________________
પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો
o૫
ન શકાય. આ પાઠાન્તરોનું નિર્માણ કઠિન પાઠમાંથી જ થયું છે. આ કઠિન અર્થાત્ દુર્બોધ પાઠ આર્ષ પ્રયોગ, વ્યાકરણ દષ્ટિએ અશુદ્ધ પ્રયોગ અથવા સંચરણ કાળ દરમ્યાન સમય જતાં પ્રચલિત ન રહી હોય એવી કોઈ વિશિષ્ટ રચના સ્વરૂપે હોય છે. અને આવા દુર્બોધ અંશનું નિવારણ કરવાની અભિલાષામાંથી નવા પાઠાન્તરનું નિર્માણ થતું જોવા મળે છે.
હસ્તપ્રતોના પરસ્પર આનુવંશિક સંબંધ પરત્વે સામાન્ય નિયમ એવો છે કે – “પાઠાન્તરોની તુલના કરવામાં આવે ત્યારે હસ્તપ્રતોનો વધુ મોટો સમૂહ વધુ પૂર્વેનું વિભાજન સૂચવે છે; અને નાનો સમૂહ પાછળનું વિભાજન દર્શાવે છે”. આ નિયમને સમજવા એક સાંખ્યિક ઉદાહરણ લઈએ : જો ૨૦ હસ્તપ્રતો તેમનાં પાઠાન્તરોની દષ્ટિએ ૯ અને ૧૧ એમ બે સમૂહમાં વહેંચાઈ જતી હોય, તો આપણે કહી શકીએ કે તે ૯ - હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે એક પાઠ હતો અને બાકીની ૧૧ હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે બીજો પાઠ હતો. આ પાઠાન્તરો આપણને જ્યાંથી સંચરણની બે પરિપાટીઓ વિભક્ત થઈ - વિપથગામી બની - તે બિન્દુ આગળ લઈ જાય છે. વળી, આ નવ હસ્તપ્રતોના સમૂહમાં પણ સંભવ છે કે ચાર હસ્તપ્રતોમાં એક પાઠ હોય અને પાંચમાં બીજો પાઠ હોય તથા બંનેના પાઠ પેલી ૧૧ હસ્તપ્રતોના પાઠથી તો ભિન્ન જ છે, તો આ હકીકત એમ સૂચવે છે કે સંચરણ-પંરપરામાં આગળ જતાં એ ચાર હસ્તપ્રતો અને પાંચ હસ્તપ્રતોના તરતના પૂર્વજો નવેય હસ્તપ્રતોના સમાન પૂર્વજમાંથી છૂટા પડ્યા - જુદા માર્ગોએ ફંટાયા. આ રીતે જ્યારે સંચરણની વિભિન્ન પરિપાટીઓ એકબીજાથી સ્વતંત્ર રહેતી હોય અથવા રહી હોય ત્યારે આ સિદ્ધાંત ગ્રંથની અધિકૃત વાચના માટે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોનું વંશવૃક્ષ તૈયાર કરવા માટે નાના અને મોટા સમૂહમાં વહેંચાયેલી હસ્તપ્રતોનો સ્થાન-નિર્ણય કરવામાં મદદ કરે છે. "
ગત પ્રકરણમાં આપણે પાઠ-સમીક્ષાના બે સંપ્રદાયોની વાત કરી હતી. એક તો રૂઢિવાદી (conservative) સંપ્રદાય, જે શાસ્ત્રીય અર્થઘટનને વધુ પડતું મહત્ત્વ આપે છે; અને બીજો ઉદારતાવાદી (liberal) સંપ્રદાય, જે અનુમાનાત્મક સંશોધનને પણ તેટલું જ મહત્ત્વ આપે છે. સંશયાત્મક પાઠોની બાબતમાં, પાઠ્યગ્રંથની અધિકૃત વાચનાના નિર્માણની આવશ્યકતાને કારણે, પ્રત્યેક પ્રસંગે કોઈ એક પ્રકારનો નિર્ણય લેવાનું અનિવાર્ય બને છે.. પરંપરાગત “સંશયાત્મક પાઠોને કેટલીકવાર ઉપલબ્ધ પ્રમાણોને આધારે સંશયાત્મક રીતે સ્વીકારવામાં આવશે અથવા તો સંશયાત્મક રીતે નકારવામાં આવશે અને પાઠ્યગ્રંથમાં તો સ્વીકૃત પાઠની સાથે જ મુકાશે. પરંતુ જેના વિષે પૂર્ણ ચોક્કસાઈ ન હોય એવા સંશોધનની બાબતમાં રૂઢિવાદી સમીક્ષકનું વલણ સ્પષ્ટપણે, જો કંઈક સ્થળ રીતે પ્રસ્તુત કરીએ તો, આ સિદ્ધાંત-વાક્ય દ્વારા રજૂ કરી શકાય : “ભલે મૂળ પાઠ ન હોય પરંતુ ઓછામાં ઓછું તેનો અવશેષ હોય એવા પાઠને સુધારવાને બદલે પાઠ્યગ્રંથમાં જેમને