________________
સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો :
આ દિશામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવેલ મહાભારતના અભ્યાસમાંથી મળેલા અનુભવને આધારે પ્રક્ષેપોનું આપણે નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકીએ -
૧. પાઠની અંદર રહેલી કેટલીક આંતરિક મુશ્કેલીઓને નિવારવા અવેજી (substitution)નો આશ્રય લેવામાં આવે છે.
(અ) કેટલીક હસ્તપ્રતોમાં લહિયા અથવા સમીક્ષકો (redactors) દ્વારા મૂળપાઠના સ્વર સન્ધિના અભાવવાળા અંશhiatus)ને નિવારવા ગુપચુપ કરાયેલા પ્રયત્ન જણાઈ આવે છે. સરખાવો - Polegomena, પૃ.૯૩.
(આ) છંદની મર્યાદાથી વધુ અક્ષરો ધરાવતી (hyper-metric) પંક્તિઓને સુધારવાના પ્રયત્ન : ૧, ૨૦ વિનતાં વિષાણવનાં > v.૧. વિષહપ વિનામ, વિનતાં વીનવતનામ, વિષUવનાં |
(ઈ) વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ પ્રયોગોને દૂર કરવાના પ્રયાસ :- મહાભારત ૫,૮૬, ૧૬ થતો વિમાનીમવત્ : S માં વિના વ્યથિતોડવ.
(ઈ) આર્ષપ્રયોગ અને કઠિન યા અપરિચિત શબ્દો અને શબ્દસમૂહોનું નિવારણ મહાભારત ૫,૩૪,૭૮ N અપાવીનર : આ સપનોતાન.
(ઉ) કઠિન અથવા વિચિત્ર વાક્યરચના અથવા અર્થમાં સુધારો કરવો :
મહાભારત ૫,૭,૨૯ N si વાપહૃત સાત્વા યુદ્ધાનું કેને નિતં નમ્l >s wi चापि महाबाहुमामन्त्र्य भरतर्षभ ।
૨. અમર્યાદિત ઉમેરણો : આ ઉમેરણો એક પંક્તિ કે શ્લોક ઉમેરવાથી માંડીને એક લાંબો પરિચ્છેદ કે પછી આખો અધ્યાય યા કાવ્યની રચના સુધીનાં પણ હોઈ શકે છે. પરંતુ આવા પ્રક્ષેપોનું કર્તુત્વ પ્રતિલિપિકારોને લાગુ પાડી શકાય નહીં. હસ્તપ્રતના સમીક્ષકો (redactors) પાસે આધારસામગ્રી તરીકે વિપુલ પ્રમાણમાં સમાન્તર સાહિત્ય ઉપલબ્ધ થયેલું હોવું જોઈએ.
(અ) સૂચિમાં ઉલ્લેખાયેલી વિગતોમાં વૃદ્ધિ કરવી અથવા વર્ણનમાં વધુ વિગતો ઉમેરી તેને સંપૂર્ણ બનાવવું.
સરખાવો સુકથનકર Prolegomena પૃ.૩૮ થી......
(આ) કથાઓ, હેતુઓ (motives) યા વાર્તાલાપોની પૂર્વ-કલ્પના યા પુનરાવર્તન. . () પ્રસંગોને સર્વ પ્રકારે અનુરૂપ એવાં નૈતિક, ધાર્મિક અથવા સૂત્રાત્મક સુવાક્યોનો પ્રયોગ.