________________
સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા
મૂલાદર્શ હોય તો હસ્તપ્રતોની એક સળંગ પરંપરા બનશે અને બધી જ આદર્શપ્રતો છેવટે તે મૂલાદર્શને જઈને મળશે. જો તેમના સંચરણ સંબંધી બધી જ હકીકતો આપણે શોધી શકીએ તો આપણે તેમના વંશજોના ચોક્કસાઈભર્યા વંશાનુક્રમ(વંશવૃક્ષ)નું નિર્માણ કરી શકીએ. જેમ જેમ આપણે આ વંશવૃક્ષનિર્માણની વધુ ને વધુ નજીક પહોંચતા જઈએ તેમ તેમ વિશુદ્ધ યા મૌલિક પાઠમાંથી પ્રક્ષિપ્ત યા અમૌલિક પાઠને વધુ ને વધુ સારી રીતે જુદા પાડી શકીએ.
૩૯
જે સામાન્ય સિદ્ધાંતને આધારે આપણે હસ્તપ્રતોના ઉદ્ભવસ્થાન (derivation) નો નિર્ણય બાંધીએ છીએ તે એ છે કે અપવાદોને બાદ કરતાં, એકસરખો પાઠ એક જ મૂલસ્રોત સૂચવે છે (Identity of reading implies identity of origin). એ પાઠનો મૂલસ્રોત લેખકનો સ્વહસ્તલેખ પણ હોઈ શકે. અને જો તે ન હોય તો સંચરણ-પરંપરામાંની બીજી કોઈ હસ્તપ્રત હોવી જોઈએ. ધારો કે અમુક ગ્રંથની પંદર હસ્તપ્રતો ઉપલબ્ધ છે, અને તેના અમુક પરિચ્છેદમાં તેમાંની આઠ હસ્તપ્રતોમાં એક પાઠ છે જ્યારે બાકીની સાત હસ્તપ્રતોમાં બીજો પાઠ છે. તો આ હકીકત પરથી એમ સૂચિત થાય છે કે આઠ હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે એક પાઠ હતો અને સાત હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે બીજો પાઠ હતો, જો તેઓની વચ્ચે પરસ્પર સપર્ક(સંમિશ્રણ) ન થયો હોય તો.
હસ્તપ્રતો વચ્ચેના આનુવંશિક સંબંધોના નિર્ણય માટેની વધુ પ્રચલિત કસોટીઓ આ પ્રમાણે છે—
(૧) શબ્દો યા પરિચ્છેદોનો લોપ (રહી જવા તે) અને પરિચ્છેદોનું સ્થળાંતર. હૉલ કહે છે કે લોપ (omissions) એ સંબંધની સૌથી વધુ નિર્ણયાત્મક કસોટી છે. કારણ કે આ લોપોની સંખ્યા વધુ હોય તો તે કેવળ આકસ્મિક રૂપે થયા હોય એમ ભાગ્યે જ બને. અને તે બધા જ અન્ય હસ્તપ્રતો સાથે સરખામણી દ્વારા પાઠમાં પ્રવેશ્યા હોય એ પણ સંભવિત નથી. ઘણુંખરું તેઓ સમાન પાઠ દ્વારા જે સંબંધનું અનુમાન કરી શકાય છે તે કરતાં ઘણો વધુ નિકટનો સંબંધ સૂચવે છે, અને ઘણીવાર એક હસ્તપ્રત બીજી હસ્તપ્રતમાંથી તત્કાળ ઊતરી આવેલી હોવાનું દર્શાવે છે.
(૨) સંખ્યાબંધ વિશિષ્ટ પાઠો અને બીજી વિશિષ્ટતાઓમાં સમાનતા. યાદ રાખવું ઘટે કે હસ્તપ્રતો વચ્ચેનો સંબંધ હંમેશાં સરળ હોતો નથી. પાઠ-નિર્ધારણના પરિબળ
૩.
આ નિયમને ભાષા - વિજ્ઞાનના નિયમ સાથે સરખાવી શકાય અને તે એ કે સંરક્ષણ (conservations) ભાષાઓનું મૂળ સંબવતઃ એક હોવાનું સૂચવે છે જ્યારે સમાન નવીન પ્રણાલીઓ (innovations) તે ભાષાઓ વચ્ચે પારસ્પરિક સંબંધ હોવાનો સચોટ નિર્દેશ કરે છે. સામાન્યતઃ પાઠોની એકરૂપતાને સંરક્ષણ સાથે સરખાવી શકાય, જ્યારે હસ્તપ્રતો વચ્ચે અસ્તિત્વ ધરાવતા પારસ્પરિક સંબંધ સ્થાપિત કરવાની દૃષ્ટિએ ઉપર દર્શાવેલ લોપ (omissions)ને આપણે નવીન પ્રણાલી (innovation) સાથે સમરૂપ લેખી શકીએ.