________________
ભારતીય પાઠ-સમીક્ષા
કેવળ અકસ્માતથી બન્યું હોય તે. ખાસ કરીને જ્યારે ઉમેરો, ત્રુટિઓ યા લોપ
જાણીબૂઝીને ન થયાં ત્યારે આ શબ્દ પ્રયોજાય છે. આદર્શપ્રત (Exemplar) : જે હસ્તપ્રત આગળના પ્રતિલિપીકરણ માટેની “પ્રત’ બને, જે
નમૂનાના મૂલસ્રોતમાંથી પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવે તે પ્રત. સરખાવો
સંસ્કૃતમાં પુસ્તમ્ આનુમાનિક પાઠાન્તર (Presumptive variant) : સંમિશ્રિત હસ્તપ્રતમાંના એકલવાયા
પાઠ. સામાન્ય સંયોગોમાં આવા પાઠને પાઠ-નિર્ધારણ માટે અવગણવામાં આવે છે. પરંતુ તે અશુદ્ધ હોવા સંબંધી પ્રમાણના અભાવમાં તે સ્વતંત્ર પાઠ તરીકેનું
મહત્ત્વ ધરાવે છે અને આમ પાઠાન્તર તરીકે ગણાવાને હકદાર છે. આનુવંશિક પદ્ધતિ (Genealogical Method): જુઓ – વંશાનુક્રમ પદ્ધતિ. ઉચ્ચતર સમીક્ષા (Higher Criticism) : પાસમીક્ષાની પ્રશિષ્ટ પદ્ધતિ પ્રમાણે પાઠસમીક્ષાનું
ચતુર્થ અર્થાત્ અંતિમ સોપાન. અહીં લેખક દ્વારા ઉપયુક્ત સ્રોતોનું પૃથક્કરણ છે. ઉપ-પાઠાન્તર (Sub-variant) : ઉપવાચનામાં યા રૂપાન્તરમાં નોંધાયેલ પાઠાન્તર, જેની
સામાન્ય સંયોગોમાં મૂલાદર્શના પાઠ-નિર્ધારણ માટે ઉપેક્ષા કરવામાં આવે છે
પરંતુ જે વાચનાના પાઠ-નિર્ધારણ માટે આવશ્યક બને છે. ઉપ-મૂલાદર્શ (Hyparchetypus અથવા Sub-archetype) : પાઠ્યગ્રંથના સંચરણમાં
મૂલાદર્શ પછીનો વર્તમાન હસ્તપ્રતોનો કાલ્પનિક મૂલસ્રોત. સંચરણ-પરંપરામાં પ્રથમ વિઘટનનો પ્રારંભ મૂલાદર્શથી થાય છે; ઉપ-મૂલાદર્શ દ્વિતીય વિઘટન
સૂચવે છે. ઉપ-વાચના (Sub-recension) : કોઈ પણ વાચના સંચરણ દરમ્યાન વિવિધ શાખાઓમાં
વિભાજિત બને છે. આગળ જતાં આ શાખાઓ વધુ વિભાજનના સ્રોત બને છે.
આ સ્રોતને ઉપ-વાચનાઓ કહે છે. ઉપાત્ત ટિપ્પણી (Marginalia) : હાંસિયામાં કરેલી નોંધ. ઘણીખરી હસ્તપ્રતોમાં તે જોવા
મળે છે. ગૌણ (Secondary) : જે “મૂળ' (Original) અર્થાતુ લેખક દ્વારા અભિપ્રેત ન હોય, તેમ
છતાં પાઠ-સંચરણના વિવિધ તબક્કાઓમાં જેને સ્થાન પ્રાપ્ત થાય તેને માટે પ્રયોજાતો શબ્દ. બે હસ્તપ્રતો યા રૂપાન્તરોનો ગૌણ સંબંધ એટલે સંચરણમાં મૂલાદર્શ પછીના કોઈ એક સમાન સ્રોત યા સ્રોતોમાંથી તે બંનેનું ઊતરી
આવવું તે. ટિપ્પણ (Gloss) પાઠમાંના શબ્દને સમજાવવા હાંસિયામાં અથવા બે પંક્તિઓની વચ્ચે
મૂકવામાં આવતો શબ્દ.