________________
સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા
૪૧
, રૂ માંથી કોઈ પણ એકના પાઠની સરખામણીમાં વધુ પ્રાચીન તેમ જ વધુ પ્રમાણભૂત રહેશે. હવે ૧, ૨, ૪, ૫, રૂ ના કુટુંબમાં જો આપણને એમ માલુમ પડે કે ન અને રૂ તેમની સામાન્ય કુટુંબગત વિશિષ્ટતાઓ જાળવી રાખતાં છતાં તેઓના પાઠોની વિશિષ્ટતામાં ઘ, ચ, છ, ની સરખામણીમાં પરસ્પર વધુ સામ્ય ધરાવે છે, તો એવું તારણ કાઢી શકાય કે ન એ ફ એક સમાન કાલ્પનિક પૂર્વજ ન માંથી ઊતરી આવેલી છે. આ ન હસ્તપ્રત ઘ, ચ, છ, “ કુળની જ સભ્ય છે. અને ર અને ના પાઠોની તુલના દ્વારા પુનનિર્માણ પામેલા જ ના પાઠન અને ફ માંથી કોઈ પણ એકના પાઠ કરતાં વધુ પ્રાચીન અને વધુ મૂલ્યવાન રહેવાનાં. આપણે આટલેથી અટકવાની જરૂર નથી. આપણે ઇ, ૨, ૪, ગ, રૂ ના પાઠોની પારસ્પરિક તુલના કરી શકીએ અને તે દ્વારા “જેના પાઠનો નિર્ણય કરી શકીએ. અને આ ઉપરાંત આપણે “ક્ષ અને “જના પાઠોની પરસ્પર તુલના કરીને તેમને ના પાઠ સાથે સરખાવી શકીએ અને તે દ્વારા આ બધાથી વધુ પ્રાચીન પૂર્વજના પાઠનો નિર્ણય કરી શકીએ, જેને આપણે “ફ નામ આપીએ. આ “ તે પુસ્તકની વર્તમાન આઠેય હસ્તપ્રતોનો કાલ્પનિક સર્વસામાન્ય પૂર્વજ હશે. આ જ્ઞમાંથી જ સર્વપ્રથમ હસ્તપ્રતોનું સંચારણ અલગ અલગ પ્રવાહો અર્થાત્ શાખાઓમાં, જેમકે વ8 ક્ષ અને માં વિભક્ત બને છે, અને આથી તે જ્ઞ પાઠ્યગ્રંથની વર્તમાન સંચરિત પ્રતોમાંથી તારવેલા “લ”, “જે અને વા' ના પાઠોની સરખામણી દ્વારા પુનનિર્માણ કરી શકાય તેવો સૌથી પ્રાચીન સર્વસામાન્ય પૂર્વજ છે. આને કારણે એને બધી જ વર્તમાન હસ્તપ્રતોનો મૂલાદર્શ (archetype) કહે છે. અને આ રીતે આપણે હસ્તપ્રતોનો વંશાનુક્રમ યા વંશાવલી યા વંશવૃક્ષ (Stemma codicum) તૈયાર કરી શકીએ, જેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય:
(મૂલાદર્શ
archetype)
ख
ઉપર દર્શાવેલ વંશવૃક્ષમાં કાલ્પનિક માતૃપ્રતો “ક્ષ અને “જને ઉપમૂલાદર્શ (sub-archetype) અર્થાત્ “વર્તમાન હસ્તપ્રતોને આધારે પ્રમાણિત થતી સંરક્ષણની સ્વતંત્ર શાખાઓમાં વિભક્ત થયેલ મૂલાદર્શના અનુપલબ્ધ સર્વપ્રથમ વંશજો” કહી શકાય.
પાઠોને જુદા પાડવાના કાર્યમાં હસ્તપ્રતોના વશાનુક્રમનો સરલતમ વ્યાવહારિક ઉપયોગ એ છે કે તેને આધારે એમ દર્શાવી શકાય કે આમાંથી એક મૂલપ્રત છે અને