________________
૯૦
ભારતીય પાઠ-સમીક્ષા
શાસ્ત્ર (stylistics) ના અભ્યાસની દષ્ટિએ અત્યંત આવશ્યક છે. જે પરિશિષ્ટો અને સૂચિઓ (index) સંપાદકે આપવી હિતાવહ છે, તેમાં નીચેનાનો સમાવેશ થવો જોઈએ - (૧) પાઠ્યગ્રંથમાં આવતા સર્વ શ્લોકોની પાદ-સૂચિ. આ શ્લોકો નિર્ધારિત
પાઠમાં હોય અથવા સમીક્ષાત્મક સામગ્રીમાં અથવા લાંબા પ્રક્ષેપો માટેના પરિશિષ્ટમાં હોય. સર્વ અપ્રચલિત શબ્દોની વર્ણાનુક્રમે સૂચિ, જો શક્ય હોય તો સંપૂર્ણ શબ્દસૂચિ. પાઠ્યગ્રંથ તેમજ સમીક્ષાત્મક સામગ્રીમાં આવતા બધા જ શબ્દોની સૂચિ. અહીં તે શબ્દ જ્યાં આવતો હોય તેવાં એકાદ બે સ્થળોનો જ
ઉલ્લેખ કરવો. (૪) પાઠ્યગ્રંથમાં સમાયેલી સંપૂર્ણ ઐતિહાસિક અને ભૌગોલિક માહિતીની
સૂચિ. આમાં વ્યક્તિવાચક નામોની સંપૂર્ણ સૂચિનો પણ સમાવેશ
થવો જોઈએ. પાઠ્યગ્રંથમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતાં વિભિન્ન મુદ્રિત સંપાદનોની અનુક્રમણિકા પણ હોવી જોઈએ, જેથી પ્રસ્તુત સંપાદનના સંદર્ભોને અન્ય સંપાદનોના સંદર્ભોમાં સહેલાઈથી રૂપાંતરિત કરી શકાય. આ સર્વે સમીક્ષાત્મક પાઠ-સંપાદનના આવશ્યક ઉપસિદ્ધાંતો છે.
અન્ય ગ્રંથોમાં જો સમાંતર રૂપાંતરો ઉપલબ્ધ થતાં હોય તો સંપાદકે તેમની ચર્ચા એક અલગ પરિશિષ્ટમાં કરવી જોઈએ. આ રૂપાંતરોનું યથાર્થ અર્થઘટન ઉચ્ચતર સમીક્ષાનો વિષય બને છે, અને તેથી પ્રસ્તુત પુસ્તકમાં તેની ચર્ચા કરી નથી.
આપણે અહીં જે ચર્ચા કરી છે તને “સામાન્ય પાઠ-સમીક્ષા' (Lower Criticism of the text)) (g{- Niedere Textkritik 24491 $74 Critique Verbale) sjalui આવે છે, જેમાં આપણે અનુસંધાન (Heuristic), સંસ્કરણ (Recensio) અને સંશોધન (Emendatio) એટલા વિષયોને જ આવરી લીધા છે. ઉચ્ચતર સમીક્ષાનો વિષય એક સ્વતંત્ર પુસ્તકમાં ચર્ચાય તે કદાચ વધુ હિતાવહ ગણાય. કારણ કે ભારતમાં અત્યાર સુધી તો તેના અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નથી, અને તે એ દષ્ટિએ કે એક તરફ અહીં ગ્રંથોના ચોક્કસ કાલાનુક્રમનો અભાવ છે, તો બીજી તરફ સાહિત્યના અમુક નિશ્ચિત યુગોના ગહન અધ્યયનનો પણ અભાવ છે.
અંતમાં સમીક્ષાત્મક સામગ્રીને પ્રસ્તુત કરવાની વિવિધ પદ્ધતિઓ વિષે અહીં બે શબ્દો ઉમેરી શકાય. કેટલાક આ સામગ્રીને તાત્કાલિક તે જ પૃષ્ઠ પર આપવાનું પસંદ