________________
ભારતીય પાઠ-સમીક્ષા
સ્વાભાવિક રચના જ એવી છે કે તેને લીધે આનાં પરિણામ એવાં આવવા સંભવ છે જેમનો કદાચ તેમણે ખ્યાલ કર્યો નથી. જ્યાં જરૂરી અર્થ દર્શાવી શકે તેવી અવેજી શક્ય હોય, પછી ભલે તે ઓછામાં ઓછું કામચલાઉ અવેજી (stop-gap) તરીકે પણ શક્ય હોય, ત્યાં પણ જો અશુદ્ધ પાઠને રહેવા દેવામાં આવે તો કાં તો તે પરિચ્છેદના અર્થને બગાડી મૂકશે અથવા તો જરૂરી અર્થની પ્રાપ્તિ અર્થે બીજા ઘટકોના અર્થને મરડવાની ફરજ પાડશે.
બીજી પદ્ધતિ અનુસાર સંપાદક તેની સમીક્ષાત્મક સામગ્રીની નોંધમાં તે ગ્રંથના પાઠોનાં પ્રમાણ (evidence) વિષેની બધી જરૂરી માહિતી આપશે. પરંતુ પાઠ્યગ્રંથમાં તો જે પાઠ સંભાવનાઓની સમતુલા જાળવતો હોય તે પાઠને જ સ્થાન આપશે. પ્રત્યેક પ્રસંગે સંપાદક, તેની સમક્ષ તત્કાળ ન હોય એવા કિસ્સાઓમાં તેણે લીધેલા નિર્ણયોને ખ્યાલમાં લીધા સિવાય જ, દરેક કિસ્સાની પોતાની ગુણવત્તાને આધારે જ નિર્ણય લેશે. આમ ઉદાહરણ તરીકે, મહાભારત ૧,૯૨,૨ માં સુકથન કરે નેપાળી (N) સઘળી હસ્તપ્રતોના
ફ સ્ત્રીરૂપધરિણી' એ પાઠની વિરુદ્ધ , અને K નો પાઠ “પ શ્રીસિવ રૂપી' સ્વીકાર્યો છે, જ્યારે શ્લોકના ઉત્તરાર્ધના આ જ બે હસ્તપ્રતોના ‘શયના' પાઠનો અસ્વીકાર કરી અન્ય સર્વ નેપાળી (N) પ્રતોનો ‘સતિના' પાઠ સ્વીકાર્યો છે. વિન્ટરનીટ્ઝની જેમ વિવેચક અવશ્ય પ્રશ્ન કરી શકે - 'S K, હસ્તપ્રતોના પાઠને પ્રથમ પંક્તિમાં પ્રમાણભૂત ગણ્યા અને બીજી પંક્તિમાં નહિ તેનું કારણ શું? ઉત્તર એ છે કે એમ કરવાનું કારણ એ છે કે હસ્તપ્રતોનું સ્વરૂપ તેમ જ પાઠોની આંતરિક ગુણવત્તા બંને પંક્તિઓમાં જુદી છે. જો કે પ્રસ્તુત ઉદાહરણ સંશોધનનું નથી, તેમ છતાં તે દઢતાપૂર્વક આપણા ધ્યાન પર લાવે છે કે સમીક્ષાત્મક સંસ્કરણમાં (અધિકૃત વાચનામાં) પણ આ સિદ્ધાંત પાયાનું મહત્ત્વ ધરાવે છે, અને જ્યારે સંપાદક તેના પાઠમાં સંશોધન કરવા પ્રયત્ન કરતો હોય ત્યારે આ તેથીય વિશેષ રૂપે લાગુ પડે છે. “સંશયાત્મક પાઠ” પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને તેમને “સંશયાત્મક રીતે સ્વીકૃત' યા “સંશયાત્મક રીતે અસ્વીકૃત પાઠ તરીકે ગ્રંથમાં અલગ દર્શાવવા જોઈએ. બહિરંગ (દસ્તાવેજીય) અને અન્તરંગ સંભાવનાની તરફેણ અને વિરોધમાં પ્રમાણો સરખાં બળવાન હોય અથવા જ્યારે દસ્તાવેજીય સંભાવના ભારપૂર્વક એક દિશા તરફ દોરતી હોય અને અંતરંગ સંભાવના બીજી દિશા તરફ લઈ જતી હોય ત્યારે ન્યાયસંગત સંશય પેદા થાય છે. જો શંકા ઉઠાવનાર વ્યક્તિએ બધા પ્રમાણોની ચકાસણી કરી હોવા વિષે જ શંકા (અચોક્કસતા) હોય ત્યારે તે સંશય ન્યાયવિરુદ્ધ છે. આવો સંશય ઘણીવાર અનુભવાતો હોય છે પણ તેનો એકરાર થતો હોતો નથી અને સમીક્ષિત ગ્રંથ પર તેની અસર અત્યંત હાનિકારક હોય છે. એક તરફ તે પરંપરાગત
૫. Annals of BORI ૧૫, પૃ.૧૬૭. ૬. એજન ૧૬, પૃ.૧૦૨-૧૦૩