________________
સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો
યા જોડાણ થાય તે સંભવિત છે. મહાવીરચરિતમાંથી અગાઉ ઉદ્ધૃત કરેલી પંક્તિ અહીં પણ વિચારી શકાય : મહાવીરચરિત ૩,૩૭ જ્ઞાનેન નાનો > શાને ન પામ્યો > Mt Md ज्ञाने च नान्यो.
૧
તેવી જ રીતે ગીતાનો સુપ્રસિદ્ધ શ્લોક - અહં વૈશ્વાનરો મૂત્વા – આજે પણ અજ્ઞાની પાઠકો દ્વારા અહં હૈ શ્વા નો ભૂત્વા એ રીતે સમજાવવામાં આવે છે. મહાભારત ૧,૯૬,૪૭ અન્નવીટ્ હૈં સતીને બદલે અન્નવીદ્ધસતી'; ૩,૬૯,૨૫ ૦ત્રમ્ પણ્ અશોમનમ્ ને બદલે ત્રં परमशोभनम्.
(૨) સમાનાર્થી યા વિરુદ્ધાર્થી શબ્દો યા શબ્દસમૂહો યા ઉપસર્ગોની અદલાબદલી : આ રીતે અષિ અને અમિ અથવા અતિ માં ઘણીવાર અદલાબદલી થાય છે. સરખાવોઃ રામાયણ ૧, ૧૬૪ અધિાવ્ડ વિશે પૂર્વામ્ >A ૢ K‚ અમિળ‰0. સુકથનકરે મહાભારતના ઉપોદ્ઘાત(Prolegomena)માં (પૃ.૩૭) મહાભારતમાંથી છંદની દૃષ્ટિએ સમાનતા ધરાવતા પર્યાયવાચક શબ્દોની એક લાંબી સૂચિ આપી છે. તે જ રીતે શબ્દસમૂહો માટે પણ છે. આમ શબ્દોની અદલાબદલીના ઉદાહરણ તરીકે આપણે નરેશ્વર – નરાધિપ,
૧. ડૉ. વી.એસ. સુથનકર આ પંક્તિને આ રીતે સમજાવે છે : ‘હસતી’ શબ્દમાં અર્થની પુષ્ટતા,સચોટતા ન હોવાને કારણે તે કેવળ પાદપૂરણ શબ્દ છે. અણીને સમયે તે નખરાંનો ભાવ દર્શાવે છે, જે તે પાત્રવિશેષ(અંબા)ના વર્તન સાથે તદ્દન અસંગત છે. પરંતુ ‘હૈં સતી’ માં ‘સતી' શબ્દ અર્થપ્રચુર છે. કુરુવંશ સાથેનાં તેનાં આ લગ્ન તેની પોતાની પસંદગી કરતાં પણ ચઢિયાતાં હતાં. શાલ્વ સાથે તેનું વિધિસરનું વાગ્નાન પણ થયું ન હતું. અને પોતાનો મોભો સુધારવા તે સરળતાથી શાલ્વને તરછોડી શકી હોત. તે તો તેને કેવળ માનસિક રૂપે જ વરી હતી (મનસા વૃત:). પરંતુ પોતે ‘મી' સ્રી હોવાને કારણે પોતાની પસંદગીમાંથી તે પાછી ફરે નહિ (સરખાવો – સાવિત્રી પણ) અને તે સતી (પવિત્ર કન્યા) હોવાને લીધે જ પરશુરામ તેને માટે ભીષ્મ સામે લડ્યા હતા. તેણે શિવની આરાધના કરી તેમની પાસેથી વરદાન મેળવ્યું તે પણ આને લીધે જ. એક ‘સતી’ તરીકે ભીષ્મ પ્રત્યેનો તેનો દ્વેષ બીજા જન્મે પણ ચાલુ રહે છે અને શિખંડી રૂપે પુનર્જન્મ પામી તે ભીષ્મનો વધ કરે છે. આમ આ સમસ્ત સંદર્ભમાં સતી શબ્દ કેટલો અર્થપૂર્ણ છે તે આપણે જોઈ શકીએ છીએ. હસતી પાઠ લેવાથી આ અર્થ ઢંકાઈ જાય છે અને તેને લટકાળી સ્રીરૂપે દર્શાવી સમસ્ત અર્થસંદર્ભને બગાડી મૂકે છે. આપણે ઘણીવાર એવો અર્થ સ્વીકારવા પ્રેરાઈએ છીએ જે અર્થ આપણને કદાચ સંતોષ આપે પરંતુ પ્રાચીન ઋષિઓની વિચારસરણીથી આડે રસ્તે જતો હોય.
-