________________
ભારતીય પાઠ-સમીક્ષા
હશે; અને બાકીનો ભાગ એવો હશે કે જે મૂલાદર્શ અને ઉપમૂલાદર્શ એ ઉભયની દષ્ટિએ અમૌલિક હશે. ઉપમૂલાદર્શની દૃષ્ટિએ જે પાઠ મૌલિક હોય પરંતુ મૂલાદર્શની દૃષ્ટિએ અમૌલિક હોય તે પાઠને એ સંચારણ-શાખા (કુળ)ની હસ્તપ્રતોની “ગૌણ લાક્ષણિકતા' (secondary characteristic) કહી શકાય, આ શાખાનાં વિભિન્ન રૂપાન્તરો વચ્ચે આવાં અમૌલિક તત્ત્વોનું સામ્ય જે સંબંધ દર્શાવે છે તેને “ગૌણ' સંબંધ કહી શકાય.
આ ગૌણ પારસ્પરિક સંબંધ પર બે પ્રકારે વિચારણા કરી શકાય. પ્રથમ પ્રકારની આપણે ઉપર વ્યાખ્યા આપી છે. બીજાની વ્યાખ્યા આ રીતે આપી શકાય : જ્યારે બે હસ્તપ્રતો (રૂપાંતરો) સંપૂર્ણ રીતે યા આંશિક રીતે મૂલાદર્શ પછીની કોઈ સામાન્ય મૂલકતમાંથી ઊતરી આવી હોય ત્યારે મૂલાદર્શની તુલનામાં આમની એ મૂલપ્રત ગૌણ હોવાથી આ હસ્તપ્રતો (રૂપાંતરો) પરસ્પર ગૌણ સંબંધ ધરાવે છે એમ કહેવાય.
આ રીતે રૂપાન્તરોના મુખ્ય” અને “ગૌણ” સંબંધો વચ્ચે આ જે ભેદ પાડવામાં આવ્યો છે તે હસ્તપ્રતોના આનુવંશિક સંબંધના સિદ્ધાંતનો કેવળ ઉપસિદ્ધાંત છે. મૂલાદર્શના પાઠ અર્થાત્ સંચારિત પાઠનું પુનર્નિર્માણ કરવામાં તે ઉપયોગી છે. કારણ કે જ્યારે જુદી જુદી હસ્તપ્રતો (રૂપાંતરો) - પછી ભલે તેમના પાઠ શુદ્ધ હોય યા સંમિશ્રિત (conflated) - વચ્ચે ગૌણ પારસ્પરિક સંબંધ પ્રવર્તતા હોય ત્યારે આવા ગૌણ પારસ્પરિક સંબંધનું જ્ઞાન આપણને એ નિર્ણય કરવામાં સહાયક બનશે કે વિભિન્ન હસ્તપ્રતો (રૂપાંતરો) વચ્ચે જોવા મળતું પાઠોનું સામ્ય “મુખ્ય છે કે “ગૌણ'.
આ પ્રકારના ગૌણ સંબંધનો નિર્ણય સામાન્ય રીતે નીચે દર્શાવેલ બે પ્રમાણોને આધારે કરી શકાય : પ્રથમ એ કે પ્રસ્તુત રૂપાંતરો સારી એવી સંખ્યામાં કેટલાંક મહત્ત્વનો અને ધ્યાન ખેંચે તેવાં સમાન લક્ષણો ધરાવતાં હોય, જે લક્ષણો મૂલાદર્શને લાગુ પડતાં હોય એવું તાર્કિક રીતે માની શકાય નહીં, તેમજ તેઓ જ્યાં દષ્ટિગોચર થાય છે તે જ સ્થળે સ્વતંત્રપણે અર્થાત્ પરસ્પર નિરપેક્ષ રીતે ઉમેરાયાં હોય કે ત્યાંથી દૂર કરવામાં આવ્યાં હોય એમ પણ માની શકાય તેમ ન હોય. વધારા યા ઘટાડા જેટલા વધુ લાંબા તેટલા આપણે તે હસ્તપ્રતો(રૂપાંતરો)ના પારસ્પરિક સંબંધ વિષે વધુ દૃઢતાપૂર્વક સ્થાપના કરી શકીએ. કારણ કે બે સંપાદકોએ મૂળ પાઠમાં એક જ સ્થળે એક જ પરિચ્છેદ કેવળ અકસ્માત દ્વારા પરસ્પર નિરપેક્ષ રીતે ઉમેર્યો યા કાઢી નાખ્યો હોય (સમાક્ષરલોપ ત્રુટિ (Haplography) સિવાય) એમ માનવું ઘણું કઠિન છે. બીજું એ પણ પ્રમાણ જરૂરી છે કે રૂપાંતરો એક જ કુળ (શાખા) સાથે સંકળાયેલાં હોય. આ માટે ઝીણી શાબ્દિક વિગતોમાં સતત અને દૂરગામી સમાનતાઓ હોવી જોઈએ, અને તે એટલી નિયમિત હોવી જોઈએ કે તેમનો પ્રભાવ ઘનિષ્ઠપણે વરતાય. ઉપર્યુક્ત બંને ધારણાઓની સબળતા પાઠના મોટા ભાગોમાં સામ્ય હોય ત્યારે સૌથી વધુ રહે છે. ટૂંકા પદ-સમૂહોનું સામ્ય હોય ત્યારે ઓછી, અને એકલવાયા શબ્દોમાં સામ્ય હોય ત્યારે સૌથી ઓછી રહે છે. બાકીનાં વિસંવાદી