________________
સંશોધન
સંબંધ હોતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ધારો કે કઢ:, શ્રદ્ધા અને કર્ણ: એમ ત્રણ પાઠાન્તરો છે. આ ત્રણ પાઠમાંથી એવો કયો પાઠ છે કે જેમાંથી બાકીના બે પાઠ ઉદ્ભવ્યા હોય તેમ સૌથી વધુ સારી રીતે સમજાવી શકાય ? આ પ્રશ્નને ત્રણેય પાઠોની આંતરિક યોગ્યતા સાથે એટલે કે તેમની તુલનાત્મક ગુણવત્તા સાથે કંઈ જ લેવાદેવા નથી. તેનો સંબંધ કેવળ લહિયાઓ દ્વારા થતા સંચારણ સાથે છે. એટલે કે ઢ: ને જો મૂળ પાઠ તરીકે સ્વીકારવામાં આવે તો તેમાંથી શ્રદ્ધા અને કર્ણઃ એ બે પાઠોની વિકૃતિ કઈ રીતે થઈ તે આપણે સૂચવી શકીશું? આને “અનુલેખનીય સંભાવના' (transcriptional probability) ની કસોટી કહે છે.
હવે આપણે કલ્પી લઈએ કે સંપાદકે સંસ્કરણ તૈયાર (પાઠ-ચયન) કરવાનું પોતાનું કાર્ય પાઠ-સમીક્ષાએ પેઢીઓના અવિરત પરિશ્રમ દ્વારા જે કસોટીઓ તારવી છે તે સર્વનો ઉપયોગ કરી કાળજીપૂર્વક અને પ્રામાણિક્તાથી કર્યું છે. આવી પ્રત્યેક ચકાસણી પછી ચાર પ્રકારના નિર્ણય શક્ય છે : (૧) સ્વીકાર (૨) સંશય (૩) અસ્વીકાર અને (૪) પરિવર્તન. (પરિવર્તનને બીજા શબ્દોમાં “સંશોધન” કહી શકાય.) એટલે કે સમીક્ષક વિચારપુર સર કહી શકે કે સંચરિત પાઠ લેખકનો જ લખેલો છેઅર્થાત લેખકે લખ્યો હોવાની સંપૂર્ણ સંભાવના છે; અથવા તે પાઠ લેખકે લખ્યો હશે કે કેમ તે શંકાસ્પદ છે; અથવા તે પાઠ લેખકે લખ્યો નથી; અથવા અંતમાં તે પાઠને સ્થાને લેખકે જ લખ્યો હોય એવો બીજે પાઠ મૂકી શકાય તેમ છે. પ્રથમ ત્રણ નિષ્કર્ષોમાં (અર્થાત્ સ્વીકાર, સંશય અને અસ્વીકારમાં) કેવળ આંતર સંભાવનાને લક્ષમાં રાખીને સમીક્ષકે નિર્ણય કરવાનો હોય છે. પરંતુ અંતિમ નિષ્કર્ષમાં (અર્થાત્ સંશોધનમાં) અનુલેખનીય સંભાવનાને પણ લક્ષમાં લેવી જરૂરી છે. - જ્યારે આપણને દસ્તાવેજો અર્થાત્ હસ્તપ્રતો દ્વારા પ્રાપ્ત થતા એક યા વધુ પાઠ અસંભવિત જણાય ત્યારે લેખકનો પાઠ પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય અનુમાનાત્મક સંશોધન છે. આ પ્રકારના સંશોધનમાં આંતર તેમજ દસ્તાવેજીય (યા અનુલેખનીય) એમ ઉભય પ્રકારની સંભાવનાઓ સંતોષાવી જોઈએ. સંશયાત્મક પાઠોની બાબતમાં પણ આ કસોટીઓ લાગુ પાડવી જોઈએ. જે પાઠાન્તર આ કસોટીઓને સર્વાધિક રીતે સંતોષે ૧. મહાભારતના ૧,૫૭,૭માં આ તેમજ રૂમ, , શ્રેષ્ઠ:, ૩ઃ આદિ અન્ય
પાઠાન્તરોને “કઠિન પાઠ' (lectio difficilior) ના સિદ્ધાંતને કારણે ઉદ્ભવતાં પાઠાંતરનાં ઉદાહરણ તરીકે ઉદ્ધત કરવામાં આવ્યાં છે. સરખાવો Prolegomena પૃ.૪૨. આ “કઠિન પાઠનું નિવારણ કરતી વખતે પણ તે પાઠને સ્વરૂપ અથવા
ધ્વનિની દૃષ્ટિએ સૌથી નજીક એવાં પાઠાન્તરો સ્વીકારવામાં અનુલેખનીય સંભાવના (transcripHonal probability)નો જ સ્વીકાર થતો જણાય છે..