________________
પરિશિષ્ટ-૧
૯૩
પરિશિષ્ટ-૧ પાઠ - સમીક્ષામાં પ્રચલિત કેટલાક મહત્ત્વના
પારિભાષિક શબ્દોની સૂચિ
અક્ષરલોપ (Lipography અથવા Parablepsia) : કોઇપણ પ્રકારનો વર્ણ અથવા અક્ષરનો
લોપ. અધિકૃત વાચના (Critical Recension) : પાઠ્યગ્રંથનું યથાશક્ય મૂલસ્વરૂપ. જુઓ -
સમીક્ષાત્મક સંસ્કરણ. અનુમાન (Conjecture) : હસ્તપ્રતના પ્રમાણ કરતાં આગળ વધી સામાન્ય બુદ્ધિ દ્વારા થતા
તર્કની પ્રક્રિયા દ્વારા પાઠ્યગ્રંથના અમુક પાઠનિર્ણય માટે માનવીય મેધાવિતાનો પ્રયોગ. આ પ્રકારે સંશોધિત પાઠને “અનુમાનાત્મક સંશોધન' (Conjectural
emendation) કહે છે. અનુમાનિત સમાન પૂર્વજ (Hypothetical Common Ancestor) : જે હસ્તપ્રત આજે
વર્તમાન ન હોય પરંતુ વર્તમાન હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધને સમજાવવા માટે ભૂતકાળમાં કોઈ સમયે જેનું અસ્તિત્વ ધારી લેવું પડે તેવી હસ્તપ્રત. આ
હસ્તપ્રતને આવી બધી જ હસ્તપ્રતોનો મૂલસ્રોત માનવામાં આવે છે. અનુલેખનીય સંભાવના (Transcriptional Probability): જુઓ - દસ્તાવેજીય સંભાવના. અનુસંધાન (Heuristics) : પાઠ-સમીક્ષા માટેની સામગ્રી (હસ્તપ્રતો, સહાયક સામગ્રી,
વગેરે) એકત્રિત કરવી અને તેમનો પરસ્પર સંબંધ સ્થાપિત કરવો તે. અપપાઠઃ (Mislection) અશુદ્ધ પાઠ, દોષયુક્ત પાઠ. અર્થઘટન (Exegesis): સંશોધનનો આશ્રય લીધા વિના જ હસ્તપ્રતોના અભિસાક્ષ્ય પ્રમાણ)
દ્વારા પ્રસ્તુત થતી સામગ્રીમાંથી બંધબેસતા અર્થની તારવણી. “સંશોધન' આ
અભિસાશ્યથી આગળ જવાનો પ્રયાસ કરે છે. અશુદ્ધિ (Corruption) : ભૂલોને કારણે પેદા થતી વિકૃતિ - પાઠના કોઈ પણ શબ્દ યા
પરિચ્છેદનું ક્ષતિયુક્ત અર્થાત્ દૂષિત સ્વરૂપ. અંતરંગ (આન્સર) સંભાવના (Intrinsic Probability) : પાઠના સંદર્ભ પર આધારિત
સંભાવના. આન્તરિક અર્થાત્ આવશ્યક સંભાવના. આકસ્મિક (Accidental) : જે જાણી જોઈને યા ઈરાદાપૂર્વક ન કરવામાં આવ્યું હોય, જે