________________
પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો
(૧)
(૨)
(૩)
(૪)
e
જેમનો ગ્રંથના પાઠમાં ઉલ્લેખ ન થયો હોય એવા મૂલાદર્શથી જુદા પડતા પાઠોનો સંક્ષિપ્ત ઉલ્લેખ.
લહિયાની ભૂલો સહિત, અસ્વીકૃત પાઠાંતરોનો ઉલ્લેખ. આ ઉલ્લેખનો હેતુ એ પાઠાંતરો પાઠ-નિર્ણય માટે લક્ષમાં લેવા યોગ્ય નથી એમ દર્શાવવાનો નથી, પરંતુ વાચકને જણાવવાનો છે કે અહીં આ જગ્યાએ પાઠ મૂલાદર્શ પર્યંત પહોંચતો નથી, પરંતુ સંચરણપરંપરાના એક નીચલા સ્તર સુધી જ પહોંચે છે.
ઉપ-પાઠાંતરો (sub-variants) નો ઉલ્લેખ, જો તેઓ એકબીજાથી અથવા મુખ્ય પાઠાંતરોથી જુદાં પડી આવતાં હોય તો.
વધુ પાઠભેદોવાળી હસ્તપ્રતો (variant-bearers) ના સમાન પાઠોનો
ઉલ્લેખ.
અમુક વ્યક્તિગત અર્થાત્ સ્વતંત્ર હસ્તપ્રતોમાં અથવા હસ્તપ્રતોના સમૂહમાં પ્રવેશેલા ટૂંકા પ્રક્ષેપોને પણ સમીક્ષાત્મક ટિપ્પણમાં સમાવી લેવા જોઈએ. લાંબા પ્રક્ષેપો માટે પરિશિષ્ટની યોજના કરી શકાય. કોઈ એકાદ હસ્તપ્રત અથવા બહુ નાના કે નગણ્ય હસ્તપ્રતસમૂહના પ્રમાણ ૫૨ આધારિત નાના પ્રક્ષેપો અથવા વધારાના પરિચ્છેદોનો સમાવેશ પણ પરિશિષ્ટમાં થઈ શકે. સમીક્ષાત્મક સામગ્રીની પાદટીપમાં પણ આવા વધારાના પરિચ્છેદો પાઠ્યગ્રંથમાં કયે સ્થળે આવેલા છે તે દર્શાવવું જોઈએ. આ રીતે, સમીક્ષાત્મક સામગ્રી અને લાંબા પ્રક્ષેપો તથા ઉમેરાઓ દર્શાવતાં પરિશિષ્ટો સાથે મળીને પાઠનિર્માણ અર્થે ઉપલબ્ધ સમસ્ત હસ્તપ્રત સામગ્રીનો પરિચય આપશે, અને સમીક્ષાત્મક સંસ્કરણની દૃષ્ટિએ સંપાદકનું કર્તવ્ય હવે સમાપ્ત થાય છે. તે પ્રસ્તાવનામાં પોતાના સમીક્ષા-કાર્ય માટે ઉપયોગમાં લીધેલી સામગ્રી વિષેની બધી જ પ્રસ્તુત માહિતી તથા પાઠ-નિર્ધારણમાં પ્રયોજેલા સિદ્ધાંતો રજૂ કરે છે, અને સમીક્ષાત્મક સંસ્કરણમાં નિર્ધારિત પાઠ ઉપરાંત તે પાઠ-નિર્ધારણ જે સંભાવનાઓને આધારે કરવામાં આવ્યું છે તે પણ સ્પષ્ટપણે દર્શાવે છે. તદુપરાંત તે ‘સમીક્ષાત્મક સામગ્રી’ (apparatus criticus) પ્રસ્તુત કરે છે. જેમાં સમસ્ત હસ્તપ્રત સામગ્રીને સુવ્યવસ્થિત રૂપે વર્ગીકૃત કરી નિશ્ચિત સિદ્ધાંતોને આધારે રજૂ કરવામાં આવી હોય છે. મર્મજ્ઞ વાચક સમક્ષ હવે સમગ્ર મહત્ત્વપૂર્ણ સામગ્રી પડેલી છે, જેને આધારે તે સંપાદકે નિર્ધારિત કરેલા પાઠ સાથે સંમત થાય અથવા તે જાતે જ પોતાના અનુભવના બળે અહીં પ્રસ્તુત કરાયેલ સામગ્રીને આધારે પોતાને મનપસંદ પાઠનું નિર્ધારણ કરે.
હવે આપણે સમીક્ષાત્મક સંપાદનના એક બીજા પાસા તરફ આવીએ, જે વાસ્તવમાં તો પાઠ-સમીક્ષાનો ભાગ ન પણ ગણાય. તેમ છતાં જે કોશ-શાસ્ત્ર (lexicon) તેમ જ શૈલી