________________
ભારતીય પાઠ-સમીક્ષા
બાકીની બધી તેમાંથી ઊતરી આવેલી છે. ઉદાહરણ તરીકે, જો આપણી પાસે ૨, ૩, ૫, ૧, ૨, ૪, ૫, , ૮, ૩, ૪, ૪ એમ બાર હસ્તપ્રતો હોય, અને જો એમ બતાવી શકાય કે ૬ અને ૪ સુધીની અગિયારે હસ્તપ્રતો માંથી ઊતરી આવેલી છે, તો વાચના તૈયાર કરવાનું કામ એકદમ સરળ બની જાય છે, કારણ કે મૂળપાઠનો નિર્ણય કરવામાં આ અગિયાર હસ્તપ્રતોનું કોઈ સ્વતંત્ર મૂલ્ય નથી; કારણ કે જ્યારે જ્યારે તેઓનો પાઠ તેમની માતૃપ્રત ૪ થી જુદો પડે ત્યારે તે પાઠભેદ લહિયાની સ્વભાવગત વિલક્ષણતાઓ અને ત્રુટિઓ અથવા કાલ્પનિક અનુમાનોને પરિણામે હોવો જોઈએ. આથી મૂળપ્રતમાંથી આ પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવી હોય તે પછી મૂળપ્રતમાં જ્યાં નુકશાન પહોંચ્યું હોય તેવાં સ્થળો સિવાય આ બધી જ ઊતરી આવેલી પ્રતિલિપિઓની ઉપેક્ષા કરી શકાય. પાઠ-સંપાદનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે પાઠ-સંપાદકે પાઠ્ય ગ્રંથના કેવળ સ્વતંત્ર સાક્ષીઓનો જ ઉપયોગ કરવાનો છે અને તેથી સ્વતંત્ર પ્રતોમાંથી ઉદ્ભવેલી વ્યુત્પન્ન (derived) હસ્તપ્રતોનું સ્વતંત્ર સાક્ષી તરીકે કઈ મૂલ્ય નથી અથવા ભાગ્યે જ કંઈ મૂલ્ય છે. આથી અમુક વિશિષ્ટ સંયોગોને બાદ કરતાં વર્તમાન માતૃપ્રતમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રતિલિપિઓને ત્યજી દેવાની હોય છે.
પરંતુ આ હસ્તપ્રતો અમુક આદર્શપ્રતમાંથી ઊતરી આવી હોવા સંબંધે દર્શાવાયેલાં પ્રમાણોની ચકાસણી ખૂબ સાવચેતીથી કરવી જરૂરી છે. વ્યુત્પન્ન માનેલી હસ્તપ્રતોની ઉપેક્ષા કરતાં પહેલાં એ પ્રમાણોની સ્પષ્ટ રજૂઆત જરૂરી છે. એમ પણ બની શકે કે અમુક હસ્તપ્રતના પ્રતિલિપિકારે તેની માતૃપ્રતનો અશુદ્ધ પાઠ સુભગ તર્ક દ્વારા અને બીજી આદર્શપ્રત સાથે તેને સરખાવીને સુધાર્યો હોય. અને જો બીજી આદર્શ પ્રત સાથેની તે સરખામણી સાબિત કરી શકાય તો તેને સ્થળે તેની પ્રતિલિપિ સ્વતંત્ર સાક્ષી હોવાનો દાવો કરી શકે છે, અને તેની સદંતર અવગણના કરી શકાય નહિ.
જ્યારે માતૃત વર્તમાન ન હોય, જેમ કે ર “ કે “જ, ત્યારે તેના પાઠનું પુનર્નિર્માણ તેના વંશજોના અભિસાક્ષ્ય (પ્રમાણ) દ્વારા કરી શકાય. જો આપણે આપણું કાર્ય યોગ્ય રીતે કર્યું હોય તો “ અને “જ ના જે પાઠ આપણે નિર્ધારિત કર્યા હશે તે અનુક્રમે ૪ , તથા ૧, ૩, ૪ અને ૫, ૭ ના પાઠ કરતાં અનુલેખનમાં થતી ક્ષતિઓથી વધુ મુક્ત હશે. અને “નો પાઠ કોઈ પણ વર્તમાન હસ્તપ્રતના પાઠ કરતાં આવી ત્રુટિઓથી સૌથી વધુ મુક્ત હશે. અહીં પણ માતૃપ્રતના નિર્ધારણ અર્થે જેમનું સ્વતંત્ર મૂલ્ય ન હોય એવી હસ્તપ્રતોને અવગણી શકાય, જો કે આગળના કિસ્સામાં દર્શાવેલી સાવચેતીઓ અને શરતો લક્ષમાં લેવાવી જોઈએ.
આગળ આપેલા વંશવૃક્ષમાં “” અને “જના નિર્ધારિત પાઠો કાં તો પરસ્પર મળતા આવતા હોય અથવા મળતા ન પણ આવતા હોય. જો તેઓ મળતા આવે તો