________________
ભારતીય પાઠ-સમીક્ષા
ઊતરી આવેલી હોય તે સિવાયની બધી જ વર્તમાન સ્વતંત્ર હસ્તપ્રતોનો સંપાદન - કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ.
૮૨
સમીક્ષાત્મક સામગ્રીની પસંદગી કરવામાં કેટલીક બાબતો લક્ષમાં લેવી જોઈએ; જેમ કે હસ્તપ્રતો જે લિપિઓમાં લખાઈ હોય તે લિપિ અથવા તેઓ મૂળ જ્યાંથી પ્રાપ્ત થઈ હોય તે સ્થળો, તેમનો કાલક્રમ, અથવા કોઈ એક રૂપાંતરમાંની સામ્ય ધરાવતી હસ્તપ્રતોની તુલનામાં વિષમતા ધરાવતી અર્થાત્ અસંગત હસ્તપ્રતોને પ્રધાનતા ઇત્યાદિ. આ સામાન્ય પરિચયમાં સમીક્ષાત્મક સામગ્રીની પસંદગી માટેનાં આ બધાં કારણો સ્પષ્ટતાથી અને સંક્ષેપમાં જણાવવાં જોઈએ.
ત્યારબાદ સંપાદકે તેણે કરેલા સંતુલનને આધારે હસ્તપ્રતોનું વાચનાઓમાં અને રૂપાંતરોમાં વર્ગીકરણ સંક્ષેપમાં દર્શાવવું જોઈએ. અને પછી આ વર્ગીકરણ પ્રમાણે તેની સમીક્ષા-સામગ્રીમાં સમાવાયેલી હસ્તપ્રતોની સૂચિ આપવી જોઈએ. આ સૂચિ દરેક હસ્તપ્રતનાં વાચના અને રૂપાંતરની નીચે આપવી જોઈએ. અહીં પ્રારંભમાં હસ્તપ્રતો માટેનું સાંકેતિક ચિહ્ન (siglum) યા સંક્ષિપ્ત રૂપ દર્શાવવું જોઈએ, જે દ્વારા સંપાદકે તેની સમીક્ષાત્મક સામગ્રી (apparatus criticus) માં તે હસ્તપ્રતના પાઠો જણાવ્યા હોય; અને ત્યાર પછી જ્યાં તે હસ્તપ્રત સચવાયેલી હોય તે સ્થળનું નામ, ગ્રંથાલયનું નામ અને તે ગ્રંથાલયની ગ્રંથસૂચિમાં તેને આપવામાં આવેલો ઓળખ ક્રમાંક (identification number) અને તેનો સમય (જો તેના ઉપર નોંધવામાં આવ્યો હોય તો) વગેરે વિગતો આપવી જોઈએ.
હસ્તપ્રતને સાંકેતિક ચિહ્ન (siglum) આપતી વખતે સંપાદકે પોતાની મરજી મુજબનું ચિહ્ન ન આપવું જોઈએ. સાંકેતિક ચિહ્ન અર્થાત્ સંકેતમાં એવું કંઈક વિશિષ્ટ તત્ત્વ હોવું જોઈએ કે જેથી સમીક્ષાત્મક સામગ્રીમાં તે જે હસ્તપ્રત માટે પ્રયોજાયું હોય તેની આપણને યાદ અપાવે. આ સાંકેતિક ચિહ્નમાં જે સ્થળમાંથી તે હસ્તપ્રત પ્રાપ્ત થઈ હોય તેનો સંકેત હોઈ શકે. અથવા જો પાઠ્યગ્રંથ એક કરતાં વધુ લિપિઓમાં સચવાયો હોય તો હસ્તપ્રતને દર્શાવવા લિપિના નામનો નિર્દેશ કરી શકાય. જ્યારે કોઈ એક લિપિમાં એક કરતાં વધું હસ્તપ્રતો ઉપલબ્ધ હોય અથવા એક સ્થળેથી એક કરતાં વધુ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હોય ત્યારે તેમને એકબીજાથી જુદી પાડવા તેમના સાંકેતિક ચિહ્નની પાછળ નીચે નાના આંકડાનો પ્રયોગ કરી શકાય, જેમ કે 7,, ., ..... જો 7 ચિહ્ન લિપિનું સૂચક હોય તો " નો અર્થ ગ્રંથ લિપિમાં લખાયેલી ર્ હસ્તપ્રતો એવો થશે. જો TM ચિહ્ન પ્રાપ્તિસ્થાનનું દ્યોતક હોય તો આનો અર્થ ગ્વાલિયરમાંથી પ્રાપ્ત થયેલી ર હસ્તપ્રતો થશે. સાંકેતિક અક્ષર અને આંકડાના સંયોજનવાળા આ સાંકેતિક ચિહ્નને શાસ્રીય સ્વરૂપ અર્પવા માટે, આંકડાઓનો ક્રમ, તેઓ જે હસ્તપ્રત દર્શાવતા હોય તેમાં પ્રગટ થતી અશુદ્ધિના
'