________________
ભારતીય પાઠ-સમીક્ષા
(ઈ) સૈદ્ધાંતિક યા સામ્પ્રદાયિક પ્રક્ષેપો જેમ કે રામાયણમાં R ૫,૨૭, ૨૦૩૨ માં રામાનુજ સમ્પ્રદાયનો સિદ્ધાંત સમાયેલો છે, કારણ કે તે પરિચ્છેદમાં રામનું ઈશ્વરના અવતાર રૂપે નિરૂપણ છે.
(ઉ) લુપ્તાંશ(સાચા યા કાલ્પનિક)ની પૂર્તિ કરવાના આશયથી કરવામાં આવતા વધારા : મહાભારત ૧, ૪૮૨.
() પ્રક્ષેપોનું સુસંગતીકરણ અર્થાતુ પરસ્પર વિસંવાદી પરિચ્છેદોને સુસંવાદી બનાવવાનો પ્રયાસઃ સરખાવો-મહાભારતના મુંબઈના સંપાદનનો ૧૩૯મો અધ્યાય (મહાભારતની ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટની સમીક્ષાત્મક આવૃત્તિનું પરિશિષ્ટ-૧, ક્રમાંક ૮૦). આ એક જ જગ્યાએ રાજગાદીના સ્પષ્ટ વારસદાર તરીકે યુધિષ્ઠિરની નિશ્ચિત સ્થાપના અને પોતાના જ ગુરુ સામે યુદ્ધ કરવાના પાપમાંથી અર્જુનની મુક્તિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
(8) અભિનેતા (નટ) દ્વારા થતા પ્રક્ષેપ : આ પ્રક્ષેપ રંગમંચ પર ભજવવામાં આવતાં નાટકોમાં થાય છે. ઉદાહરણ તરીકે, કાલિદાસના શાકુન્તલ'ની કેટલીક વાચનાઓ માટે આ પ્રકારના પ્રક્ષેપોને ઘણું કરીને કારણભૂત માનવામાં આવ્યા છે.
આ ચર્ચા પરથી સ્પષ્ટ થશે કે ઘણીવાર પાઠની અશુદ્ધિ પેદા કરવામાં એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. અને તેથી અમુક પ્રસંગે અમુક જ કારણ જવાબદાર છે એવું નિશ્ચિત વિધાન હંમેશાં શક્ય હોતું નથી. આવા પ્રસંગોએ પદ્ધતિ એ છે કે જે કારણો સૌથી વ્યાપક રીતે કાર્યશીલ હોવાનું જાણીતું હોય તેમને પ્રથમ પસંદગી આપવી જોઈએ, અને બાકીનાં કારણોને સંભવતઃ યા નિશ્ચયાત્મક રીતે જવાબદાર લેખી શકાય.
વળી એ પણ સારી રીતે સ્વીકારાયેલું છે કે એક અશુદ્ધિ અન્ય અશુદ્ધિની જન્મદાત્રી છે. આથી ફળસ્વરૂપે પાઠ્યગ્રંથને તેના શુદ્ધ સ્વરૂપે સાચવવામાં ગમે તે કારણે બહિરંગ અને અંતરંગ એ ઉભય પ્રકારની પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય તો એ અશુદ્ધિઓ અને તેમનાં કારણો શોધી પાઠની સ્થાપના કરવાનું કાર્ય પાઠ-સંપાદકની શક્તિ બહારનું હોવા સંભવ છે, કારણ કે પાઠનો બગાડ એટલો ઝડપી હોય છે કે નિત્ય નવીન અશુદ્ધિઓ મૂળ પાઠને ઢાંકી દે છે અથવા તેને સ્થાનભ્રષ્ટ કરી દે છે.