________________
ભારતીય પાઠ-સમીક્ષા
પ્રમાણે, જો પ્રત્યેક પ્રશિષ્ટ લેખક એકલવાયો હોત અને તેની કૃતિનું એકમાત્ર જીવિત પ્રમાણ તે કૃતિની હસ્તપ્રત જ હોત તો હસ્તપ્રતોની પાછળ રહેલા પાઠના ઇતિહાસમાં ઊંડા ઊતરવાનું શક્ય બનત નહિ. ઘણીવાર એમ કહી શકાય કે અમુક હસ્તપ્રત યા હસ્તપ્રત-સમૂહનું અનુલેખન અમુક સમયના તથા અમુક પ્રકારના હસ્તાક્ષરવાળા મૂલાદર્શ (archetype)માંથી કરવામાં આવ્યું છે. તેમ છતાં જે બિન્દુ આગળ તપાસને અટકી જવું પડત તે બિન્દુ પણ પ્રાચીનતમ હસ્તપ્રતો જે સમયની હોય તે સમયથી ઘણું દૂર ન હોત. એવા સંયોગોમાં સમીક્ષકની સ્થિતિ ખાણના ઈજનેર જેવી હોત, જે જમીનની ઉપરની સપાટીના ખડકોની ચકાસણીને આધારે સોનાની ખાણને અનુમાન દ્વારા શોધવાનો – દલીલો દ્વારા સમજાવવાનો - પ્રયત્ન કરે, અને જેવી રીતે એ ઈજનેર જુદે જુદે સ્થળે સપાટીની નીચે શારકામ દ્વારા સોનાની ખાણના સ્થાનનો પત્તો મેળવશે, તે જ રીતે પાઠ-સમીક્ષકને પણ ઘણીવાર વર્તમાન હસ્તપ્રત-પંરપરાનો પ્રારંભ થયો હોય તે પૂર્વેના સમયમાં ગ્રંથના સ્વરૂપ વિષે બહિરંગ યા પરોક્ષ પ્રમાણ પ્રાપ્ત થઈ શકતાં હોય છે. આવાં પરોક્ષ પ્રમાણને બૃહત્કાય સમીક્ષાત્મક સંપાદનોમાં “સહાયક સામગ્રી' (testimonium) કહેવામાં આવે છે અને એક અલગ વિભાગમાં તેમને ચર્ચવામાં આવે છે. આ સહાયક સામગ્રીને સામાન્ય રીતે નીચે પ્રમાણેના વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે -
પ્રાચીન અથવા મધ્યકાલીન સુભાષિત - સંગ્રહો (Anthologies) અથવા ઉદ્ધરણોના સંગ્રહો. આ પ્રકારના સંગ્રહોનાં કેટલાંક ઉપલબ્ધ ઉદાહરણો તરીકે હાલની સત્તસઈ'; શાગધરની પદ્ધતિ યા જલ્પણની “સૂક્તિમુક્તાવલીને આપણે નોંધી શકીએ. પ્રાચીન ગ્રંથમાંથી અન્ય લેખકોએ કરેલાં આવા ઉદ્ધરણો ઘણીવાર અત્યંત મૂલ્યવાન પ્રમાણ બને છે. કારણ કે ઘણીવાર આવા લેખકોનો સમય ઉપલબ્ધ પ્રાચીનતમ હસ્તપ્રતના સમય કરતાં કેટલીક સદીઓ જેટલો પુરાણો હોય છે.
એક ભાષામાંથી બીજી ભાષામાં થયેલા અનુવાદો પણ મૂળ ગ્રંથના પુનર્નિર્માણમાં સહાયક બની શકે. અને તેવી જ રીતે મૂળગ્રંથ પણ અનુવાદના પુનર્નિર્માણમાં સહાયક થઈ શકે. ખાસ કરીને જ્યારે પ્રસ્તુત પાઠ્યગ્રંથની વર્તમાન પ્રાચીનતમ હસ્તપ્રત કરતાં અનુવાદનો સમય વધુ પ્રાચીન હોય ત્યારે તેનું મૂલ્ય અત્યંત વધી જાય છે. અને તેનું પ્રમાણ “સમીક્ષાત્મક સામગ્રી' (apparatus criticus)નો જ એક અનિવાર્ય અંશ બને છે. ઘણાખરા સંસ્કૃત મહાયાન ગ્રંથોના મૂળ પાઠના પુનર્નિર્માણ અર્થે સૌથી મહત્ત્વનાં પ્રમાણે તે ગ્રંથોના પ્રાચીન સમયે થયેલા તિબેટ તથા ચીનની ભાષાના અનુવાદો બન્યા છે. મહાભારતની બાબતમાં પણ આપણને અગિયારમા સૈકાનાં જાવા અને તેલગુ ભાષામાં લખાયેલાં મૂળ ગ્રંથનાં અનુક્રમે જાવા (આશરે ઈ.સ.૧000) અને તેલગુ (આશરે ઈ.સ.૧૦૨૫) રૂપાન્તરો યા સારસંગ્રહો ઉપલબ્ધ થાય છે, અને તે મહાભારતની પ્રાચીનતમ વર્તમાન હસ્તપ્રતો કરતાં સદીઓ પુરાણી છે.