________________
સંશોધન
R
:
.
પાઠોને આલોચના-સિદ્ધાંતથી પ્રતિકૂલ રીતે સ્વીકારવા તરફ પ્રેરિત કરે છે, તો બીજી તરફ ઉતાવળિયાં અને વિનાશકારી (વિધ્વંસક) અનુમાનો - અટકળોની પરંપરા સર્જે છે.
- પાઠ-સમીક્ષાશાસ્ત્રની આ બે અંતિમવાદી પદ્ધતિઓમાંથી મધ્યમ માર્ગ શોધવાનો પ્રયત્ન કરીએ તો, આપણે જેને “રૂઢિગત પાઠ” (conservative text) કહી શકીએ એવા પાઠનું નિર્માણ થશે, જે પુરાતત્ત્વવેત્તાનો પાઠ પણ નહિ હોય કે સમીક્ષકનો પાઠ પણ નહિ હોય, પરંતુ બંને વચ્ચેનું સમાધાન હશે. જયારે આવો પાઠ સભાનતાપૂર્વક યા સહેતુક પ્રાપ્ત કર્યો હોય ત્યારે તે દસ્તાવેજીય સંભાવનાની તુલનામાં અંતરંગ સંભાવનાને ઓછેવત્તે અંશે વધુ અવરોધીને અથવા તો સંપાદકના ખ્યાલ પ્રમાણે પાડ્યગ્રંથમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે જરૂરી ન્યૂનતમ સંભાવના ઊભી કરીને પ્રાપ્ત થાય છે. આ બંને પદ્ધતિઓ તેમના સિદ્ધાંતની દષ્ટિએ સ્વચ્છંદી અર્થાત્ અપૂર્ણ છે અને તેમના વિનિયોગમાં અચોક્કસતા પ્રવર્તવાની સંભાવના રહેલી છે. • આથી શ્રેષ્ઠ કાર્ય-પદ્ધતિ એ છે કે દસ્તાવેજો (હસ્તપ્રતો)માં પ્રાપ્ત થતાં પાઠાન્તરોને આધારે સંચરિત પાઠને શાસ્ત્રીય અર્થઘટન લાગુ પાડવું અને જ્યારે પાઠ અત્યંત ખરાબ હોય ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક દસ્તાવેજીય અને આંતર સંભાવનાની બંને કસોટીઓ કામે લગાડવી અને તે દ્વારા વિસંવાદી પાઠાન્તરો ક્યા બિંદુ તરફ કેન્દ્રિત થાય છે તે કેન્દ્ર શોધી કાઢવું અને ત્યાર પછી તેને પાઠ્યગ્રંથમાં અનુમાનાત્મક સંશોધન તરીકે સ્વીકારવું. જો કોઈ પ્રાચીન સમાન્તર (parallel) પાઠ મળી આવે તો આપણે આપણા અનુમાન વિષે સંપૂર્ણપણે નિશ્ચિત બનીશું. પરંતુ જયાં એવી સમાન્તરતા ઉપલબ્ધ ન હોય ત્યાં આપણે આપણા અનુમાનની યથાર્થતા વિષે સંપૂર્ણપણે નહિ તો પણ ઠીક ઠીક પ્રમાણમાં નિશ્ચિત બની શકીશું.