________________
ભારતીય પાઠ-સમીક્ષા
હોય અથવા પરિચ્છેદમાં કે તેના અત્યંત નજીકના સંદર્ભમાં કોઈ ગંભીર વિરોધાભાસ પેદા કરતો હોય અથવા તો કૃતિનું સ્વરૂપ, વાક્યરચના, શબ્દપ્રયોગ, લેખકનું વૈશિષ્ટય આદિમાંથી નોંધપાત્ર અને ન સમજાવી શકાય તેવું વિચલન દર્શાવતો હોય કે પછી કોઈ નિરુદ્દેશ પુનરુક્તિ અથવા લેખકે પાળેલા છંદ અને લયના નિયમોનું ઉલ્લંઘન દર્શાવતો હોય અથવા પૂર્વાપર સંદર્ભનો દેખીતો અને નિષ્કારણ ભંગ કરતો હોય, વિચાર-શૃંખલામાં અક્ષમ્ય અવ્યવસ્થા પેદા કરતો હોય, તો આપણે કહી શકીએ કે તે પાઠ અશુદ્ધ છે; પછી ભલે તેના પક્ષમાં ગમે તેટલાં બાહ્ય પ્રમાણો પ્રાપ્ત થતાં હોય. જો આ અશુદ્ધિ દૂર ન કરી શકાય તેવી હોય તો તે પાઠને અત્યંત અશુદ્ધ સમજી તેનો અસ્વીકાર કરવો ઘટે. પરંતુ ઘણે પ્રસંગે એવું બનતું હોય છે કે આપણે આમાંથી કોઈ ને કોઈ માર્ગ કે ઉપાય શોધી શકીએ છીએ અને આવે પ્રસંગે આપણે લેખકની લાક્ષણિકતાને અનુરૂપ અને પાઠના અર્થ, સંદર્ભ, વ્યાકરણ, શૈલી, છંદ અને લય આદિને સર્વ પ્રકારે સંતોષે એવું સંશોધન કરી શકીએ તો તેને ‘આન્તર સંભાવનાયુક્ત’ સંશોધન કહી શકીએ. પાઠની ‘આંતર યા અંતરંગ સંભાવના’(intrinsic probability) પાઠ્યગ્રંથના મૂળ લેખક સાથે જ સંબંધ ધરાવે છે, અને હસ્તપ્રતના લહિયા સાથે તેને કોઈ સંબંધ હોતો નથી.
આ ઉપરાંત આપણે સૂચવેલો પાઠ જો આગળના પ્રકરણમાં દર્શાવી છે તે પ્રકારની અશુદ્ધિની નિશ્ચિત થયેલી પ્રક્રિયાઓ દ્વારા પરંપરાથી પ્રાપ્ત થયેલા (અર્થાત્ સંચરિત) પાઠ રૂપે અશુદ્ધ થયો હોય તો આપણે એમ પ્રતિપાદિત કરી શકીએ કે આપણા સૂચન અથવા અનુમાનને અંતરંગ તેમજ બહિરંગ એમ ઉભય પ્રકારની સંભાવનાઓનો ટેકો છે.
આ પ્રકારે કરેલા અનુમાન અથવા પ્રસ્તાવને ‘અનુલેખનીય’ (અથવા ‘પ્રતિલિપીય’) (transcriptional) સંભાવના (જેને ‘દસ્તાવેજીય’ (documental અથવા documentary) સંભાવના પણ કહે છે) નો પણ આધાર હોવો જોઈએ; એટલે કે લહિયા દ્વારા આવી ભૂલ કઈ રીતે થઈ તે સમજાવી શકાય તેમ હોવું જોઈએ, અને એ માટે તેને પુરાલિપિશાસ્ત્રનો આધાર હોવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો અમુક ઊતરી આવેલા (સંચારિત) પાઠો, જેમને અન્ય કારણોસર મૂલાદર્શના પાઠ હોવાનું માનવામાં આવે છે, તેઓ અન્ય (સૂચિત) પાઠોનાં શબ્દશઃ (literal) અશુદ્ધ રૂપ હોવાનું સમજાવી શકાય એવું જો આપણને જણાય, તો સૂચિત પાઠ ‘અનુલેખનીય સંભાવના યુક્ત' છે એમ કહેવાય.
જે રીતે પાઠની આંતર સંભાવના કેવળ મૂળ લેખક સાથે સંબંધ ધરાવે છે અને હસ્તપ્રતના લહિયા સાથે તેને કોઈ સંબંધ હોતો નથી, તે જ રીતે પાઠની દસ્તાવેજીય સંભાવના કેવળ હસ્તપ્રતના લહિયા સાથે સંબંધ ધરાવે છે અને મૂળ લેખક સાથે તેને કોઈ