________________
ભારતીય પાઠ-સમીક્ષા
નિર્ધારણમાં “માન્ય પાઠાંતરો (Presumptuous Variants) બનશે. કારણ કે “” “' અને “3” એ સર્વ પરસ્પર સંમિશ્રિત છે. અને તેથી ગમે તે બેના સમાન પાઠ ત્રીજાથી જુદા પડે ત્યારે આપણને મૂલાદર્શના પુનનિર્માણમાં સરખા મહત્ત્વનાં બે પાઠાંતર પ્રાપ્ત
થશે.
જે નિશ્ચિતપણે મિશ્રપ્રતો ગણાઈ હોય તેવી હસ્તપ્રતોને આ સિદ્ધાંતો લાગુ પાડવામાં આવ્યા હોય તેવું વ્યવહારુ ઉદાહરણ મહાભારતના સમીક્ષાત્મક સંસ્કરણમાં જોવા મળે છે. મહાભારતનું વંશવૃક્ષ અહીં બે મુખ્ય શાખાઓમાં વહેંચાયેલું છે. ઉત્તરીય (N) અને દક્ષિણી (S). ઉત્તરીય શાખા પણ બે ઉપશાખાઓમાં વિભક્ત થાય છે , અને . સમીક્ષાત્મક ચકાસણી દર્શાવે છે કે અન્યની સરખામણીમાં શુદ્ધ કહેવાય તેવી જ હસ્તપ્રતના પાઠ પણ સંમિશ્રણથી મુક્ત નથી. મહાભારતના તેમના ઉપદ્યાત (Prolegomena)માં સુકથનકર જણાવે છે કે પાઠની પ્રામાણિકતા વિષેના સર્વ તર્કો પાછળનો મુખ્ય સિદ્ધાંત જેમને ઓછેવત્તે અંશે સ્વતંત્ર રૂપાન્તરો સાબિત કરી શકાય એવાં રૂપાંતરો વચ્ચે ધારી લીધેલ મૌલિક સામ્યનો છે. આવા સ્વતંત્ર પાઠો-વાચનાઓ અને રૂપાન્તરો વચ્ચેના સામ્યમાંથી ઉદ્દભવતો નિયમ સહેલાઈથી સમજાય તેવો અને વિનિયોગમાં સરળ છે. કેવળ તેનું કાર્યક્ષેત્ર જરા મર્યાદિત છે. જ્યાં ભિન્નતા હોય ત્યાં મુશ્કેલીઓ પેદા થાય છે અને સામાન્ય રીતે એવું જ બનતું હોય છે. આથી જયાં ભિન્નતા જણાઈ છે ત્યાં સંપાદકે ઉપર્યુક્ત નિયમના ઉપસિદ્ધાંત રૂપે એવા પાઠને પસંદગી આપી છે જેને દેખીતી રીતે જ ઓછેવત્તે અંશે સ્વતંત્ર કહેવાય તેવાં વધુમાં વધુ રૂપાન્તરોનો ટેકો હોય તથા જેને અંતરંગ સંભાવના દ્વારા પણ પુષ્ટિ પ્રાપ્ત થતી હોય. આવા કિસ્સાઓમાં મૌલિકતાની ધારણાને ઘણીવાર વિસંવાદી રૂપાન્તરો વચ્ચે નિશ્ચિત પ્રકારના સામ્યને અભાવે સમર્થન મળે છે. પરંતુ જયારે દ્વિવિધ સામ્ય જોવા મળે અર્થાત્ પ્રત્યેક વાચનામાં બે કે વધુ વર્ગો વચ્ચે સામ્ય જોવા મળે ત્યારે ખરી મુશ્કેલી પેદા થાય છે. અહીં સામાન્ય રીતે બેમાંથી એક પાઠ આકસ્મિક હોવો જોઈએ કારણ કે બંને પાઠ ભાગ્યે જ મૂળનાં પાઠ હોઈ શકે. અને જો બંને સમાન રીતે આત્તર સંભાવનાતે સંતોષતા હોય તો બેમાંથી ગમે તે એકને સ્વીકારી શકાય. આવા પાઠોમાં ઉભય પક્ષે સંભાવનાઓનું સમતોલપણું હોય છે અને પસંદગી મુશ્કેલ બને છે. આ પ્રસંગે જ જે સાક્ષી (હસ્તપ્રત) ચોકસાઈની બાબતમાં સર્વોત્તમ જણાતો હોય તેને વિશેષ પ્રાધાન્ય આપી શકાય. તદનુસાર સુકથનકરે s,K વર્ગનો પાઠ સ્વીકાર્યો છે. જ્યારે બે વાચનાઓમાં બે વૈકલ્પિક પાઠો જોવા મળે જેમાંનો એકે ય બીજામાંથી ઉદ્ભવ્યો હોવાની શક્યતા ન હોય અને બંનેની આંતરિક ગુણવત્તા સરખી જ હોય (ઉત્તરીય દક્ષિણી) ત્યારે પસંદગી અત્યંત કઠિન બને છે. બંને વાચનાઓમાં