________________
પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો
:
જોઈએ. અને આ માટેની સમીક્ષકની કાર્યપદ્ધતિ અનિવાર્યપણે સારગ્રાહી (eclectic) , હોય એ જરૂરી છે; જો કે પોસ્ટગેટના મત પ્રમાણે, આ વિશેષણ ઘણીવાર કટાક્ષ, ઉપાલંભના સૂર સાથે પ્રયોજાતું હોય છે, જેનું કારણ શોધી કાઢવું કઠિન છે. જો લેખકનો સ્વહસ્તલેખ ઉપલબ્ધ ન હોય તો લહિયાની અનૈચ્છિક ત્રુટિઓ અને લેખકની અનૈચ્છિક ત્રુટિઓ અર્થાત્ કલમ-દોષ(slips of the pen) વચ્ચેનો ભેદ પાડવાનું કોઈ સાધન આપણી પાસે નથી. વાસ્તવમાં આ બધી લહિયાની જ ભૂલો ગણાય, કારણ કે લેખક પોતે પણ પોતાનો લહિયો(લિપિકાર)જ છે. જે સ્થળોએ આવી અસંગતિઓ અને અશુદ્ધિઓ પ્રવેશી ન હોય તેવાં સ્થળોએ જો સદ્ભાગ્યે આપણને તેના પાઠમાં જ પ્રાચીન સમાંતરો(parallels) પ્રાપ્ત થાય તો સમસ્યાનો ઉકેલ કંઈક અંશે સરળ બને છે. કંઈક અંશે એટલા માટે કે જે પાઠને આપણે સ્પષ્ટપણે ભૂલભરેલો અને દોષયુક્ત સમજતા હોઈએ તે પાઠ એટલો જ સ્પષ્ટપણે લેખકને અભિપ્રેત પાઠ હોઈ શકે અને સમીક્ષકે તેમાં પરિવર્તન કરવાનું હોય નહીં. કોઈ પણ પાઠ (ક્ષતિ) કેટલી ચોક્કસાઈથી સુધારી શકાય તેમ છે તેના પર તે સંશોધિત પાઠની યથાર્થતાનો ઘણો આધાર છે. પરંતુ જ્યારે જયારે કોઈ ક્ષતિયુક્ત પાઠને એક કરતાં વધુ પ્રકારે યુક્તિસંગત રીતે સુધારી શકાતો હોય ત્યારે સામાન્ય સિદ્ધાંત એ છે કે તે પાઠને તેના મૂળ સ્વરૂપે જ રહેવા દેવો વધુ હિતાવહ છે.
જયારે પાઠોનું સંચારણ મૂલાદર્શમાંથી એક કરતાં વધુ શાખાઓમાં વિભક્ત થઈ પ્રગતિ કરે ત્યારે વિભિન્ન શાખાઓનાં પાઠાન્તરો કોઈક વાર આપણને મૂળ પાઠ આપશે તો કોઈક વાર અમૌલિક – મૂળમાં ન હોય એવો – પાઠ આપશે. જ્યારે વિભિન્ન શાખાઓના પાઠ પરસ્પર મળતા આવે ત્યારે તે પાઠ ચોક્કસપણે મૂળ પાઠ હોવો જોઈએ. પરંતુ પરંપરાના વિભિન્ન પ્રવાહોમાં જ્યારે વિભિન્ન પાઠ જોવા મળતા હોય ત્યારે પરંપરાના પ્રથમ વિઘટન સમયે તેમાંનો એક પાઠ મૂળ પાઠ હશે, જ્યારે બીજો અ-મૌલિક પાઠ. હોવો જોઈએ. અને પાઠનું આ મૌલિક-અમૌલિકનાં વિભાજન વિભિન્ન પ્રવાહો (શાખાઓ)માં ગમે તે ક્રમ સુધી શક્ય છે. પરંપરાના આ પ્રવાહોમાં, સંચરણનો પ્રવાહ આગળ વધતાં, પ્રત્યેક શાખાનું વધુ ઉપશાખાઓમાં વિભાજન થવાની સંભાવના હોય છે. જે દલીલ આપણે પ્રથમ વિભાજન સંબંધે કરી છે, તે દ્વિતીય વિભાજનને પણ લાગુ પડે છે. પરંતુ આવે વખતે “મૌલિક' શબ્દનો પ્રયોગ તો કેવળ પ્રથમ વિઘટન (વિભાજન) સમયે જે મૂળ પાઠ હોય તેના પૂરતો જ મર્યાદિત રહેશે. સંચરણના સમગ્ર ઇતિહાસ તરફ પાછા આવતાં હવે આપણે કહી શકીએ કે સંચરણ-પરંપરા આગળ વધતાં મૂળ પ્રતમાંથી જેમ જેમ શાખાઓ અને ઉપશાખાઓ કૂટતી જશે તેમ તેમ આપણી પાસે પાઠનો કેટલોક અંશ એવો હશે કે જે ખરેખર મૌલિક (original) હશે; કેટલોક અંશ એવો હશે કે જે મૂલાદર્શની દષ્ટિએ અમૌલિક (unoriginal) હશે પરંતુ ઉપમૂલાદર્શની દૃષ્ટિએ મૌલિક