________________
પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્ત્વો
એડગરટને સંતુલન માટેનાં કેટલાંક વ્યવહારુ સૂચનો આપ્યાં છે. કાવ્યગ્રંથમાં સંતુલન માટે એક શ્લોકને એકમ તરીકે લઈ શકાય અને કોઈ સારી હસ્તપ્રત યા વિશ્વસનીય આવૃત્તિને આદર્શ તરીકે લઈ શકાય અને આ પાઠને પાનાને મથાળે અક્ષરે અક્ષર યોગ્ય રીતે વિભાજિત ચોરસોમાં લખી શકાય. આ પાઠથી જુદા પડતા પાઠોને તદનુરૂપ ચોરસોમાં દર્શાવી શકાય. ડાબા હાથ તરફનો હાંસિયો સંતુલિત હસ્તપ્રત દર્શાવશે અને જમણા હાથ તરફનો વધુ મોટો હાંસિયો ખાસ ટીકા ટિપ્પણ તથા વધારાના પરિચ્છેદ ઇત્યાદિ માટે રહેશે. મહાભારતના સમીક્ષાત્મક સંપાદન માટે અખત્યાર કરેલી સંતુલન પદ્ધતિની સંપૂર્ણ વિગતોનો અભ્યાસ ઉપર્યુલ્લિખિત સુકથનકરના ‘ઉપોદ્ઘાત' (Prolegomena)માંથી કરી
શકાય.
33
એડગરટને અપનાવેલી પદ્ધતિ આ પ્રમાણે છેઃ પ્રથમ તેમણે પંચતંત્રનાં રૂપાન્તરો (versions)ની પસંદગી કરી, જે રૂપાન્તરોને વિષે પહેલાંના અભ્યાસને આધારે એમ ધારી શકાય કે તેઓમાં મૂળ પંચતંત્રના પુનરુદ્ધાર માટે ઉપયોગી એવી બધી જ અથવા પ્રાપ્ત બધી જ સામગ્રીનો સમાવેશ થઈ જતો હતો. ત્યાર બાદ તેમણે પ્રત્યેક રૂપાન્તરમાં પ્રાપ્ત બધી જ સામગ્રીની ઝીણવટભરી તુલનાત્મક ચકાસણી શરૂ કરી; અને તે એ દૃષ્ટિએ કે એ સામગ્રીઓનો બીજાં રૂપાન્તરોમાં કોઈ સાથે મેળ બેસે છે કે નહિ. આ હેતુથી, તેમણે પાઠ્યગ્રંથને શક્ય એટલાં નાનાં એકમોમાં વિભાજિત કર્યો. પ્રત્યેક એકમમાં નિયમ તરીકે એક જ ગદ્ય-વાક્ય અથવા કોઈ વાર વાક્યાંશનો સમાવેશ થતો. ત્યાર પછી ઉ૫૨ દર્શાવેલી પદ્ધતિને ઘણુંખરું મળતી રીતે તુલનાત્મક ચકાસણી અર્થાત્ સંતુલન (collation) શરૂ કર્યું. આ પ્રમાણે ગદ્ય અને પદ્ય - ઉભય પ્રકારના પાઠોનું સંતુલન કરી શકાય.
આવા સંતુલનને આધારે હસ્તપ્રતોનો આનુવંશિક સંબંધ સ્પષ્ટ થાય છે; અને આ સંબંધને ત્યાર પછી વંશવૃક્ષ દ્વારા અથવા વંશાનુક્રમ રૂપે દર્શાવી શકાય.
દ્વિતીય પ્રક્રિયા અર્થઘટનની પ્રક્રિયા છે. આમાં હસ્તપ્રતોના લિખિત પ્રમાણનો અર્થ ઘટાવવામાં આવે છે. અમુક (દૃષ્ટિબિન્દુઓ અને હકીકતો)ના પ્રકાશમાં તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એમને આધારે આ પછીના પ્રકરણમાં દર્શાવવામાં આવનારા સિદ્ધાંતો પ્રમાણે પાઠના શક્ય હોય તેવા પ્રાચીનતમ સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખરેખર પાઠ-સમીક્ષાની પ્રાચીન અવસ્થા છે અને તેનું લક્ષ્ય પ્રસ્તુત પાઠના નિશ્ચિત થઈ શકે એવા પ્રાચીનતમ સ્વરૂપને શોધી કાઢવાનું છે.
તૃતીય પ્રક્રિયા તત્ત્વતઃ લેખકના પાઠ સુધી પહોંચવાની પ્રક્રિયા છે, અને આમાં એક રીતે જ્યાં જરૂર જણાય ત્યાં અમુક આંતરિક બાબતોને ધ્યાનમાં લઈ લિખિત પ્રમાણ (હસ્તપ્રત) ને બાજુએ મૂકી તેનાથી આગળ જવાનું રહે છે. આ શક્ય છે, કારણ કે આપણા ઘણાખરા પ્રશિષ્ટ (classical) લેખકો એક્લવાયા હોતા નથી. હૉલ કહે છે તે