________________
સમીક્ષાત્મક સંરકરણની સમસ્યા
૩૦
સર્વ ઉપલબ્ધ હસ્તપ્રતોની તુલનાત્મક ચકાસણી અને તેમનું કાળજીપૂર્વક પરીક્ષણ કર્યા બાદ સંપાદક ગ્રંથની રચના માટે સાક્ષી તરીકે ખરેખર વિશ્વસનીય હોય એવી બધી જ હસ્તપ્રતોને પસંદ કરવાની રહે છે. જેવી રીતે કોઈ પણ સાક્ષી જે વિધાન કરે તે માનવા યોગ્ય છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે તે સાક્ષીનું સામાન્ય ચારિત્ર્ય લક્ષમાં લેવામાં આવે છે, તેવી જ રીતે હસ્તપ્રતની સામાન્ય લાક્ષણિકતા કોઈ એક પાઠ સંબંધે તેણે આપેલા સાસ્યના મૂલ્યનો નિર્ણય કરવામાં આપણને સહાયક બને છે. ઉદાહરણ તરીકે, “” અને
એ બે હસ્તપ્રતોની તુલના જો એમ દર્શાવે કે જ્યાં જ્યાં તેઓ પરસ્પર જુદી પડે છે ત્યાં ત્યાં જ દ્વારા સૂચિત પાઠોમાં “ગ” દ્વારા સૂચિત પાઠો કરતાં વધુ નિશ્ચિત અથવા અત્યંત સંભાવ્ય હોય તેવા પાઠોની સંખ્યા ઘણી મોટી છે, તો સામાન્ય વિશ્વસનીયતાની દૃષ્ટિએ 1 કરતા જ ચઢિયાતી છે એવો નિર્ણય બાંધી શકાય. વ નું આ ચઢિયાતાપણું જ્યારે ૩ અને ૪ માંથી કોનો પાઠ પસંદ કરવો તે કાર્ય કઠિન હોય એવા પ્રસંગોએ લક્ષમાં લઈ શકાય; જો કે ૪ ના બધા જ પાઠોની શુદ્ધિ માટે એ બિનશરતી ધોરણ નથી, કારણ કે સંભવ છે કે કોઈ કોઈવાર માં સાચો પાઠ સચવાયેલો હોય, 8 માં નહિ, પછી ભલે એ બે હસ્તપ્રતોમાં 5 વધુ અશુદ્ધ હોય. આ રીતે પિશલે શાકુન્તલની બીજી આવૃત્તિ માટે જે હસ્તપ્રત જ ની તુલનાત્મક ચકાસણી કરી હતી તેમાં અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ પ્રચુર માત્રામાં દૃષ્ટિગોચર થતી હતી, જેમકે સામાન્યતઃ પ્રચલિત ગાયુમા' ને સ્થાને તેમાં અર્થહીન નામુમ્માન' એવો પાઠ હતો (જે લહિયાની વિદ્વત્તા અને બુદ્ધિમત્તાની પારાશીશી ગણાય) અને તે ભાગ્યે જ મૂળ પાઠ પ્રસ્તુત કરે છે. તેમ છતાં કવચિત્ એ હસ્તપ્રતમાં મૌલિક પાઠ સચવાયેલો જણાય છે. જેમ કે ૧,૪,૪માં તેમાં ગ૩િ ને બદલે રિગ પાઠ છે, જે પાઠ દક્ષિણ ભારતની સંક્ષિપ્ત વાચનામાં પણ દષ્ટિગોચર થાય છે.
આ રીતે પસંદ કરેલી હસ્તપ્રતોની સાપેક્ષ વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરતી વખતે, અગાઉ જણાવ્યું તે પ્રમાણે, યાદ રાખવું ઘટે કે પ્રત્યેક હસ્તપ્રતને પોતપોતાની આગવી વિશિષ્ટતાઓ હોય છે. આ વિશિષ્ટતાઓ તે તે હસ્તપ્રતના ઊંડા અને અવિરત અભ્યાસ દ્વારા જ સમજી શકાય અને આ વિશિષ્ટતાઓને બરાબર સમજવી તે પાઠસમીક્ષકના કાર્યનું આવશ્યક અંગ છે. સંક્ષેપમાં સિદ્ધાંત એ છે કે કોઈ પાઠ સંબંધી નિર્ણય અપાય તે પૂર્વે પાઠના બધા જ સાક્ષીઓને સાંભળવા જોઈએ (લક્ષમાં લેવા જોઈએ) અને તે પણ વારંવાર સાંભળવા જોઈએ. વુલ્ફ કહે છે તે પ્રમાણે ખરી જરૂર “સંસ્કરણ' (recensio)ની છે, કેવળ “ઓળખાણ' (recognitio) ની નહિ. જ્યારે ગ્રંથની એક જ હસ્તપ્રત આપણને ઉપલબ્ધ હોય ત્યારે આ સવિશેષ મહત્વનું બને છે. અમુક પાઠ અશુદ્ધ છે એમ નિર્ણય કરતાં પહેલાં તથા તેના સંશોધનનો પ્રયાસ કરતાં પહેલાં આ એકલા અટુલા
૨.
હૉલ, એજન પૃ.૧૨૨