________________
ભારતીય પાઠ-સમીક્ષા
+
F
આ પ્રકારના સંમિશ્રણને કોઈ મર્યાદા હોવી જરૂરી નથી; અને તેનો વિસ્તાર જેટલો મોટો હોય તેટલું જ એ પાક્યગ્રંથના સંચરણનું પગેરું શોધી કાઢવું મુશ્કેલ બને છે. વેસ્ટકોટ અને હોર્ટ જણાવે છે - “અન્ય પાઠો સાથેના સંમિશ્રણથી પાઠની આંતરિક શુદ્ધિને લાભ થશે યા હાનિ, તેનો નિર્ણય દેખીતી રીતે થઈ શકે નહિ. ઘણાખરા કિસ્સાઓમાં લાભ તેમ જ હાનિ બંને થશે. પરંતુ તે બંને આકસ્મિક હોવા સંભવ છે અને તે બંનેનું પરસ્પર પ્રમાણ-માપ પણ ગમે તે હોઈ શકે. આમ આ પ્રકારના સંમિશ્રણથી આંતરિક રીતે વધુ ગુણવત્તા ધરાવતો પાઠ તૈયાર થશે કે કેમ તેનો આધાર, અલબત્ત, સંમિશ્રણ કરનાર વ્યક્તિની નિર્ણયશક્તિ અને અન્તર્દષ્ટિ પર છે. સંમિશ્રણ યા આન્તર મિશ્રણમાં પસંદગીની તક રહેલી છે. આથી તેની સાથે પાઠને સુધારવાના અન્ય પ્રયાસો પણ ભળે તે સંભવિત છે. અને એમ થાય તો પાઠને માટે બગડવાની પૂરી સંભાવના રહે છે. કારણ કે વિદ્વાનો દ્વારા કરવામાં આવેલાં સંશોધનોમાં પણ પાઠનો સાચા અર્થમાં સુધારો ગણાય એવો અંશ બહુ અલ્પ હોય છે. તો પછી સ્વાભાવિક રીતે જ લહિયા દ્વારા થતાં સંશોધનમાં તો સાચા અર્થમાં સુધારો ગણાય એવો અંશ તેથી પણ અલ્પતર હોવાનો.
- સંમિશ્રિત હસ્તપ્રતનું મૂલ્ય ખાસ કરીને એવે પ્રસંગે વિશેષ રહે છે જ્યારે જે હસ્તપ્રતોના સંયોજનમાંથી તેનું નિર્માણ થયું હોય તેમાંની એકાદ લુપ્ત થઈ હોય. આવે સમયે તેને લુપ્ત હસ્તપ્રતના આવા પાઠોના સ્વતંત્ર સાક્ષી બનવાનું અને જે અન્યથા સદાયને માટે લુપ્ત થયું હોત તેવા સત્યની નિશાનીઓ સાચવવાનું માન મળે છે.
- સંમિશ્રણનો એક અતિ રસપ્રદ કિસ્સો પંચતંત્ર'ની પરંપરા સંબંધે છે. સામગ્રીના વિગતવાર અને કાળજીપૂર્વકના અભ્યાસ દ્વારા એડગરટન ચાર સ્વતંત્ર શાખાઓની સ્થાપના કરવાનો પ્રયાસ કરે છે, જે આ પ્રમાણે દર્શાવી છે :
૫.
પોસ્ટગેટ દ્વારા ઉદ્ધત, Companion to Latin Studies, પૃ.૭૯૫