________________
સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો ,
પs.
(૧૦) વ્યક્તિવાચક નામોમાં અવ્યવસ્થા (૧૧) અપરિચિત શબ્દોને સ્થાને પર્યાયવાચી અથવા પરિચિત શબ્દોનો
વિન્યાસ (૧૨) જૂની જોડણીને બદલે નવી જોડણીનો પ્રયોગ (૧૩) પ્રક્ષેપ (interpolation) અથવા અજાણતાં થયેલી ભૂલોનાં
પરિણામને સુધારવાનો પ્રયાસ ૨. લોપ (Omissions) : (૧૪) સમાક્ષરલોપ (Haplography) અર્થાત સમાન પ્રારંભ યા
અંતવાળા શબ્દો યા અક્ષરો રહી જવા તે (૧૫) અક્ષરલોપ (Lipography : Parablepsia) અર્થાત્ કોઈ પણ
પ્રકારનો સામાન્ય લોપ ૩. ઉમેરા (Additions) :
(૧૬) તરતના યા નજીકના સંદર્ભથી પુનરાવૃત્તિ (Ditography) (૧૭) બે પંક્તિઓ વચ્ચેનું યા હાંસિયામાં લખાયેલું ટિપ્પણ ઉમેરવું તે (૧૮) પ્રક્ષિપ્ત પાઠો યા પાઠાંતરોનો સમાવેશ (Conflated readings)
(૧૯) સમાન વિષયવાળી અન્ય રચનાઓની અસર તળે થતા ઉમેરા.
આમાંની કેટલીક ક્ષતિઓનાં ઉદાહરણ નીચે આપવામાં આવ્યાં છે. આ ક્ષતિઓમાં લહિયાની ઈચ્છાશક્તિ કેટલા પ્રમાણમાં છે કે નથી તેના આધારે તેમને આપણે
અનૈચ્છિક' (involuntary) અથવા “યાંત્રિક' (mechanical), “અર્ધ-ઐચ્છિક (Semi-voluntary) અને “ઐચ્છિક' (voluntary)એમ ત્રણ પ્રકારે વિભાજિત કરી શકીએ. અનૈચ્છિક (Involuntary) (અથવા યંત્રવત) (Mechanical)
અશુદ્ધિઓ :. નેત્રદોષ :
() અક્ષરોની ભાત્તિ : આ સમસ્યાનો ઉકેલ પુરાલિપિશાસ્ત્રના પ્રમાણ દ્વારા જ લાવી શકાય. ઉદાહરણ તરીકે, દેવનાગરી, જે જૈન સાહિત્યની વિલક્ષણતા છે, તેમાં નીચેના અક્ષરોમાં ઘણી વાર અદલાબદલી થતી જોવા મળે છે: (૧) ૩, ૩ અને ૨ (૨).
સ્થ અને છ (૩) થ અને ૫ (૪) કર્મ અને જ્ઞ (૫) , દ્ધ, ટુ, ટુ, અને રૃ. થોડાં ઉદાહરણોથી આ સ્પષ્ટ થશે.