________________
પજ
ભારતીય પાઠ-સમીક્ષા
જ તે મૂળ પ્રતમાંથી નિષ્પન્ન અન્ય હસ્તપ્રતો સાથેનો તેનો આનુવંશિક સંબંધ સ્થાપી શકાયો નથી. ઉદાહરણ તરીકે, ઉપર દર્શાવેલા વંશવૃક્ષમાં જો “'માંથી અનુલેખન દરમ્યાન છ માં કોઈ વિશિષ્ટ ત્રુટિઓ દેખાય નહીં, તો ટ પ્રતિલિપિ સીધી ‘’માંથી તૈયાર થઈ છે કે છ દ્વારા તૈયાર થઈ છે તેનો આપણે નિર્ણય કરી શકીએ નહીં. હવે ધારી લઈએ કે કેવળ ટ અને છ જ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો ય એ માન્ય “પાઠાન્તર-ધારક બનશે. પરંતુ બીજી તરફ જો આપણે સંચરણ-પરંપરાના ઇતિહાસમાં વધુ ઊંડા ઊતરીએ તો આપણે ટ ની સંપૂર્ણપણે ઉપેક્ષા કરવાની રહે. આમ આનુવંશિક સંબંધનો નિર્ણય ન થતાં તેના જે વ્યક્તિગત પાઠો વાસ્તવિક ત્રુટિઓ હોય તે સર્વેની પણ ચકાસણી કરવી જરૂરી બને. છે. તે જ રીતે જ્યારે પ્રતિલિપિકાર તેની આદર્શપ્રતમાંના દોષને આકસ્મિક અનુમાન દ્વારા સુધારે પરંતુ ખુલ્લી રીતે તેનો એકરાર ન કરે ત્યારે એવો ભાસ થવાનો સંભવ છે કે તે પાઠ માટે તેની પ્રતિલિપિ તેની પોતાની આદર્શ-પ્રત કરતાં કોઈ બીજા મૂલગ્નોતને અનુસરી છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં હસ્તપ્રત-સમૂહનું વર્ગીકરણ કરનાર વ્યક્તિ કોઈ પ્રકારના સંમિશ્રણની કલ્પના કરે તે સંભવિત છે. પરંતુ લહિયાના તર્કસંગત અનુમાનને પરિણામે જે સાચા પાઠ જોવા મળે તેમને સમીક્ષાની દૃષ્ટિએ અન્ય દલીલોને આધારે દૂર કરી શકાય નહિ. આથી એક શુદ્ધ પરંપરા-પ્રવાહમાં કે મિશ્ર પરંપરા-પ્રવાહોમાં હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધ(વંશાનુક્રમ)નો નિર્ણય કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે.
- લેખકોના અથવા તેમના હસ્તલિખિત ગ્રંથના નિશ્ચિત કાલક્રમના અભાવમાં વર્તમાન હસ્તપ્રતોના તુલનાત્મક પરીક્ષણ(સંતુલન)ના સમીક્ષાત્મક વિશ્લેષણ દ્વારા પુનર્નિમિત મૂલાદર્શ અને ગ્રંથકારનો સ્વહસ્તલેખ અભિન્ન છે કે નહિ તે કહેવું શક્ય નથી. મૂલાદર્શ મૂલપ્રત(સ્વહસ્તલેખ)થી અભિન્ન પણ હોઈ શકે, અને તેનાથી પાછળનો પણ હોઈ શકે. જો મૂલાદર્શ મૂલપ્રત પછીનો હોય તો તે સ્વહસ્તલેખની પ્રથમ પ્રતિલિપિ હોઈ શકે અથવા વર્તમાન હસ્તપ્રતોને આધારે જેનું પાઠનિર્ધારણ કરી શકાય તેવી પ્રાચીનતમ અંતર્વર્તી (intermediate) પ્રત હોય. પરંપરાની વિભિન્ન શાખાઓ વચ્ચે અથવા તો લુપ્ત માતૃ-પ્રત અને સંરક્ષાયેલી હસ્તપ્રતો વચ્ચે સંચરણના કેટલા તબક્કા પસાર થયા હશે તેનું નિશ્ચયાત્મક કથન હમેશાં શક્ય નથી.