________________
પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્ત્વો
પાછળના સાહિત્યમાં ખાસ કરીને શાસ્ત્રીય ગ્રંથોમાં મૂળ ગ્રંથોમાંથી ઘણા પરિચ્છેદોનાં સીધાં અવતરણો અવારનવાર ઉદ્ધૃત કરેલાં દૃષ્ટિગોચર થાય છે. આ પ્રકારનાં અવતરણોનાં ઉદાહરણ વ્યાકરણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં પ્રચુર માત્રામાં મળે છે. અહીં પૂર્વેની કૃતિઓમાંથી અનેક ઉદ્ધરણો પ્રસ્તુત નિયમ યા નિરૂપિત પ્રકારના ઉદાહરણ રૂપે આપેલાં જોવા મળે છે. આ ઉદ્ધરણો સાથે કર્તાનું નામ કોઈ વાર હોય પણ ખરું અને કોઈવાર ન પણ હોય.
૩૫
મૂળ કૃતિનાં દેખીતાં અનુકરણો (જેમાં વ્યંગ-કાવ્ય(parody)નો પણ સમાવેશ થઈ શકે) પણ અનુકર્તા અથવા અનુકાર્ય (મૂળ લેખક)ના શબ્દોનો નિર્ણય કરવામાં સહાયક બની શકે. ઉદાહરણ તરીકે, કાલિદાસના સુપ્રસિદ્ધ ‘મેઘદૂત’ને આપણે જિનસેનના ‘પાર્શ્વભ્યુદય’ નામના કાવ્યમાં ગૂંથી લીધેલું જોઈએ છીએ. આ કાવ્યના પ્રત્યેક પદ્યમાં મેઘદૂતની એક કે બે પંક્તિઓ લેવામાં આવી છે.
સંક્ષેપો યા રૂપાન્તરો (જેમાં વિવરણોનો પણ સમાવેશ કરી શકાય) પણ જે મૂળ ગ્રંથના આવા સંક્ષેપો યા રૂપાન્તરો કરવામાં આવ્યાં હોય તેમના પાઠ-નિર્ણયમાં આંશિક રૂપે સહાયક બને છે. આ રીતે કાશ્મીરી કવિ ક્ષેમેન્દ્રની ‘ભારતમંજરી’ મહાભારતના કાશ્મીરી રૂપાંતરનો સંક્ષેપ છે અને આ રૂપાન્તર પર કંઈક પ્રકાશ પાડે છે. પ્રાચીન ટીકાઓ પણ એક ગૌણ સ્વરૂપની સહાયક સામગ્રી બને છે. જે ગ્રંથ પર ટીકા લખવામાં આવી હોય તેના પાઠને સંપૂર્ણપણે યા આંશિકરૂપે ઉદ્ધૃત કરવામાં આવ્યો હોય ત્યારે આવાં ઉદ્ધરણો તે ગ્રંથના તેમને મળતા આવતા અંશોના પુનર્નિર્માણમાં આપણને સહાયરૂપ બની શકે.
કેટલાક ગ્રંથો કોઈ એક લેખકની રચના નહિ, પરંતુ પારંપરિક સાહિત્યસમ્પ્રદાયની રચના હોય છે, જેમ કે મહાભારત અને અન્ય પુરાણો. આવા ગ્રંથોમાંના કેટલાક ગૌણ પ્રસંગો (અવાન્તર ક્થાઓ) યા પરિચ્છેદોનાં સમાન્તર રૂપાન્તરો અન્ય કૃતિઓમાં જોવા મળે છે. આવાં સમાન્તર રૂપાન્તરો પણ મૂળ ગ્રંથના પાઠ-નિર્ણયમાં સહાયક બને છે. ઉદાહરણ તરીકે, મહાભારત (૧,૬૨ થી આગળ)માં આવતી શકુન્તલાની કથાનું સમાન્તર રૂપાન્તર પદ્મપુરાણમાં મળે છે.
પાઠ-સમીક્ષાનું અંતિમ સોપાન લેખકે ઉપયોગમાં લીંધેલી મૂળ આધાર-સામગ્રીનું પૃથ્થકરણ કરવું તે છે. જો કે આ દિશામાં લ્યૂડર્સ (Die Sage von svaśria)
syasrnga) જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનો દ્વારા કરવામાં આવેલાં પ્રારંભિક અભ્યાસકાર્ય પ્રકાશિત થયાં છે, તેમ છતાં ભારતીય પાઠ-સમીક્ષાના ઇતિહાસમાં આ કાર્ય હાથ ધરવાનો પ્રયાસ હજુ પણ ઘણો વહેલો ગણાય, ખાસ કરીને જ્યારે વિખ્યાત પ્રશિષ્ટ કૃતિઓની શાસ્ત્રીય ઢબે સંપાદિત આવૃત્તિઓનો અભાવ પ્રવર્તતો હોય ત્યારે. આથી પ્રસ્તુત પુસ્તકને લાગેવળગે છે ત્યાં સુધી અહીં પાઠોના સમીક્ષાત્મક મૂલ્યાંકનના આ ચતુર્થ સોપાનનો સમાવેશ કરવામાં આવશે નહિં.