________________
પાઠ-સંપાદન અંગે વ્યવહાર સૂચનો
જ્યાં શક્ય હોય ત્યાં સંપાદકે તેની હસ્તપ્રતોનો સંભવિત યા નિશ્ચિતપણે - નોંધાયેલો સમય હસ્તપ્રત માટે પ્રયોજેલ સાંકેતિક ચિહ્ન (siglum)ની ઉપર આંકડા દ્વારા દર્શાવવો જોઈએ. તે આંકડો ઈ.સ.ની શતાબ્દી સૂચવે છે. જેમ કે ' સૂચિત કરે છે કે મ દ્વારા દર્શાવાયેલી હસ્તપ્રત ૧૧મી શતાબ્દીમાં કોઈક સમયે તૈયાર કરવામાં આવી હતી. તે જ રીતે ૩૪ નો અર્થ એમ થશે કે શું હસ્તપ્રતનો સમય ઈ.સ.ની ૧૩મી અને ૧૪મી શતાબ્દી વચ્ચે છે. જો નિશ્ચિત પ્રમાણોને આધારે ચોક્કસપણે સમય દર્શાવવો શક્ય ન હોય પરંતુ બહિરંગ પ્રમાણોને આધારે હસ્તપ્રતની ઉત્તર-મર્યાદાનો નિર્ણય થઈ શક્તો હોય તો તે મર્યાદા પણ તે જ રીતે આંકડાની સાથે ફુદડી જોડીને દર્શાવી શકાય, જેમ કે વ .
ઉપર્યુક્ત પ્રકારે વંશવૃક્ષ તૈયાર કર્યા બાદ તરત જ વંશવૃક્ષમાં પ્રયોજાયેલાં સાંકેતિક ચિહ્નોનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ, અને ત્યાર બાદ પાઠ્યગ્રંથની વાચનાઓ (recensions) અને તેમનાં રૂપાન્તરો(versions)ના સર્વેક્ષણની ચર્ચા કરવી જોઈએ.
આ પ્રકારના સમીક્ષાત્મક સર્વેક્ષણમાં સંપાદકે પ્રથમ તો વિભિન્ન વાંચનાઓ વચ્ચે પ્રવર્તતી મુખ્ય સમાનતાઓ અને વિષમતાઓ દર્શાવવી જોઈએ. અને પછી પ્રત્યેક વાચનાનાં વિભિન્ન રૂપાંતરો વચ્ચે પણ જે સમાનતાઓ અને વિષમતાઓ હોય તેમની આ જ પ્રકારે ચર્ચા કરવી જોઈએ. જો પાક્યગ્રંથની સ્થાયી રૂપે સ્વીકારાયેલી (normalized) પ્રત મળતી હોય, જેને સામાન્ય રીતે પ્રચલિત પાઠ” (vulgate) કહેવામાં આવે છે, તો સંપાદક વાચનાઓ અને પ્રચલિત પાઠ (vulgate) વચ્ચેના મુખ્ય ભેદ દર્શાવવા જોઈએ. સમાન રીતે સતતપણે જોવા મળતા પાઠભેદ અને સંખ્યાબંધ વિવિધ પ્રકારની વિસંગતિઓ-ક્ષતિઓને કારણે વાચનાઓ એકબીજાથી જુદી પડી જાય છે. આથી આ અસમાનતાઓનું વર્ગીકરણ કરી તેમનો પ્રસ્તાવનામાં નિર્દેશ કરવો જોઈએ, કારણ કે આવી બાબતોને આધારે તો સંપાદક વાચનાઓની કલ્પના કરતો હોય છે. અને સમીક્ષાત્મક દૃષ્ટિએ પાઠ્યગ્રંથનો અભ્યાસ કરનાર વાચકની સામે સંપાદકે જે તારણ તારવ્યાં હોય તે પ્રસ્તુત થવાં જોઈએ. આ તારણો લિખિત પ્રમાણો દ્વારા સારી રીતે પ્રમાણિત થયેલાં હોવાં જોઈએ.
વાચનાઓની ચર્ચા કર્યા બાદ સંપાદકનું પછીનું કાર્ય વિભિન્ન રૂપાંતરો અને તેમની હસ્તપ્રતોનાં સ્વરૂપ અને પારસ્પરિક સંબંધોનું મૂલ્યાંકન કરવાનું છે. અહીંના ઉલ્લેખો શક્ય તેટલા વધુ વિગતવાર હોવા ઘટે, જેથી હસ્તપ્રત – સામગ્રના વર્ગીકરણની તર્કસંગતતા પ્રતીત થાય. આ માટે સંપાદિત ગ્રંથમાંથી પ્રમાણો આપીને રૂપાન્તરોમાંની -વ્યક્તિગત હસ્તપ્રતો વચ્ચે પ્રવર્તતી સમાનતાઓ અને વિષમતાઓની યોગ્ય રીતે ચર્ચા
કરવી જોઈએ. જ્યારે વાચના અને તેનું વિભિન્ન રૂપાન્તરોમાં વિભાજન એ બે વચ્ચે - ઉપવાચનાઓ અસ્તિત્વ ધરાવતી હોય ત્યારે ઉપવાચનાનું પણ તેટલું જ વિગતવાર ઊંડું