________________
સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા
૧.
ર.
‘તન્ત્રાખ્યાયિકા’, સંક્ષિપ્ત રૂપાન્તર (Simplicior) અને પૂર્ણભદ્ર દક્ષિણી પંચતન્ત્ર, નેપાળી પંચતંત્ર અને ‘હિતોપદેશ’ ‘બૃહત્કથા'નાં રૂપાન્તરો (સોમદેવ અને ક્ષેમેન્દ્ર દ્વારા નિર્મિત) પહલવી રૂપાન્તરો.
૪.
ક્ષેમેન્દ્રની રચનાનો પણ કેટલોક અંશ પ્રથમ વર્ગમાં મૂકી શકાય, કારણ દેખીતી રીતે જ તેણે તન્ત્રાખ્યાયિકાનો ઉપયોગ કર્યો છે. આથી તેના પાઠ ૫૨ તન્ત્રાખ્યાયિકાની અસર છે અને આથી જ્યારે ૨ અને ૪ સાથે તેનો મેળ બેસતો હોય, પરંતુ ૧ સાથે નહિ, ત્યારે જ તે મહત્ત્વપૂર્ણ બને. બીજી તરફ પૂર્ણભદ્રે ઓછામાં ઓછું વિભિન્ન શાખા(પરંપરા)નો આંશિક ઉપયોગ કર્યો છે, જે શાખા અન્ય કોઈની સાથે ગૌણ આન્તર સંબંધ ધરાવતી નથી. તેથી અહીં આપણને ઓછામાં ઓછું એક પાંચમી શાખાની નિશાનીઓ પ્રાપ્ત થાય છે, જે ઉપલબ્ધ પાઠ્યગ્રંથોમાં ક્યાંય શુદ્ધ અને અમિશ્રિત રૂપે દૃષ્ટિગોચર થતી નથી. પરિણામે આ પાંચમી કલ્પિત શાખા માટે પૂર્ણભદ્રનું મહત્ત્વ એક સ્વતંત્ર સાક્ષી તરીકેનું રહેશે.
૪૫
3.
વંશાનુક્રમ પદ્ધતિ ખરું જોતાં સંમિશ્રિત હસ્તપ્રતોને આમ તો લાગુ પાડી શકાય નહિ. તેમના આન્તર સંબંધ ઘણુંખરું છૂટા પાડવા મુશ્કેલ હોય છે. તેમ છતાં પ્રસંગોપાત્ત આ હસ્તપ્રતોમાં અમુક વિશિષ્ટ પ્રકારની અશુદ્ધિઓ અથવા સારા પાઠોમાં સમાનતા પરથી દેખાઈ આવતો એક સામાન્ય તંતુ આપણે શોધી શકીએ, જેને આવા પ્રકારના અનુમાનની સહાય વિના શોધી કાઢવો કઠિન બન્યો હોત. આવી પરિસ્થિતિમાં હસ્તપ્રતોના કેટલાક ભાગોમાં જ વંશાનુક્રમ પદ્ધતિ કેળળ આંશિક રૂપે લાગુ પાડી શકાશે.
કોઈ વાર એમ પણ બને કે જે સામાન્ય રીતે અવિશ્વસનીય હોય અને જે ઘણી વાર ઉદ્ધૃત કરવા લાયક ન હોય એવી હસ્તપ્રતોમાં સારા પાઠ જોવા મળે. આવી હસ્તપ્રતોને જ્યાં તેમનો પુરાવો પાઠના પુનર્નિર્માણમાં સહાયક હોય તેવે જ પ્રસંગે ઉદ્ધૃત કરી શકાય.
ઘણા કિસ્સાઓમાં સંચરણના વિભિન્ન પ્રવાહોના જટિલ મિશ્રણને લીધે એમ પણ શક્ય છે કે હસ્તપ્રતોના આનુવંશિક સંબંધ એટલા અસ્પષ્ટ હોય છે કે વંશાનુક્રમ પદ્ધતિના વિનિયોગ માટે ભૂમિકા જ ન જણાય. ઉદાહરણ તરીકે, સ્વ.સર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરે તેમના સંપાદન માટે ‘માલતીમાધવ'ની જે હસ્તપ્રતો ઉપયોગમાં લીધી હતી તેમની બાબતમાં પણ એમ જ હતું. ધારો કે , ૩, ૫, ૫, ૬, ૭, એમ છ હસ્તપ્રતો છે અને સંચરણ-પ્રવાહો (શાખાઓ)ની દૃષ્ટિએ તેમનો ઇતિહાસ સ્પષ્ટ નથી. આપણે એમ કહી શકવાની સ્થિતિમાં નથી કે , રૂ, 1, એક સમાન પૂર્વજમાંથી ઊતરી આવેલ એક કુળ (શાખા)ના સભ્યો છે, અને ઘ, ચ, છ, બીજા કુળના. તેમ છતાં તેઓની તુલના