________________
ભારતીય પાઠ-સમીક્ષા
ક્યો પાઠ “T' નો હશે તે બાબતમાં નિર્ણય કરવામાં આપણને સહાયક બનતું નથી. અહીં બંને શાખાઓમાં પ્રાપ્ત થતી હસ્તપ્રતોની સંખ્યા મહત્ત્વની નથી. તેમજ “ શાખાના ત્રણ નાના વર્ગો વચ્ચે પરસ્પર સમાનતા છે, તે હકીકત પણ આ બાબતમાં મહત્ત્વની નથી. પાઠસમીક્ષાનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે હસ્તપ્રતોની ગુણવત્તા મહત્ત્વની છે, zivul ! (Codices are to be weighed and noi counted).
આથી “1' નું સમ્યફ પાઠનિર્ધારણ કરવામાં ઉભય પક્ષે હસ્તપ્રતોની કેવળ સંખ્યા આપણને સહાયરૂપ બનતી નથી. આવે વખતે “'ના પાઠ વિષે સંપૂર્ણ ચોક્કસાઈ થઈ શકે નહિ. અન્ય બાબતો સરખી હોય તો આ બે પાઠમાંનો એક પાઠ “જનો પાઠ ત્યારે હોઈ શકે કે જ્યારે બીજો પાઠ સ્વીકૃત પાઠનું અપભ્રષ્ટ સ્વરૂપ છે, એમ અનુલેખનીય યા દસ્તાવેજીય સંભાવના દ્વારા દર્શાવી શકાતું હોય. આમ ઉદાહરણ તરીકે જો , , ગ, ઘ, હસ્તપ્રતો ઉત્તરીય વાચના દર્શાવતી હોય અને તેઓમાં “fઘકિતા' એવો પાઠ જોવા મળતો હોય અને દક્ષિણી વાચના દર્શાવતી બાકીની પાંચ પ્રતોમાં ‘વિષ્ટિતા' પાઠ મળતો હોય, તો “fધછિતા' “T' નો પાઠ હોવો. જોઈએ. કારણ કે ઉત્તરીય લિપિમાં ઘ અને ૨ લગભગ સરખા હોવાથી ધિષ્ઠતા માંથી વિષ્ઠિતા પાઠ અપભ્રષ્ટ થયો હોય, તે અનુલેખનીય સંભાવનાની દૃષ્ટિએ શક્ય છે.
(૩) હવે આપણે ધારી લઈએ કે “ક્ષ' (અથવા “')ના વંશજો અંદર અંદર વહેંચાયેલા છે; જેમ કે “ત' ના પ્રતિનિધિઓ (જ્ઞ અને ૩) “T અને થી જુદા પડે છે, પરંતુ ૨, ૩, ૫, , સાથે સામ્ય ધરાવે છે. આવી પરિસ્થિતિમાં “'નો પાઠનિર્ણય “ત ને આધારે કરવો કે પછી “' અને ૨ ના આધારે કરવો ? અહીં સ્પષ્ટ છે કે “'નું પાઠ નિર્ધારણ “ત' પ્રમાણે કરવું, કારણ કે સંમિશ્રણ યા આકસ્મિક યોગાનુયોગને બાદ કરતાં
ત’ નું , ૩, ૫, ૬, સાથેનું મળતાપણું એ ધારણાને આધારે જ સમજાવી શકાય કે “ત' માં “લ” તથા “’ નો સમાન પાઠ સચવાયેલો છે, અને તે જ “Tનો પણ પાઠ હોવો જોઈએ. આવે વખતે “' અને ૨ ના પાઠની અપભ્રષ્ટ પાઠ યા અશુદ્ધ પાઠ તરીકે અવગણના કરવી જોઈએ.
જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં વંશાનુક્રમ પદ્ધતિના ઉપયોગથી બે લાભ થાય છે - (૧) કેટલાંક પાઠાન્તરો દૂર થતાં કાર્ય સરળ બને છે, અને (૨) જે પાઠોમાં બધા વંશજો સામ્ય ધરાવતા હોય તે પાઠોના નિર્ણય ઉપરાંત “'ના કેટલાક અન્ય પાઠોનું અનુમાન કરવાનું શક્ય બને છે.
* હવે આપણે સંક્ષેપમાં વિવિધ અનુપલબ્ધ હસ્તપ્રતોના પાઠનિર્ધારણના વિશિષ્ટ કિસ્સાઓ તપાસીએ. આવી હસ્તપ્રતોનું અસ્તિત્વ ભૂતકાળમાં કોઈ તબક્કે (સમયે) આપણે
સ્વીકારીએ તો જ વર્તમાન હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધો સમજાવી શકીએ. ઉપર આપેલા * વંશવૃક્ષમાં -