________________
ભારતીય પાઠ-સમીક્ષા
દ્વારા આપણને એમ માલૂમ પડે કે કેટલાક સારા પાઠ , ૩, ૫, માં સમાન રૂપે જોવા મળે છે પરંતુ ૨, ૩, , માં જોવા મળતા નથી. આ હકીકત પરથી એમ સૂચિત થાય છે કે જ્યાં સુધી આ પાઠોને લાગેવળગે છે ત્યાં સુધી , , ૫, ની પાસે કોઈ સારી હસ્તપ્રત મૂલસ્રોત તરીકે હતી, જો કે અન્ય બાબતોમાં તેમનો મૂલસ્રોત ભિન્ન યા સંમિશ્રિત હોઈ શકે. પાઠનિર્ણયની આ પદ્ધતિ એક જ હસ્તપ્રત(દસ્તાવેજ)ના સ્વરૂપના પ્રમાણ(અભિસાક્ષ્ય). પર આધારિત તથા ઘણી હસ્તપ્રતોના અર્થાત્ હસ્તપ્રતોના કુટુંબની વંશાવલીના પ્રમાણ પર આધારિત એમ બે પદ્ધતિઓ વચ્ચેનો મધ્યમ માર્ગ છે.
| ઉપલબ્ધ અને અનુપલબ્ધ હસ્તપ્રતો (જેમના પાઠોનું અનુમાન તેમનામાંથી * ઊતરી આવેલી ઉપલબ્ધ હસ્તપ્રતોને આધારે કરી શકાય)ના પ્રમાણના પદ્ધતિસર ઉપયોગ દ્વારા, જેને આપણે મૂલાદર્શનો પાઠ (transmitted text) કહીએ ત્યાં સુધી પહોંચી શકીશું. આ મૂલાદર્શનો પાઠ વર્તમાન કોઈ પણ હસ્તપ્રતના પાઠ કરતાં જુદો હશે. તે શ્રેષ્ઠ પાઠ ન પણ હોય, એટલું જ નહિ તે સારો પાઠ જ હોય એ પણ જરૂરી નથી. પરંતુ સંચરણની સીધી પરંપરાને લક્ષમાં લેતાં તે સૌથી પ્રાચીન પાઠ હશે, તેમ જ એક રીતે સૌથી શુદ્ધ પણ હશે; અને તે એ રીતે કે અનુલેખનની શોધી શકાય તેવી ક્ષતિઓ, દોષો અને અનધિકૃત સુધારા-વધારાથી તે ઘણુંખરું મુક્ત હશે.
અમુક વર્તમાન હસ્તપ્રતોના લુપ્ત મૂલાદર્શના પુનનિર્માણ(પાઠનિર્ધારણ)ની પદ્ધતિને સમજવા માટે આપણે એક કાલ્પનિક દષ્ટાંત લઈએ. ધારો કે કોઈ એક પાઠયગ્રંથની નવ હસ્તપ્રતો , , , ૬, ૨, ૪, ગ, શ, ટ આપણને ઉપલબ્ધ છે. તેમના પાઠોની ઊંડી ચકાસણી અને પરસ્પર સરખામણી દ્વારા એમ સ્પષ્ટ થાય છે કે આ હસ્તપ્રતોને વ, વ, , ઘ,અને ૨, ઇ , , ૪, એમ બે વર્ગ યા કુળ (શાખા)માં વહેંચી શકાય એમ છે. આ હકીકતને આપણે આ રીતે પણ પ્રસ્તુત કરી શકીએ કે પ્રથમ ચાર હસ્તપ્રતો એક અનુપલબ્ધ સમાન પૂર્વજ “ક્ષ' માંથી ઊતરી આવેલી છે અને બાકીની પાંચ બીજા લુપ્ત સમાને પૂર્વજ “” માંથી ઊતરી આવેલી છે. હવે વધુ ચકાસણી કરતાં એમ પણ જણાય કે પાંચ હસ્તપ્રતોના કુળનું ત્રણ વધુ નાના વર્ગોમાં વિભાજન થઈ શકે તેમ છે : - ૨, છે
અને . આ નાના વર્ગો દર્શાવે છે કે ૨ હસ્તપ્રત બધાથી જુદી તરી આવે છે. છે અને ટ એક જ સમાન પૂર્વજ “માંથી ઊતરી આવેલી છે. અને તેમાં પણ ટ એ છે ની કેવળ પ્રતિલિપિ જ છે; અને ગ શ લુપ્ત માતૃપ્રત “ત'માંથી ઊતરી આવેલી છે. પ્રસ્તુત ઉદાહરણમાં સામાન્ય અક્ષરો દ્વારા દર્શાવાયેલી હસ્તપ્રતો વર્તમાન છે, જ્યારે અવતરણ ચિહ્નમાં મૂકેલા અક્ષરો અનુપલબ્ધ યા અવર્તમાન હસ્તપ્રતો સૂચવે છે. આપણે એમ ધારી લઈએ કે સંચરણ-પરંપરાઓનું સંમિશ્રણ થયું નથી. બીજા શબ્દોમાં કહીએ તો પરંપરા વિશુદ્ધ, એકરૂપ છે, અને કોઈ પણ હસ્તપ્રત સંમિશ્રિત (મિશ્રપ્રત) નથી. એટલે કે “ક્ષ'