________________
પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો
કરે છે; તેઓ મૂલનો પાઠ પૃષ્ઠના ઉપરના ભાગમાં અને સમીક્ષાત્મક સામગ્રી નીચેના ભાગમાં રજૂ કરે છે. બીજા કેટલાક આ સામગ્રીને ગ્રંથને અંત ‘પાઠાંતરો' (variant readings) તરીકે આપે છે. સમીક્ષાત્મક સામગ્રીની બાબતમાં ખરું પાંડિત્ય કેવળ પાઠાંતરો આપવા કરતાં કંઈક જુદું છે. પરંતુ ગમે તેમ તો પણ જે પૃષ્ઠ પર મૂલ પાઠ છપાયો હોય તે જ પૃષ્ઠ પર તે પાઠના નિર્ધારણ માટે ઉપયોગમાં લીધેલી સર્વ સામગ્રી પ્રસ્તુત કરવાથી વાચકને ઘણી સરળતા રહે છે. અને મોટા ભાગનાં સમીક્ષાત્મક સંપાદનોમાં આ જ પદ્ધતિ સમાન રીતે અપનાવવામાં આવેલી હોય છે.
૧
અહીં આપણે એક બાબતની વિચારણા કરી નથી. જ્યારે લેખકનો સ્વહસ્તલેખ અને તેની પ્રતિલિપિ (પછી ભલે તે તાત્કાલિક અર્થાત્ પ્રથમ પ્રતિલિપિ હોય કે પાછળનીમધ્યવર્તી પ્રતિલિપિ હોય) વચ્ચે સમયનો મોટો ગાળો ન હોય અને પ્રતિલિપિ પાઠ્યગ્રંથની બચેલી શ્રેષ્ઠ હસ્તપ્રત હોય તો સર્વોત્તમ પદ્ધતિ એ છે કે પ્રતને અલ્પતમ પરિવર્તન સાથે, પ્રતિલિપિકારની દેખીતી અને અનિવાર્ય ભૂલોને સુધારી લઈ છાપી દેવી અને અન્ય મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો તેનાથી જુદી પડતી હોય તેની નોંધ સમીક્ષાત્મક સામગ્રીમાં કરવી, જો કે આ પદ્ધતિ મર્યાદિત પ્રમાણમાં જ કાર્યક્ષમ છે અને તે છેલ્લાં સાતસો કે આઠસો વર્ષમાં થઈ ગયેલા લેખકોની કૃતિઓને જ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જ્ઞાનેશ્વરીની એક પ્રતિલિપિ અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે, જે જ્ઞાનદેવના મૂળ લિપિકાર (amanuensis) સચ્ચિદાનંદ બાબાના શિષ્યે શક સંવત ૧૨૭૨માં (ઈ.સ.૧૩૫૦)૧ સ્વહસ્તલેખ પછીના સાઠ વર્ષના જ ગાળામાં તૈયાર કરી હતી. આ કૃતિની એકનાથ પૂર્વેની અન્ય હસ્તપ્રતોના અભાવમાં સમીક્ષાત્મક સંપાદન કરનાર માટે એક જ રસ્તો ખુલ્લો છે અને તે એ કે કેવળ દેખીતી લેખનગત ભૂલોને સુધારી લઈ આ હસ્તપ્રતનો પાઠ છાપી દેવો અને અન્ય સર્વ હસ્તપ્રતો જેમના પર તેમનો સમય અંકિત કરવામાં આવ્યો હોય તથા જેમના ૫૨ સમયાંકન ન થયું હોય છતાં જે મહત્ત્વપૂર્ણ હોય અને પ્રાચીન દેખાતી હોય એવી સર્વ હસ્તપ્રતોનાં પાઠાન્તરો સમીક્ષાત્મક ટિપ્પણમાં નોંધવાં. જો આથી પણ વધુ પ્રાચીન સમયની કોઈ પ્રતિલિપિ મળી આવે અને આ હસ્તપ્રત સાથે તેની તુલના કરતાં આ નવી મળી આવેલી પ્રતિલિપિ ઉચ્ચતર જણાય તો હવે આપણું કાર્ય આ વધુ પ્રાચીન પ્રતિલિપિના પાઠને સ્વીકારવાનું અને બીજી હસ્તપ્રતની મદદથી તે પાઠની પ્રામાણિકતા
૧.
આ હસ્તપ્રતની માઈક્રોફિલ્મ ડેક્કન કૉલેજ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટમાં છે. હસ્તપ્રતના સમયનો બીજો આંકડો ભૂંસાઈ ગયો છે. પરંતુ તેના પાઠોને આધારે હસ્તપ્રત ઈ.સ. ૧૩૫૦માં લખાયેલી ખરેખરી મૂળ પ્રત નહિ તો પણ તે મૂળ પ્રત (સ્વહસ્તલેખ) પરથી જ તૈયાર કરેલી પ્રતિલિપિ હોવાનું અવશ્ય માની શકાય. આ હસ્તપ્રતની શોધ અને તેની માઈક્રોફિલ્મ આ ઇન્સ્ટિટ્યૂટના રજિસ્ટ્રાર ડૉ. આર.જી. હર્ષેની ધગશને આભારી છે.