ્રથમ વિભાજન માટે પ્રયોજાય છે. વાચનાના ક્રમશઃ ઉપશાખાઓમાં થતાં વિભાજનમાંથી આપણને “ઉપવાચના” પ્રાપ્ત થાય છે. તેમાંથી ઉત્તરોત્તર વિભાજન થતાં “રૂપાન્તર અને તેથી આગળ
“ઉપરૂપાન્તર' પ્રાપ્ત થાય છે. વિસ્તૃત પાઠ (વાચના) (Textus Ornatior) : જેમાં પાઠ્યગ્રંથનો વિસ્તૃત પાઠ સચવાયેલો
હોય તે વાચના યા રૂપાંતર યા હસ્તપ્રત. શોધપત્ર: કેટલાક પરિચ્છેદ શરૂઆતની પ્રતિલિપિમાં લહિયા દ્વારા અજાણતાં રહી ગયા
હોય અથવા અન્ય હસ્તપ્રતોમાં તે મળતા હોય અને લહિયાએ, સંપાદકે યા હસ્તપ્રતોના માલિકે તેની પોતાની પ્રતિલિપિમાં ઉમેર્યા હોય. આવા પરિચ્છેદોને
હસ્તપ્રતમાં એક વધારાના પાન પર લખવામાં આવે તેને શોધપત્ર કહે છે. સમવર્ણલોપ (સમાક્ષરલોપ) (Hypography): ગમે તે પ્રકારે લખાણમાં કંઈક રહી જવું તે. સમીક્ષાત્મક સંસ્કરણ (Critical Recension): પાઠ્યગ્રંથને શક્ય હોય ત્યાં સુધી તેના મૂળ
સ્વરૂપ સુધી લઈ જવો તે. ‘મૂળ સ્વરૂપ”નો અર્થ આપણે લેખક દ્વારા અભિપ્રેત
સ્વરૂપ' એમ ઘટાવીએ છીએ. સમીક્ષાત્મક સામગ્રી (Apparatus Criticus) : કોઈ એક મૂળ પાઠ્યગ્રંથની વિભિન્ન
હસ્તપ્રતોના સંતુલનમાંથી તારવેલી સામગ્રી, જેને આધારે અધિકૃત વાચના તૈયાર થઈ શકે. સામાન્ય રીતે સ્વીકૃત પાઠની નીચે તેને વ્યવસ્થિત રૂપે રજૂ
કરવામાં આવે છે. તે સિવાય અલગ પરિશિષ્ટ રૂપે પણ તેને રજૂ કરી શકાય. સહાયક સામગ્રી (Testimonium) : પ્રત્યક્ષ દસ્તાવેજીય પ્રમાણ (હસ્તપ્રતો) સિવાયનાં
પરોક્ષ પ્રમાણો, જેમ કે ઉદાહરણો, ટીકાઓ, અનુવાદો, સંક્ષેપો, સારસંગ્રહો, પ્રતિકાવ્યો (Parody) આદિમાં પ્રાપ્ત થતાં પ્રમાણ, જે સંચરિત પાઠ(મૂળપાઠ)ની
સ્થિતિનો નિર્ણય કરવામાં સહાયરૂપ બને. સંકેત (સાંકેતિક) ચિહ્ન (Siglum) : (હસ્તપ્રતનું) સંક્ષિપ્ત ઓળખ ચિહ્ન, સામાન્યત:
વર્ણમાલાનો કોઈ અક્ષર અથવા કોઈ સંખ્યા અથવા બંનેનો સમન્વય, જે દ્વારા
સમીક્ષાત્મક સામગ્રીમાં હસ્તપ્રતને દર્શાવવામાં આવે. સંક્ષિપ્ત પાઠ(વાચના) (Textus simplicior): જે વાચના, રૂપાંતર યા હસ્તપ્રતમાં વધુ ટૂંકો
પાઠ સચવાયેલો હોય. સંચ(ચા)રણ (Transmission) : મૂળમત અથવા તે પછીની હસ્તપ્રતોમાંથી
પ્રતિલિપીકરણની લાંબી પરંપરા દ્વારા પાઠ્યગ્રંથનું સંરક્ષણ. આ સઘળી હસ્તપ્રતો