________________
ભારતીય પાઠ-સમીક્ષા
પ્રાચીન સમાન્તરો (parallels) તેમનાં આધુનિક અનુરૂપો (correspondents) કરતાં અનેક ગણાં કિંમતી હોય છે. તેમના કુશળ ઉપયોગ દ્વારા જો આ પ્રકરણમાં દર્શાવેલી બે પ્રકારની સંભાવનાઓ સંતોષાતી હોય તો આપણે સંચરણ દરમ્યાન દૂષિત બનેલા પાઠને સંતોષકારક રીતે સુધારી શકીએ. પરંતુ આવાં પ્રાચીન સમાન્તરોના અભાવમાં જ્યારે આપણે બે પાઠાન્તરો (variants) વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે આંતરિક ગુણવત્તાની કસોટી આપણને એવા પાઠને પસંદગી આપવા પ્રેરિત કરશે, જે આપણા પોતાના મત પ્રમાણે લેખકના અભિપ્રાય સાથે સૌથી વધુ મળતો હોય. અને એમ બની શકે છે કે આપણે તેના અભિપ્રાયનો એક અંશ માત્ર જોયો હોય. સંભવિત છે કે જે પાઠનો આપણે અસ્વીકાર કરીએ છીએ તે પાઠને લેખકે પસંદ કરેલો હોય. એ સંભવિત છે કારણ કે તે પાઠમાં વિચાર યા ભાવનાનું કોઈ એવું તત્ત્વ અભિવ્યક્ત થયેલું હોય, જે લેખકને અભિપ્રેત છે, પરંતુ જેને આપણે પકડી શક્યા નથી. જો પાઠાન્તરોની બાબતમાં આમ બનતું હોય તો લેખકની ચિત્તવૃત્તિ અને અભિવ્યક્તિની રીતના પૂરતા જ્ઞાન વિના આપણે પાઠમાં સંશોધન કરવાની કોશિક કરીએ તો તેથી પણ વધુ ગંભીર ભૂલો કરીએ એ સંભવિત છે. આમ જયારે સંશોધનનો પ્રશ્ન ઉદ્ભવે, ત્યારે આપણે આત્મલક્ષી નિર્ણયથી દૂર રહેવા અને પાઠ્યગ્રંથમાં જ તેના દૂષિત નહિ થયેલા પરિચ્છેદોમાંથી પ્રાચીન સમાન્તરો શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ.
- વર્તમાન સમયમાં પાઠ-સંપાદકોની બે વિચારધારાઓ પ્રચલિત છે. આપણે જો આપણું કાર્ય સૌથી વધુ સંતોષકારક રીતે કરવું હોય તો આપણે એ બેમાંથી મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. એક વિચારધારા કહેવાતા “રૂઢિવાદી સંપ્રદાય (‘conservative' school) ની છે. તેઓ જેને કેટલીક વાર “શાસ્ત્રીય અર્થઘટન (scientific interpretation) કહેવામાં આવે છે, તે પદ્ધતિ દ્વારા, સંશોધનનું જે ઉચિત ક્ષેત્ર છે, કે પાઠમાં જે સંપૂર્ણપણે દૂષિત અંશ હોય તેને દૂર કરવો તેમાંથી તેને બહાર ધકેલી કાઢવા પ્રયત્ન કરે છે. ખાસ કરીને પાશ્ચાત્ય વિદ્વાનો આ પદ્ધતિ અપનાવતા જણાય છે. તે પદ્ધતિના બે પ્રકાર છે. પ્રથમ તો પાઠમાંથી બળજબરીથી મારી-મચડીને) એવો અર્થ ખેંચી કાઢવો જે શબ્દોમાંથી નીકળતો જ ન હોય અને સંદર્ભ દ્વારા તેની જરૂરિયાત ઊભી થઈ ન જણાઈ હોત તો જે અર્થ તેમાંથી ઉદ્ભવ્યો પણ ન હોત. ભાષાન્તરના ઉપયોગથી આ કાર્ય સરળ બને છે, જે એક ભાષામાંના વિચારોને બીજી ભાષામાં અભિવ્યક્ત કરવા માટેનું આવશ્યક સાધન છે. પરંતુ આ પ્રકારની નિરૂપણપદ્ધતિ ઘણી જ અપૂર્ણ છે. આપણે એવાં કૃત્રિમ અને સંદિગ્ધ ભાષાન્તરો આપણા તથા બીજાઓ પર સહેલાઈથી લાદી શકીએ. વેદ પરનાં ભાગોમાં આનાં સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. વળી ખાસ કરીને મૃત ભાષાઓ સાથેના વ્યવહારમાં આપણી સમક્ષ એક વધુ સૂક્ષ્મ ભય તોળાઈ રહે છે, અને તે એ કે આપણે અહીં એવા અર્થ સાથે સંમત થઈએ છીએ જે આપણને સંતોષ આપે છે, પરંતુ