________________
ભારતીય પાઠ-સમીક્ષા
નરોત્તમ-નરર્ષમ, અને શબ્દસમૂહની અદલાબદલી માટે “નિ:શ્વસતં યથા નY' ની સામે ‘સમિવ પત્રમ્' નોંધી શકીએ.
| (છ) દેખીતી રીતે બિનમહત્ત્વના જણાતા શબ્દો ઉમેરવા યા કાઢી નાખવા તે આમાં ઘણું કરીને એકાક્ષરી અવ્યયો (નિપાતો યા ઉપસર્ગો), સામાન્ય અવ્યયો અને ઉભયાન્વયી અવ્યયોનો સમાવેશ થાય છે. જેમ કે પંચતંત્ર : TA ૧૩ : થાત્ર મવાન િ વર્તુનામ: SP ૧૧૧ ૩થ મન વિક્ષ્યતિ Hp ૫૫.૪ અને Hm ૧૪.૫ મણ બ્રવીતિ.
(જ) ખોટાં સંસ્મરણો યા સ્મૃતિદોષ : કોઈવાર એમ બનવા સંભવ છે કે લહિયા સમક્ષના પરિચ્છેદમાંની કોઈ એક વસ્તુને કારણે તેને કોઈ બીજી વસ્તુનું સ્મરણ થાય અને પરિણામે તે તેનાં નેત્રો સમક્ષ હોય તે લખવાને બદલે જે તેના મનમાં હોય તે વસ્તુ લખી નાખે.
" જેમકે મહાભારત ૫,૧૨૭, ૨૯માં વન્દ્રિય નિતામત્ય પાઠ છે પરંતુ K D, T, G,,, -માં નિતાત્માને એવો પાઠ જોવા મળે છે. આ પાઠ શ્લોક ૨૨માં વિનિતાત્મા અને ર૭માં નિતાત્મા શબ્દ આવેલા હોવાને પરિણામે છે, જે લહિયાની સ્મૃતિમાં સચવાયેલા છે.
() હાંસિયામાંના લખાણનો ગ્રંથમાં સમાવેશ કરવો તે ઃ આ લખાણમાં સમજૂતી અથવા ભાષ્ય, ઉદાહરણરૂપ ઉદ્ધરણો યા વાચકોની ટીકા-ટિપ્પણ હોઈ શકે. આ રીતે “સંદેશરાસકની હસ્તપ્રતમાં (ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાંના હસ્તપ્રતોના સરકારી સંગ્રહનો ક્રમાંક ૧૮૧/૧૮૮૧-૮૨) ગ્રંથમાં જ આવી ગયેલી કેટલીક છંદોની વ્યાખ્યાઓને મુખ્ય પાઠમાં સમાવવામાં આવી છે. મૂળમાં આ પરિચ્છેદો હાંસિયામાં લખાયેલા હોવા જોઈએ અને પાછળથી ગ્રંથના પાઠમાં પછીના કોઈ પ્રતિલિપિકારે સમાવી લીધા હોવા જોઈએ.
0 (2) પ્રક્ષેપઃ પ્રક્ષેપ એટલે મૂળ પાઠમાં જાણી જોઈને કરવામાં આવેલા વધારાઘટાડા. પ્રતિલિપિ તૈયાર કરતી વખતે અજાણપણે જે ભૂલો થતી હોય છે તમને સુધારવાનો આમાં આશય હોય છે. પ્રક્ષેપ માટે હંમેશા કોઈ ને કોઈ હેતુ હોય છે; જેમ કે, પાઠમાં કોઈ દેખીતી અશુદ્ધિ યા લુપ્તાં(lacuna)ને આમાં સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને ઘણીવાર આ કાર્ય બિન-આવડતભરી રીતે થતું હોય છે. પ્રક્ષેપ(જનો અર્થ સંસ્કારવું, સુધારવું એવો થાય છે)માં વધારો તેમજ ઘટાડો એ બંનેનો સમાવેશ થાય છે. પરંતુ આ ઘટાડા જયારે યોજનાપૂર્વક કર્યા હોય ત્યારે તેમને શોધી કાઢવા મુશ્કેલ બને છે. સામાન્ય રીતે પરિવર્તન યોજનાપૂર્વક કરવામાં આવ્યું છે કે કેમ તે કહેવું ઘણીવાર કઠિન હોય છે.