________________
પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો
મૂલ્યાંકન આપવું જોઈએ. ઉચ્ચતર સમીક્ષાની સમસ્યાને આપણે ચર્ચા ન હોવાથી લેખકે ઉપયોગમાં લીધેલા સ્રોતોના પૃથક્કરણ માટે પ્રયોજાતી પદ્ધતિઓનો આપણે અહીં નિર્દેશ નહીં કરીએ. પરંતુ સંપાદક એટલું તો જરૂર કરી શકે કે સમીક્ષાત્મક સામગ્રી (critical, apparatus) માં તે ઉચિત સ્થળે પાઠનાં સમાન્તર રૂપાન્તરોનો નિર્દેશ કરે અને પ્રસ્તાવનામાં તેમની સંક્ષિપ્ત રૂપરેખા આપે. ગ્રંથલેખકે પાઠ્યગ્રંથમાં જે જાણીતી કે અજાણી વિષયની અધિકારી વ્યક્તિઓ, લેખકો તેમજ તેમની કૃતિઓનો ઉલ્લેખ કર્યો હોય તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અન્ય માહિતી, જેમ કે વિશિષ્ટ રાજાઓનાં નામ, રાજવંશોનાં નામ, ઇત્યાદિ, જે પાઠ્યગ્રંથમાં વિભિન્ન સ્થળે પ્રાપ્ત થતી હોય, તે સર્વ સામગ્રીને સંપાદકે ખાસ મહેનત લઈ એકત્રિત કરવી જોઈએ. ગ્રંથલેખકે આપેલાં ઉદાહરણો જેમાંથી લેવામાં આવ્યાં હોય તે મૂળસ્રોતને યથાશક્ય શોધી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તે શોધનાં પરિણામ પ્રસ્તાવનામાં પ્રસ્તુત કરવાં જોઈએ. તે જ રીતે, પાઠ્યગ્રંથ પર ટીકાઓ લખવામાં આવી હોય તો સંપાદકે આ ટીકાકારોનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ આપવો જોઈએ અને પાઠ્યગ્રંથને સમજવા માટે આ ટીકાઓની ઉપયોગિતાની મૂલવણી કરવી જોઈએ. તદુપરાંત સંપાદક તેના પાઠ્યગ્રંથને સાહિત્યિક દૃષ્ટિએ પણ ચર્ચવો જોઈએ અને તે રીતે લેખકનું તે વિશિષ્ટ સાહિત્ય-પ્રકારમાં પ્રદાન, તે વિષયમાં તેનું સ્થાન, તેના વિચારો અને અભિવ્યક્તિને ઘડનારાં પ્રભાવક તત્ત્વો અને તેના પછીના યુગમાં તેની અસરો આદિનો સંક્ષિપ્ત છતાં સમીક્ષાત્મક અહેવાલ અને મૂલ્યાંકન પ્રસ્તુત કરવાં જોઈએ.
પાઠ્યગ્રંથ તરફ આવતાં, આ પ્રકારની અધિકૃત (સમીક્ષાત્મક) વાચનાઓને છાપવાની અનેકવિધ પદ્ધતિઓ જુદા જુદા સંપાદકો દ્વારા અપનાવાયેલી છે. પાઠનું ચાર પ્રકારે વર્ગીકરણ કરી શકાય : સ્વીકૃત, સંદિગ્ધપણે સ્વીકૃત, સંદિગ્ધપણે અસ્વીકૃત અને અસ્વીકૃત. આ વિભિન્ન સ્વરૂપવાળા પાઠોને અલગ દર્શાવવા માટે કોઈ નિશ્ચિત નિયમો બનાવવામાં આવ્યા નથી. સંપાદક જે કોઈ પદ્ધતિ અપનાવે તે તેણે તેની સંક્ષેપ (abbreviations) અને ધ્વનિચિહ્નો (diacitical signs) ની સૂચિમાં સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. સામાન્ય પદ્ધતિ એવી છે કે અનુમાનાત્મક સંશોધનને તે પ્રકારના સંશોધન પૂર્વે ફુદડી (*) દ્વારા દર્શાવવું. અન્ય બાબતોમાં કોઈ એક નિશ્ચિત પદ્ધતિ અપનાવવામાં આવેલી નથી. પૉલ માસ નિશ્ચિત પ્રકારો માટે નીચેનાં પ્રતિકો સૂચવે છે: (૧) અનુમાનાત્મક ઉમેરા (સંશોધન) માટે < >ચિહ્ન વાપરવું અને
અનુમાનને આધારે ઉમેરેલી સામગ્રીને આ ચિહ્નની અંદર મૂકવી. અનુમાનને આધારે સ્વીકૃત પાઠને [0] આ પ્રકારના બેવડા કાટખૂણ કૌંસમાં લખવો.”
(૨)